pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : સુપર રાઇટર્સ એવોર્ડ - 7

22 જુલાઈ 2024

લેખકોની મનપસંદ સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ'ની સીઝન 7નું પરિણામ જાહેર કરતા અમને અત્યંત ગર્વ મહેસુસ થઈ રહ્યો છે! 

આ સ્પર્ધા થકી અઢળક લેખકો લેખન જગતમાં આગળ આવ્યા છે. આ સ્પર્ધાએ લેખકોને વાચકો, ફોલોઅર્સ ઉપરાંત લાંબી ધારાવાહિક વાર્તા લખીને મહિને નિયમિત આવક મેળવતા કર્યા છે. આ સ્પર્ધાને આટલો પ્રેમ આપવા બદલ તમામ લેખકોનો હૃદયપૂર્વક આભાર! 

નિર્ણાયકોએ અમારી સાથે એમના અનુભવ શેર કર્યા એ મુજબ આ સ્પર્ધામાં ઘણી સારી એવી ધારાવાહિક વાર્તાઓ લખવામાં આવી હતી. પ્રેમ, હોરર, મિસ્ટ્રી, થ્રિલર, સામાજિક અને પારિવારિક ઉપરાંત પણ અન્ય શ્રેણી પર લેખકોએ સારી પકડ મેળવી હતી. વિવિધ પ્લોટ પર લખાયેલી વાર્તાઓ ખરેખર અદ્ભુત હતી. 

નિર્ણાયકોના શબ્દો, "સૌપ્રથમ દરેક ભાગ લેનાર લેખકોને અઢળક શુભેચ્છાઓ! તમારા ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ! આવી જ રસપ્રદ ધારાવાહિક લખીને આગળ પણ વાચકોને નવીન વાર્તાઓ પીરસતા રહેશો. આ સ્પર્ધામાં વિવિધ થીમમાં લખાયેલી અઢળક વાર્તાઓ વાંચીને અમને આનંદ થયો છે. જો કે, અમે કેટલીક સામાન્ય ભૂલો પણ નોંધી છે જે વાર્તા વાંચનમાં ખલેલ પાડે છે. લેખકોએ ચિન્હોના ઉપયોગ પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. ઉપરાંત યાદ રાખો, સારું લેખન એ સતત શીખવાની પ્રક્રિયા છે. એટલે સ્પર્ધા સિવાય પણ વાર્તાઓ લખતા રહેવી જરૂરી છે અને વાર્તા સાથે તમારું પ્રેઝન્ટેશન પણ એટલું જ મહત્વ ધરાવે છે. સતત પ્રયત્ન અને સમર્પણ દ્વારા, તમે ચોક્કસપણે નિપુણ લેખક બની શકશો."

દરેક 'સુપર રાઇટર'ને અમે બિરદાવીએ છીએ. સૌ વિજેતા લેખકોને અઢળક અભિનંદન!

નોંધ: વાચકોની પસંદ, નિર્ણાયકોની પસંદ અને 77+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર લેખકોને ઈનામ માટે જરૂરી વિગતો મેળવવા માટે [email protected] પરથી ઈમેલ મોકલવામાં આવેલ છે.

→ વાચકોની પસંદ (સુપર 7 ધારાવાહિક)

પસંદગીની રીત: સ્પર્ધાની તારીખ 2 જાન્યુઆરી, 2024 થી 7 મે, 2024 સુધીમાં ધારાવાહિકના પરફોર્મન્સ ડેટાના આધારે એટલે કે સ્પર્ધાના ડ્રાફ્ટમાં જણાવ્યા અનુસાર ધારાવાહિકમાંથી 'કુલ વાંચન સંખ્યા' અને 'શરૂઆતથી અંત સુધી વાચકોના જોડાણ' જેવી વગેરે બાબતોના આધારે સુપર 7 ધારાવાહિકની પસંદગી કરવામાં આવી છે.

