pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : સુપર રાઇટર્સ એવોર્ડ - 4

05 મે 2023

પ્રિય લેખકમિત્રો,

અમને ‘સુપર રાઇટર્સ એવોર્ડ - 4' સ્પર્ધાનું પરિણામ જાહેર કરતા અત્યંત હર્ષની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે! ઘણા લેખકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેથી આ સ્પર્ધા વધુ સ્પર્ધાત્મક બની રહી!

તો ચાલો જાણીએ નિર્ણાયકોનું આ સ્પર્ધા વિશે શું કહેવું છે:

"પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે, અમને મળેલી 200+ ધારાવાહિક નવલકથાઓની ગુણવત્તા જોઈને અમે ઘણા પ્રભાવિત થયા. પ્રેમ, રહસ્ય, થ્રિલર, હોરર, સામાજિક, સાયન્સ-ફિક્શન 'ને વિવિધ ઘણી શૈલીઓમાં લેખકોએ એમની સર્જનાત્મકતા અને કલ્પનાને પાંખો આપી. આટલી વિવિધ નવલકથાઓ વાંચવી એ જ અમારા માટે લહાવો હતો. 

60+ કે 100+ ભાગની ધારાવાહિક નવલકથા લખવી એ અદ્દભુત સિદ્ધિ છે. આ તમામ નવલકથાઓનું મૂલ્યાંકન કરતી વખતે અમે ઘણા મુખ્ય પરિબળો પર ધ્યાન આપ્યું. નવલકથાની થીમ, લેખન શૈલી, પ્લોટ, પ્લોટનું બંધારણ, પાત્રો, નવલકથા દરમિયાન પાત્રોનો ગ્રોથ, સંવાદનું મહત્વ, સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે અને અન્ય વિવિધ બાબતો. 

વધુમાં અમે એવી નવલકથાઓ શોધી રહ્યા હતા જેમાં મૌલિકતા અને એક વાચક તરીકે અમને આગળના ભાગ વાંચવા જકડી રાખવાની ક્ષમતા વધુ હોય! કારણ કે જો તમારી નવલકથામાં આગળના ભાગમાં શું થશે એ જાણવાની ઉત્સુકતા વધે તેવું લખાણ હોય તો તે નવલકથા એક ઉત્તમ નવલકથા આપોઆપ બની જાય છે. અનેક નવલકથામાં પ્લોટ-ટ્વિસ્ટ યોગ્ય રીતે મૂકવામાં આવ્યા હતા જે લેખકોની અનોખી આવડત દર્શાવે છે.

અમારા મૂલ્યાંકનના આધારે ચર્ચા કરીને અમને આ સ્પર્ધાની વિજેતા નવલકથાઓની ઘોષણા કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે! લાંબી છતાં રસપ્રદ ધારાવાહિક નવલકથા લખીને અહીં પરિણામમાં સ્થાન મેળવનાર તમામ લેખકોને હાર્દિક અભિનંદન! તમામ લેખકો ખરેખર પ્રશંસાને પાત્ર છે!”

‘સુપર રાઇટર્સ એવોર્ડ - 4’ની વિજેતા ધારાવાહિક નવલકથાઓ:

પ્રથમ વિજેતા ધારાવાહિક: 

1. દાસ્તાન - પંકજ જાની 

(₹ 31,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ દ્વારા પુસ્તક પ્રકાશન + લેખકને પોતાના પુસ્તકની 20 ફ્રી નકલ + એક બ્રાન્ડ ન્યુ Amazon Kindle + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

દ્વિતીય વિજેતા ધારાવાહિક: 

2. પ્રતિશોધ - જતીન પટેલ શિવાય 

(₹ 26,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ દ્વારા પુસ્તક પ્રકાશન + લેખકને પોતાના પુસ્તકની 20 ફ્રી નકલ + એક બ્રાન્ડ ન્યુ Amazon Kindle + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

તૃતીય વિજેતા ધારાવાહિક: 

3. ભાગ્યોદય - સિદ્ધ 

(₹ 17,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ તરફથી એક એક્સક્લુઝિવ સરપ્રાઈઝ ગિફ્ટ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

ચોથી વિજેતા ધારાવાહિક: 

4. બ્લેક મીરર - Pirate Patel (Prit'z) Prit's 

(₹ 11,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ તરફથી એક એક્સક્લુઝિવ સરપ્રાઈઝ ગિફ્ટ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

પાંચમી વિજેતા ધારાવાહિક: 

5. ગેંગસ્ટર રિવેન્જ સાગા - Rinku Shah રીન્કુ 

(₹ 7000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ તરફથી એક એક્સક્લુઝિવ સરપ્રાઈઝ ગિફ્ટ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

6. એક અધિકાર મારો - ડૉ. રિધ્ધી મહેતા અનોખી 

(₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

7. ઈગલ - Payal Sangani 

(₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

8. ચરમસીમા - કોમલ રાઠોડ અનિકા

(₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

9. રુહાનુબંધ - Ankit Chaudhary Shiv 

(₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

10. નોબલ પ્રિન્સેસ - પિંકલ મેકવાન 

(₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

11. ઉડતાં પરિંદા - Bina Joshi આકર્ષા 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

12. અણધાર્યું એડવેન્ચર - Sagar Vaishnav 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

13. બેસ્ટસેલર - Keval Kotecha 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

14. સાંબ સાંબ સદા શિવ - સુનીલ અંજારીયા

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

15. અનૈશાની ડાયરી - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા) 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

16. અને, એ આવી... - પ્રિયાંશી સથવારા આરિયા 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

