પ્રેમની એક અનોખી વાર્તા સ્પર્ધાની સીઝન 2માં આશ્ચર્ય કરાવતી અદ્ભુત ધારાવાહિક વાર્તાઓ લખવા બદલ સૌપ્રથમ તમામ લેખકોને હાર્દિક અભિનંદન! પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધા ખરેખર સાહિત્ય જગતની એક અનોખી સ્પર્ધા બની રહી.
સ્પર્ધાની તમામ એન્ટ્રીઓ વાંચતી વખતે નિર્ણાયકો પણ 'પ્રેમ' વિષય પર અઢળક અને નવીન વાર્તાઓ વાંચીને અત્યંત ખુશ થયા.
નિર્ણાયકોના શબ્દો, "સુંદર રીતે વણાયેલ પ્લોટ વાર્તાને શરૂઆતથી અંત સુધી જોડી રાખે છે. ગુજરાતી સાહિત્યમાં પણ વેમ્પાયર, કોન્ટ્રાકટ મેરેજ અને અન્ય નવી થીમ પર સારી વાર્તાઓ લખી શકાય છે, જે આ સ્પર્ધાની રચનાઓથી સ્પષ્ટ જણાય છે.
આશરે 200 જેટલી ધારાવાહિક વાર્તાઓમાં પ્લોટ્સ, પાત્રાલેખન, સંવાદો, સામાન્ય વ્યાકરણ, વગેરે જેવી ઘણી બાબતોના આધારે પરિણામ તૈયાર કરવામાં અમને પણ ઘણી ચર્ચા કરવી પડી. અમને વિવિધ વિષય પર એકથી એક ચડિયાતી ધારાવાહિક વાર્તાઓ જોવા મળી. જોકે સ્પર્ધા હતી એટલે નાનામાં નાની દરેક બાબતના આધારે રેન્ક આપવા જરૂરી છે.
અહીં શોર્ટલિસ્ટ થયેલી તમામ વાર્તાઓ ખરેખર ઉત્તમ છે. અન્ય વાર્તાઓએ પણ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે પરંતુ જેમ કહ્યું કે સ્પર્ધા છે એટલે દરેક વાર્તા 20 વિજેતા વાર્તામાં આવે એ તો શક્ય નથી. પણ ચોક્કસ, કલમના સાથ સાથે આટલી અદ્દભુત વાર્તાઓ લખવા માટે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લેખકો વિજેતા જ છે. અહીં એક વાત વિજેતા અને અન્ય તમામ લેખકો માટે પણ ઉપયોગી રહેશે કે વાર્તા લખી તેને પ્રકાશિત કરતા પહેલા ધ્યાનપૂર્વક વાંચો. જેથી તમે નાની મોટી ભૂલ સુધારી શકો."
---
|
- ઉપરોક્ત ટોપ 20 વિજેતાઓને ઈનામી રકમ અને ફ્રેમ કરેલું પ્રિન્ટેડ પ્રમાણપત્ર ઘરે મોકલીને સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે.
---
|
આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે આપ પ્રતિલિપિ પર આવી જ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ આપની કલમથી કમાલ કરતાં રહો!