pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

'સુપર રાઇટર્સ એવોર્ડ - 9'માં 100+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર લેખકો

05 મે 2025

'સુપર રાઇટર્સ એવોર્ડ - 9'માં 100+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર લેખકો

લેખકમિત્રો, જેમ તમે જાણો છો, સુપર રાઇટર્સ એવોર્ડ - 9 સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ મહાસ્પર્ધામાં જે લેખકોએ 100 કે વધુ ભાગની ધારાવાહિક નવલકથા લખીને સફળતાપૂર્વક ભાગ લીધો છે તેમના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે આ સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ.

100+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર દરેક લેખકને હાર્દિક અભિનંદન!

100 કે વધુ ભાગની નવલકથા લખવી એ મોટો પડકાર હતો. સમય, યોગ્ય પ્લોટ, આયોજન, લેખનમાં શિસ્ત આ બધું મળીને 100+ ભાગની રસપ્રદ નવલકથા લખવા માટે લેખકોને હાર્દિક અભિનંદન! તમારો લેખન પ્રત્યેનો પ્રેમ તમારી આ મહાસિદ્ધિ વર્ણવે છે!

પ્રતિલિપિ પ્લેટફોર્મ પર આવા અદ્દભુત લેખકો હોવાથી અમે પોતાને ભાગ્યશાળી ગણીએ છીએ. અમને ગર્વ છે અમારા એ તમામ લેખકો પર જે એમની આગામી ધારાવાહિકને એક નવી ચેલેન્જના રૂપમાં જુએ છે અને સતત આગળ વધવાનું લક્ષ્ય રાખીને લખે છે. અમને વિશ્વાસ છે કે લેખકોનું લેખન પ્રત્યેનું સર્વોચ્ચ સમર્પણ, જુસ્સો અને સખત મહેનત ભવિષ્યમાં એમનું નામ અવશ્ય મોટું કરશે.

આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

100 કે તેથી વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ ધારાવાહિક નવલકથા લખનાર અન્ય તમામ લેખકોની યાદી:

 


'સુપર રાઇટર્સ એવોર્ડ - 9'માં નવા ઉભરતા લેખકો (પ્રતિલિપિ સ્ટાર્સ)

લેખકમિત્રો, જેમ તમે જાણો છો, સુપર રાઇટર્સ એવોર્ડ - 9 સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ મહાસ્પર્ધામાં આપણા નવા ઉભરતા લેખકો (પ્રતિલિપિ સ્ટાર્સ) માટે અમે આ સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ.

નવા ઉભરતા અમારા પ્રતિલિપિ સ્ટાર્સ લેખકોને હાર્દિક અભિનંદન!

લાંબી ધારાવાહિક વાર્તા લખવી એ નાની વાત નથી, પરંતુ લેખન જગતમાં સફળતા મેળવવા લાંબી ધારાવાહિક લખવી અતિ આવશ્યક છે અને જ્યારે એમાં પ્રથમ વખત 70+ ભાગની લાંબી ધારાવાહિક તમે લખી છે ત્યારે એ ડગલું મોટી સિદ્ધિ છે! સ્પર્ધાના સમયગાળામાં એક નવી વાર્તા શરુ કરીને એને યોગ્ય અંત આપીને નવા ઉભરતા અમારા પ્રતિલિપિ સ્ટાર્સ લેખકોને હાર્દિક અભિનંદન!

 

પ્રથમ વખત 70+ ભાગની વિશિષ્ટ ધારાવાહિક નવલકથા લખનાર તમામ પ્રતિલિપિ સ્ટાર્સની યાદી: 


વાચકોને મનગમતી વાર્તાઓ:- 

આ વર્ષની સ્પર્ધામાં અમને ઘણી એવી વાર્તાઓ વાંચવા મળી જે વાચકોને ખૂબ જ ગમી. આ વાર્તાઓના લેખકોને અમે તેમની આ સફળતા માટે અભિનંદન આપીએ છીએ. તેમની લખવાની રીત અને વાચકોને પોતાની વાર્તા સાથે જોડી રાખવાની આવડત ખરેખર વખાણવા લાયક છે.

ઉપરના તમામ વિજેતા લેખકમિત્રોને [email protected] / [email protected] પરથી તેમના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર આવનારા દિવસોમાં મેઈલ પ્રાપ્ત થશે. અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો!

આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!

 

--> અહીં ક્લિક કરીને ભાગ લો: સુપર રાઇટર્સ એવોર્ડ - 10