pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : સુપર રાઇટર્સ એવોર્ડ - 6

23 ഫെബ്രുവരി 2024

લેખકોની મનપસંદ સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ'ની સીઝન 6નું પરિણામ જાહેર કરતા અમને અત્યંત ગર્વ મહેસુસ થઈ રહ્યો છે! આ સ્પર્ધા થકી અઢળક લેખકો લેખન જગતમાં આગળ આવ્યા છે. આ સ્પર્ધાએ લેખકોને વાચકો, ફોલોઅર્સ ઉપરાંત લાંબી ધારાવાહિક વાર્તા લખીને મહિને નિયમિત આવક મેળવતા કર્યા છે. આ સ્પર્ધાને આટલો પ્રેમ આપવા બદલ તમામ લેખકોનો હૃદયપૂર્વક આભાર! 

નિર્ણાયકોએ અમારી સાથે એમના અનુભવ શેર કર્યા એ મુજબ ગુજરાતી ભાષામાં ઘણી અનોખી નવલકથાઓ એમને જોવા મળી. સરસ રીતે ઘડાયેલા પ્લોટ્સ, પાત્રો, સંવાદો સાથે સામાજિક, પ્રેમ, રહસ્ય, થ્રિલર, સાયન્સ ફિક્શન, સાહસિક, હોરર, વગેરે ઘણી શ્રેણીઓમાં એકથી એક ચડિયાતી નવલકથા જોવા મળી. એ વાત છે કે ક્યાંક વાર્તાની દુનિયાનું ઘડતર મજબુત હતું તો ક્યાંક પાયામાં કચાશ પણ દેખાય હતી, પરંતુ આટલી મોટી સ્પર્ધામાં ભાગ લેવો અને સ્પર્ધાના તમામ નિયમો સાથે નવલકથા પૂર્ણ કરવી એ મોટી વાત છે.

દરેક 'સુપર રાઇટર્સ'ને અમે બિરદાવીએ છીએ, સૌ વિજેતા લેખકોને અઢળક અભિનંદન!

'સુપર રાઇટર્સ એવોર્ડ - 6'માં વાચકોની પસંદમાં સ્થાન પામેલ વિજેતા 10 ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વના નથી):

પસંદગીની રીત: સ્પર્ધાની તારીખ 10 ઓગસ્ટ, 2023 થી 25 ડિસેમ્બર, 2023 સુધીમાં ધારાવાહિકના પરફોર્મન્સ ડેટાના આધારે એટલે કે સ્પર્ધાના ડ્રાફ્ટમાં જણાવ્યા અનુસાર લેખકના ફોલોઅર્સ અને તેની સામે વાંચનની સંખ્યા, રેટિંગ/પ્રતિભાવની સંખ્યા, ધારાવાહિકના પૂર્ણ (શરૂઆતથી અંત સુધી) વાંચનની સંખ્યા, જેવી વગેરે બાબતોના આધારે આ ધારાવાહિક નવલકથાઓ પસંદ કરવામાં આવી છે.

 આસ્થા - સિદ્ધ

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 હમશકલ - નમ્રતા

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 મોતની સફર - જતીન પટેલ શિવાય

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 ભૈરવી - પંકજ જાની

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 કામવાસના સુખથી અંત સુધી - Author Jay Dharaiya

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 ભીખી - મનસુખભાઈ મીસ્ત્રી જીનીયસ

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 ડિયર ઇશ્ક - Richa Modi Heart

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 બ્રહ્મકપાલ - Swati Dalal

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 સ્ત્રી એક રહસ્ય - કોમલ રાઠોડ અનિકા

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 Addiction - Akshay Bavda અક્ષ

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

'સુપર રાઇટર્સ એવોર્ડ - 6'માં નિર્ણાયકોની પસંદમાં સ્થાન પામેલ વિજેતા 10 ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વના નથી):

પસંદગીની રીત: ધારાવાહિક વાર્તાઓનું મૂલ્યાંકન કરતી વખતે નિર્ણાયકો દ્વારા ઘણા મુખ્ય પરિબળો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. વાર્તાની થીમ, લેખન શૈલી, પ્લોટ, પ્લોટનું બંધારણ, પાત્રો, નવલકથા દરમિયાન પાત્રોનો ગ્રોથ, સંવાદનું મહત્વ, સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે અને અન્ય વિવિધ બાબતો. આ બાબતોના આધારે માર્ક્સ અપાયા બાદ તમામ ધારાવાહિકમાંથી વાચકોની પસંદની દસ ધારાવાહિક દૂર કરીને એક્સક્લુઝિવ ધારાવાહિક વાર્તાઓને અહીં સ્થાન આપવામાં આવ્યું છે.

 દોટ: કથા કાવાદાવાની - રાકેશ ઠાકર તરંગ

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 વિધ્વંસ એક ટાઈમ ટ્રાવેલ એડવેંચર - Jwalant Desai

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 વેર વૈભવ - Geeta Zala

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 મધ્યાંતર - Meghna Sanghvi

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 ઉડાન - પીના પટેલ પિન્કી

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 ચાર ફેરા? / વિવાહ! - Chandani Shah અલગારી

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 જીવનની ઘટમાળ - Janak Oza ઝંકાર

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 ભેદી પિયા - Ankit Chaudhary Shiv

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 લગ્ન પ્રેમનું પગથિયું કે ફક્ત ભ્રમ? - કુંજલ દેસાઈ કોયલ

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 અન્જાન: ખુબસૂરત મુલાકાત - બ્રિજેશકુમાર જે પટેલ સન્માન

(₹ 4000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

'સુપર રાઇટર્સ એવોર્ડ - 6'ની ટોપ અન્ય ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વના નથી):

આ ધારાવાહિક નવલકથાઓ પણ ઉત્તમ રહી છે. લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! ટોપ ધારાવાહિકમાં સ્થાન મેળવવા બદલ ડીજીટલ પ્રમાણપત્ર દ્વારા લેખકોને સન્માનિત કરવામાં આવશે.

'સુપર રાઇટર્સ એવોર્ડ - 6'માં નવા ઉભરતા લેખકો (પ્રતિલિપિ સ્ટાર્સ) અને 80+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર લેખકોના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે માર્ચ મહિનાના અંત સુધીમાં નવો સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરીશું. કૃપા કરી બ્લોગ વિભાગ તપાસતા રહેશો!

પ્રમાણપત્ર અને રકમ માટે [email protected] પરથી લેખકોને જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. (ખાસ નોંધ: તમારા પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર મેઈલ પ્રાપ્ત થશે.)

--> અહીં ક્લિક કરીને ભાગ લો 'સુપર રાઇટર્સ એવોર્ડ સુપર 7 સિઝન'માં!

--> દર મહિને Rs.10,000/- આવક મેળવવાની સીક્રેટ્સ જાણવા અહીં ક્લિક કરીને ભાગ લો 'પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામ'માં!

તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!