હૉન્ટેડ હનીમૂન - કોમલ રાઠોડ અનિકા

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

સજન મારી પ્રીતડી - પંકજ જાની

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

ક્ષિતિજરેખા… પૃથ્વી અને આકાશનું અદ્ભુત મિલન - સ્વીટી મારકણા ક્રિષ્ણાક્ષી

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

ડાર્ક વેબ - નમ્રતા

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

Love, Lust & Shaadi!! - કુંજલ દેસાઈ કોયલ

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

મર્ડર @ રિવરફ્રન્ટ - જતીન પટેલ શિવાય

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

મારી જીંદગીનો ખલનાયક - સાંજ

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

→ નિર્ણાયકોની પસંદ (સુપર 7 ધારાવાહિક)

પસંદગીની રીત: ધારાવાહિક વાર્તાઓનું મૂલ્યાંકન કરતી વખતે નિર્ણાયકો દ્વારા ઘણા મુખ્ય પરિબળો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. વાર્તાની થીમ, લેખન શૈલી, પ્લોટ, પ્લોટનું બંધારણ, પાત્રો, વાર્તા દરમિયાન પાત્રોનો ગ્રોથ, સંવાદનું મહત્વ, સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે અને અન્ય વિવિધ બાબતો. આ બાબતોના આધારે માર્ક્સ અપાયા બાદ તમામ ધારાવાહિકમાંથી વાચકોની પસંદની ધારાવાહિક દૂર કરીને એક્સક્લુઝિવ ધારાવાહિક વાર્તાઓને અહીં સ્થાન આપવામાં આવ્યું છે.

ત્રિવેણી: એક અદભૂત સંગમ - Pinky Patel

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

ઝુમખી... - Shital malani શ્રી

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

વાસના એક અંત - Rajesh Parmar

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

મધુ-મીતા - અનાહિતા

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

પ્રેમ બંધન - ડો હિના દરજી શબ્દરંગ

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

કનક - Shesha Rana Mankad

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

જીવનસાથી - વિનિષા

(₹ 3000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

→ 77+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર લેખકો

77+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર દરેક લેખકને હાર્દિક અભિનંદન! પ્રતિલિપિ પ્લેટફોર્મ પર આવા અદ્દભુત લેખકો હોવાથી અમે પોતાને ભાગ્યશાળી ગણીએ છીએ. અમને ગર્વ છે અમારા એ તમામ લેખકો પર જે એમની આગામી ધારાવાહિકને એક નવી ચેલેન્જના રૂપમાં જુએ છે અને સતત આગળ વધવાનું લક્ષ્ય રાખીને લખે છે. 

ગુજરાતી ભાષામાં આ સ્પર્ધામાં પ્રકાશિત થયેલી સૌથી લાંબી ધારાવાહિક વાર્તાનું બિરૂદ પ્રાપ્ત કરનાર ધારાવાહિક વાર્તા: ધટનાક્રમ - અલ્પેશ ગાંધી વિવેક

77+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર અન્ય તમામ ધારાવાહિક વાર્તાઓની યાદી:

→ અન્ય ઉત્તમ ધારાવાહિક વાર્તાઓ

ઉપરોક્ત ધારાવાહિક વાર્તાઓ બાદ આ ધારાવાહિક પણ ઉત્તમ રહી છે. લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! અમે હવેની સ્પર્ધામાં આ લેખકોને વધુ ઉત્તમ ધારાવાહિક લખીને વિજેતા થતા જોવા આતુર છીએ!

નોંધ: એક અઠવાડિયાની અંદર સ્પર્ધાની ધારાવાહિક વાર્તાઓ પ્રતિલિપિ હોમપેજ બેનર પર શેર કરવામાં આવશે અને ડિજિટલ પ્રમાણપત્ર તથા રાજપત્ર [email protected] પરથી લેખકોને પ્રાપ્ત થશે.

આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!

--> અહીં ક્લિક કરીને ભાગ લો: સુપર રાઇટર્સ એવોર્ડ - 8

--> અહીં ક્લિક કરીને ભાગ લો: પ્રતિલિપિ ક્રિએટર્સ રાઈટીંગ ચેલેન્જ