pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : સુપર રાઇટર્સ એવોર્ડ - 5

30 સપ્ટેમ્બર 2023

પ્રિય લેખકમિત્રો,

અમને 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' સ્પર્ધાનું પરિણામ જાહેર કરતા અત્યંત ગર્વ મહેસુસ થઈ રહ્યો છે! ઘણા લેખકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેથી આ સ્પર્ધા વધુ સ્પર્ધાત્મક બની રહી!

તો ચાલો જાણીએ નિર્ણાયકોનું આ સ્પર્ધા વિશે શું કહેવું છે:

"પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે, અમને મળેલી 150+ ધારાવાહિક નવલકથાઓની ગુણવત્તા ઘણી ખરી સારી હતી. લેખકોએ નવા નવા વિષયો પર લખવા સારી કોશિશ કરી એ દેખાય છે. પ્રેમ, રહસ્ય, ફેન્ટસી, થ્રિલર, સાયન્સ-ફિક્શન, હોરર, સામાજિક જેવી ઘણી થીમમાં લેખકોએ પ્લોટને રસપ્રદ રીતે ઘડવાની કોશિશ કરી છે. 

60+ કે 100+ ભાગની ધારાવાહિક નવલકથા લખવી એ જ સૌથી મોટી સિદ્ધિ છે. જોકે જ્યારે લાંબી નવલકથા લખતા હોઈએ ત્યારે એ ધ્યાન રાખવું આવશ્યક છે કે તમારા પાત્રો અને પ્લોટ વધુ યોગ્ય હોય. તમારે પ્લોટને ખેંચીને નવલકથા નથી લખવાની, તમારે પ્લોટનું સર્જન એવી રીતે કરવાનું હોય છે કે વાર્તા આપોઆપ લાંબી બને. એટલે આ તમામ નવલકથાઓનું મૂલ્યાંકન કરતી વખતે અમે વિવિધ બાબતો તપાસવાની કોશિશ કરી છે. જેમ કે, નવલકથાની થીમ, લેખન શૈલી, પ્લોટ, પ્લોટનું બંધારણ, પાત્રો, નવલકથા દરમિયાન પાત્રોનો ગ્રોથ, રસપ્રદ ડાયલોગ્સ, સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે.

જોકે સૌથી વધુ મહત્વનું એ જ છે કે વાર્તા વાંચવાની શરૂઆત કરીએ અને એ વાર્તા વાંચનમાં લાંબા સમય સુધી જકડી રાખે તો એ નવલકથા એક ઉત્તમ નવલકથા આપોઆપ બની જાય છે. અમે વિવિધ નવલકથામાં ટ્વિસ્ટ પણ જોયા જે લેખકોની અનોખી આવડત દર્શાવે છે. જોકે ક્યાંક ઉતાવળમાં થયેલા અંત પણ દેખાયા!

અમારા મૂલ્યાંકનના આધારે ચર્ચા કરીને અમને આ સ્પર્ધાની વિજેતા નવલકથાઓની ઘોષણા કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે! લાંબી છતાં રસપ્રદ ધારાવાહિક નવલકથા લખીને અહીં પરિણામમાં સ્થાન મેળવનાર તમામ લેખકોને હાર્દિક અભિનંદન! તમામ લેખકો ખરેખર પ્રશંસાને પાત્ર છે!"

'સુપર રાઇટર્સ એવોર્ડ - 5'ની વિજેતા ધારાવાહિક નવલકથાઓ:

પ્રથમ વિજેતા ધારાવાહિક: 

1. સ્પર્શ - Kinjal Shelat Vyas  

(₹ 11,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

દ્વિતીય વિજેતા ધારાવાહિક: 

2. વિમળા - હેતલ મહેતા ચૌધરી 

(₹ 7,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

તૃતીય વિજેતા ધારાવાહિક: 

3. અસ્તિત્વ - પંકજ જાની 

(₹ 5,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

ચોથી વિજેતા ધારાવાહિક: 

4. તારા રંગમાં - સિદ્ધ 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

પાંચમી વિજેતા ધારાવાહિક: 

5. ડેવિલ રિટર્ન - જતીન પટેલ "શિવાય" 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

6. પેરાલિસિસ - પીના પટેલ "પિન્કી" 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

7. બચપન ખોયા હૈ કહાં? - અનાહિતા

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

8. માય પ્રિન્સ હસબન્ડ - પિંકલ મેકવાન

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

9. તેરે પ્યાર મેં - Bhumi Joshi સ્પંદન 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

10. Love at 40 - ભરત ચકલાસિયા 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

11. ઘર એક મંદિર - વર્ષા  સી. જોષી અશ્ક 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

12. કહાણી એક રાતની - અલ્પેશ ગાંધી "વિવેક" 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

13. અજ્ઞાત - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા) 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