17. ખલનાયિકા - નમ્રતા 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

18. મૌનના પડઘા - ત્રિમૂર્તિ 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

19. શરતો વિનાનો પ્રેમ - Hiral Dalsaniya 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

20. પુર્વજન્મ એક પ્રેમ કથા - ફોરમ સોમૈયા ચાંદની 

(₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

21. જર, જમીન ને જોરૂં - Shital malani સહજ 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

22. બે ગુના એક ગુનેગાર - રાકેશ ઠક્કર 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

23. Do not Disturb - Shital Ruparelia 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

24. દિલમાં ધબકતો એક વિશ્વાસ! - KRISHNA Honey 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

25. ઉડ ઉડ ચલી હું - Nicky Tarsariya 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

26. મીરાં - વર્ષા સી. જોષી અશ્ક 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

27. પાનેતરનો રંગ - પંકજ જાની 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

28. પ્રેમની પરિસીમા - Rachnaa Jigar Shah 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

29. ચક્રાવો - પલ્લવી ઓઝા નવપલ્લવ 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

30. અંગારપથ - પ્રવીણ પીઠડીયા 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

31. કહાણી એક રાતની - અલ્પેશ ગાંધી વિવેક 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

32. સુનીતિ સંઘર્ષ... મનોબળ કે મજબૂરી! - Sunita Mahajan સુનિ 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

33. પ્રેમ ની પરાકાષ્ઠા - Jagruti Rohit 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

34. ભૂત, ભય અને ભગો - Ramubhai Chavda રામ ચાવડા 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

35. પાલવે બાંધી પ્રીત - Swati Shah વસુધાં 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

‘સુપર રાઇટર્સ એવોર્ડ - 4’ની ઉત્તમ ચૂંટાયેલી અન્ય ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વના નથી):

આ ધારાવાહિક નવલકથાઓ પણ ઉત્તમ રહી છે. લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર દ્વારા લેખકોને સન્માનિત કરવામાં આવશે.

‘સુપર રાઇટર્સ એવોર્ડ - 4’માં 100 કે વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ નવલકથાઓ લખનાર દરેક લેખકના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે જલ્દી જ નવો સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરીશું.

તમામ સ્પર્ધકો માટે નિર્ણાયકોના શબ્દો:

"આ સ્પર્ધામાં તમે સ્પર્ધક બનીને નવલકથા પૂર્ણ કરી તે જ સૌથી મોટી સિદ્ધિ છે. સ્પર્ધા હોવાથી બધી નવલકથા વિજેતા થાય એ તો શક્ય નથી. પરંતુ આવી વિશાળ સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેવો એ જ સન્માનની વાત છે. તે માટે તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમારા લેખનને અવિરત આગળ વધારતા રહો, તો જ તમે સફળતા ક્યારેય ગુમાવશો નહીં! 

ક્યાંક લેખન તો ક્યાંક પ્લોટ, પાત્રો કે અન્ય બાબતમાં કચાશ રહેવાથી તમારી નવલકથા આગળ - પાછળ રહેવાથી પરિણામમાં રેન્ક આવે અથવા ન પણ આવે એ શક્ય છે. તેથી તમારી નવલકથા વિજેતા થઈ હોય કે ન થઈ હોય, હંમેશા યાદ રાખશો કે આ સ્પર્ધામાં ભાગ લેવાનો તમારો અનુભવ સૌથી વધુ મૂલ્યવાન છે. જેમાં તમને ઘણું શીખવા મળ્યું હશે અને વિજેતા નવલકથા પરથી પણ લેખક તરીકે આગળ વધવા તમને ઘણું જાણવા મળી શકશે. સખત મહેનત એક દિવસ તમારા લેખન બાગને સુંદર રીતે ખીલવશે. 

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બધી નવલકથા જોયા બાદ અમે તમામ લેખકોને ઉપયોગી બની શકે તેવા અમુક મુદ્દા જણાવવા માંગીશું. જ્યારે તમે નવલકથા ધારાવાહિક સ્વરૂપે લખો ત્યારે તેમાં દરેક ભાગ અને દરેક ભાગ એક બીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તે ખૂબ મહત્વ ધરાવે છે. નવલકથાનો પ્લોટ, પાત્રો તથા વિષયવસ્તુ પર ધ્યાન આપીને તમારી વાક્યરચના, સામાન્ય વ્યાકરણ, રસપ્રદ સંવાદ તથા તમારી નવલકથા એક બેઠકે વાંચવા જકડી રાખે તેવું લખાણ, આવી ઘણી બાબતો હોય છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. તેથી તમે આગામી ધારાવાહિક કે નવલકથા લખો ત્યારે પહેલેથી યોગ્ય આયોજન બનાવો. તમારી દરેક ધારાવાહિક નવલકથા એક લેખક તરીકે તમારો વિકાસ કરવા અને લેખનમાં સુધાર લાવવાની તક છે.”

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ! ભાગ લેનાર દરેક સ્પર્ધકને આકર્ષક ડિજિટલ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. 

[email protected] પરથી લેખકોને જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. 

લેખનની દુનિયામાં આગળ વધવા અને વાચકોને વધુ રસપ્રદ ધારાવાહિક નવલકથા પીરસવા માટે ભાગ લો ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધામાં, 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5'. સ્પર્ધામાં 60 ભાગની ધારાવાહિક નવલકથા લખીને પરિણામમાં સ્થાન મેળવવા માટે ઓલ ધ બેસ્ટ! 60 ભાગની ધારાવાહિક લખવા તમારી પાસે પૂરતો સમય છે. 

સ્પર્ધાની લિંક: gujarati.pratilipi.com/event/6jewmnolup

તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!