લેખકમિત્ર, 1 મે ગુજરાત સ્થાપના દિન! એટલે કે મે મહિનો ગુજરાતીઓ માટે ખૂબ ખાસ છે. એમાં પણ ખાસ તો લેખક તરીકે તમને પોતાની માતૃભાષા ગુજરાતી પર અઢળક ગર્વ હોવો જોઈએ. તમારે ગુજરાત દિનની ઉજવણી પૂર જોશમાં કરવી જોઈએ! કેવી રીતે? ચાલો જાણીએ.
પ્રતિલિપિ દ્વારા ભારતની ઘણી ભાષાઓમાં સૌથી મોટી લેખન સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' લોન્ચ થઈ છે. દેશભરના લેખકો આ સ્પર્ધામાં પોતાની માતૃભાષામાં ધારાવાહિક નવલકથા લખીને ભારે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે! તો પછી ગુજરાતી ભાષા કેમ પાછળ રહે? એક ગુજરાતી લેખક તરીકે તમારે એ સિદ્ધ કરી બતાવવું જોઈએ કે ગુજરાતી લેખકો ક્યાંય પાછળ નથી.
આ સ્પર્ધા એક એવું મંચ છે જ્યાં તમે તમારો અવાજ હજારો લોકો સુધી સરળતાથી પહોંચાડી શકો છો. નવા ઉભરતા કે અનુભવી ગુજરાતી લેખકોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની અને તેમના લેખનને ઓળખ અપાવવાની મોટી તક એટલે 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' સ્પર્ધા!
કેવી રીતે મોટી તક? પ્રથમ વિજેતાને ₹ 11,000 કેશ પ્રાઇઝ, દ્વિતીય વિજેતાને ₹ 7,000 કેશ પ્રાઇઝ, તૃતીય વિજેતાને ₹ 5,000 કેશ પ્રાઇઝ! ટોપ 20માં સ્થાન પામેલા અન્ય 17 વિજેતાઓને ₹ 3000 કેશ પ્રાઇઝ! ટોપ 20 લેખકોને ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર કુરિયર દ્વારા ઘરે મળશે!
આ સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેનાર તમામ લેખકોની ધારાવાહિક વાચકોના સૌથી પ્રિય 'પ્રતિલિપિ પ્રીમિયમ' વિભાગમાં જશે, જ્યાં વાચકો રચનાઓ વાંચવા સૌથી વધુ સમય વિતાવે છે! પ્રીમિયમ ધારાવાહિક બનતા જ તમને નિયમિત આવક મળવાની શરૂ થશે. એટલે એક ધારાવાહિક અને આજીવન આવક! જ્યારે આટલી તક એક ધારાવાહિક લખીને ગુજરાતી ભાષામાં પણ મળી શકે તો ગુજરાતી લેખક પાછળ થોડી રહી શકે?
ઉપરાંત, 100+ ભાગ સાથે સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખશે, તેમને પ્રતિલિપિ તરફથી એક સુંદર ભેટ મળશે! અરે, હજુ ઈનામી યાદી પૂર્ણ નથી થઈ! હજુ ઘણું છે! જાણવા માટે અહીં ક્લિક કરો.