14. જૂનુનિયત નફરતથી ઇશ્ક સુધીની - JIMISHA PATEL NiVi

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

15. આઈલેન્ડ - પ્રવીણ પીઠડીયા

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

16. નામોશી - Shital malani સહજ 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

17. પ્રણય પ્રતિબિંબ - કોમલ રાઠોડ અનિકા

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

18. માયા મેમ - Meghna Sanghvi

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

19. તું લઈને આવે લાગણીનો મેળો - ડૉ. રિધ્ધી મહેતા અનોખી 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

20. શ્રાપિત મહેલ - Rajesh Parmar 

(₹ 3,000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

'સુપર રાઇટર્સ એવોર્ડ - 5'ની ટોપ 50માં સ્થાન પામેલી અન્ય ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વના નથી):

આ ધારાવાહિક નવલકથાઓ પણ ઉત્તમ રહી છે. લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! ટોપ 50માં સ્થાન મેળવવા બદલ ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર દ્વારા લેખકોને સન્માનિત કરવામાં આવશે.

'સુપર રાઇટર્સ એવોર્ડ - 5'માં 100 કે વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ નવલકથાઓ લખનાર દરેક લેખકના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે જલ્દી જ નવો સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરીશું.

સુપર રાઇટર્સ એવોર્ડની અગાઉની સીઝનમાં નિર્ણાયકો દ્વારા તમામ સ્પર્ધકો માટે ખાસ વાત શેર કરવામાં આવી હતી, તે અમે અહીં ફરીથી જણાવવા માંગીશું:

"આ સ્પર્ધામાં તમે સ્પર્ધક બનીને નવલકથા પૂર્ણ કરી તે જ સૌથી મોટી સિદ્ધિ છે. સ્પર્ધા હોવાથી બધી નવલકથા વિજેતા થાય એ તો શક્ય નથી. પરંતુ આવી વિશાળ સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેવો એ જ સન્માનની વાત છે. તે માટે તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમારા લેખનને અવિરત આગળ વધારતા રહો, તો જ તમે સફળતા ક્યારેય ગુમાવશો નહીં! 

ક્યાંક લેખન તો ક્યાંક પ્લોટ, પાત્રો કે અન્ય બાબતમાં કચાશ રહેવાથી તમારી નવલકથા આગળ - પાછળ રહેવાથી પરિણામમાં રેન્ક આવે અથવા ન પણ આવે એ શક્ય છે. તેથી તમારી નવલકથા વિજેતા થઈ હોય કે ન થઈ હોય, હંમેશા યાદ રાખશો કે આ સ્પર્ધામાં ભાગ લેવાનો તમારો અનુભવ સૌથી વધુ મૂલ્યવાન છે. જેમાં તમને ઘણું શીખવા મળ્યું હશે અને વિજેતા નવલકથા પરથી પણ લેખક તરીકે આગળ વધવા તમને ઘણું જાણવા મળી શકશે. સખત મહેનત એક દિવસ તમારા લેખન બાગને સુંદર રીતે ખીલવશે. 

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બધી નવલકથા જોયા બાદ અમે તમામ લેખકોને ઉપયોગી બની શકે તેવા અમુક મુદ્દા જણાવવા માંગીશું. જ્યારે તમે નવલકથા ધારાવાહિક સ્વરૂપે લખો ત્યારે તેમાં દરેક ભાગ અને દરેક ભાગ એક બીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તે ખૂબ મહત્વ ધરાવે છે. નવલકથાનો પ્લોટ, પાત્રો તથા વિષયવસ્તુ પર ધ્યાન આપીને તમારી વાક્યરચના, સામાન્ય વ્યાકરણ, રસપ્રદ સંવાદ તથા તમારી નવલકથા એક બેઠકે વાંચવા જકડી રાખે તેવું લખાણ, આવી ઘણી બાબતો હોય છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. તેથી તમે આગામી ધારાવાહિક કે નવલકથા લખો ત્યારે પહેલેથી યોગ્ય આયોજન બનાવો. તમારી દરેક ધારાવાહિક નવલકથા એક લેખક તરીકે તમારો વિકાસ કરવા અને લેખનમાં સુધાર લાવવાની તક છે."

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ! ભાગ લેનાર દરેક સ્પર્ધકને આકર્ષક ડિજિટલ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. 

[email protected] પરથી લેખકોને જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. 

લેખનની દુનિયામાં આગળ વધવા અને વાચકોને વધુ રસપ્રદ ધારાવાહિક નવલકથા પીરસવા માટે ભાગ લો ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધામાં, 'સુપર રાઇટર્સ એવોર્ડ - 6'. સ્પર્ધામાં 60 ભાગની ધારાવાહિક નવલકથા લખીને પરિણામમાં સ્થાન મેળવવા માટે ઓલ ધ બેસ્ટ!

સ્પર્ધાની લિંક: gujarati.pratilipi.com/event/4mi5mkf938

તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!