પ્રિય લેખકમિત્રો,
પ્રેમ પ્રસંગ સ્પર્ધામાં સફળતાપૂર્વક વાર્તા લખનાર તમામ નવા લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! પરિણામમાં તમે સ્થાન પામ્યા છો કે નહિ તેના કરતા નવોદિત લેખક તરીકે સફળતાપૂર્વક ભાગ લેવો એ વધુ મહત્વની વાત છે!
અમે આ સ્પર્ધા ફક્ત નવા લેખકો કે, જેમની પાસે ગોલ્ડન બેજ નથી તેમના માટે યોજી હતી. તેથી જેમને આ સ્પર્ધા દરમિયાન કે પછી ગોલ્ડન બેજ મળ્યો છે તેઓ હવે તેમની ધારાવાહિકને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હેઠળ રાખી શકશે. દરેક શરુ પ્રીમિયમ ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિકને અનલોક કરવા માટે વાચકો પાસે આ વિકલ્પો ઉપલબ્ધ રહેશે: પ્રીમિયમ અથવા સુપરફેન સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે. સિક્કાથી ભાગ અનલોક કરી શકશે. જે વાચકો ફ્રીમાં વાંચવા માંગતા હોય તેઓ નવો ભાગ બીજા દિવસે અનલોક કરી શકશે. તેથી વાચકોના સાથ સાથે હવે આવક ઊભી કરવાની તક! ખાસ 'સુપર રાઇટર્સ એવોર્ડ - 6' સ્પર્ધામાં ભાગ લેવા માટેના દ્વાર તેમના માટે ખુલી ગયા છે.
પ્રતિલિપિમાં લેખક તરીકે આગળ વધવા ગોલ્ડન બેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવક મેળવવા માટેનું પ્રથમ પગલું એટલે ગોલ્ડન બેજ! જો તમારી પાસે હજુ ગોલ્ડન બેજ નથી તો તમે ‘પ્રતિલિપિ ન્યુ ઓથર્સ એવોર્ડ’ સ્પર્ધામાં ભાગ લઈને ખાસ ગોલ્ડન બેજ મેળવવા તરફ આગળ વધી શકો છો.
પ્રેમ પ્રસંગ સ્પર્ધાની રચનાઓ માટે નિર્ણાયકોના શબ્દો, "આ પ્રેમ શ્રેણીની આસપાસ રમતી વાર્તાઓનું કલેક્શન બનાવવાની ટૂંકી ધારાવાહિકની સ્પર્ધામાં વિવિધ લેખકોએ અલગ અલગ પ્રકારની લવ સ્ટોરીઝ લખવા સારા પ્રયાસ કર્યા. જોકે સ્પર્ધાનો ડ્રાફ્ટ જોઇને અમે જે ધારણા રાખી હતી એટલી સુંદર વાર્તાઓ વધુ જોવા મળી નહીં. સાહિત્યમાં પ્રેમ શ્રેણી વિશાળ છે. તે અનંત સમુદ્ર ધરાવે છે એવું પણ કહી શકાય! અઢળક નવા વિષયો સાથે પ્રેમ શ્રેણીમાં ટૂંકી વાર્તા કે 200-300 કરતા પણ વધુ ભાગની ધારાવાહિક નવલકથા લખી શકાય છે.
અહીં એ પણ નોધવું રહ્યું કે આ સ્પર્ધામાં નવા લેખકોનું પ્રમાણ ખૂબ વધુ હતું. જેથી તેમના પ્રયાસો ખૂબ સારા રહ્યા છે. 7 અલગ અલગ વાર્તા લખીને ઘણા લેખકોએ એક સારો સંગ્રહ બનાવ્યો. તેથી કાળજીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી અમે વિજેતા 7 લેખકો અને ટોપ 20માં સ્થાન પામેલ અન્ય લેખકોને પરિણામમાં સ્થાન આપી રહ્યા છીએ. ધારાવાહિકના શીર્ષક પણ મહત્વ ધરાવતા હોય છે, પરંતુ અહીં બહુ ઓછી રચનાઓમાં સારા અને નવીનતમ શીર્ષક જોવા મળ્યા. તેથી અમે ફક્ત લેખકોના નામ પરિણામમાં ઉમેરી રહ્યા છીએ.
તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! વાર્તાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરશો. નવી થીમ કે શ્રેણીમાં વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કરતા રહેશો. યાદ રાખશો, લેખક તરીકેની તમારી યાત્રા હજુ શરૂ થઈ છે. તમારો આગળનો માર્ગ તમારી સર્જનાત્મકતાને સુંદર રીતે ઘડશે.
નવા લેખક તરીકે તમારા વિચારોને વાર્તાના રૂપમાં વાચકો સુધી પહોંચાડી તમે એક પગલું આગળ વધી ગયા છો. તમારું સમર્પણ, જુસ્સો અને હિંમત ખરેખર પ્રશંસનીય છે. જોકે તમારી વાર્તાને વધુ મઠારીને સારી બનાવી શકાય છે. અમે ભાગ લેનાર તમામ લેખકોને સૂચન આપીશું કે વાર્તા કેવી રીતે લખવી તેનો અભ્યાસ કરતા રહો. પ્રતિલિપિ આ વિશે ઘણું માર્ગદર્શન આપે છે તેને ધ્યાનમાં રાખો.”
(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)
→ નિહારિકા
(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)
(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)
→ MaShrut
(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)
(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)
(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)
(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)
---
- ઉપરોક્ત વિજેતા લેખકોને તથા સફળતાપૂર્વક ધારાવાહિક પૂર્ણ કરનાર અન્ય તમામ લેખકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે.
- આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો!
- નવી સ્પર્ધા, નવી તક, નવી દિશા! -
1. ગોલ્ડન બેજ લેખકો માટે:
2. ગોલ્ડન બેજ મેળવવા માંગતા લેખકો માટે: