pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ: સુપર રાઇટર્સ એવોર્ડ - 10

14 ઓકટોબર 2025

લેખકોની મનપસંદ સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ'ની સીઝન 10 નું પરિણામ જાહેર કરતા અમને અત્યંત ગર્વ મહેસુસ થઈ રહ્યો છે!

આ સ્પર્ધા થકી અઢળક લેખકો લેખન જગતમાં આગળ આવ્યા છે. આ સ્પર્ધાએ લેખકોને વાચકો, ફોલોઅર્સ ઉપરાંત લાંબી ધારાવાહિક વાર્તા લખીને મહિને નિયમિત આવક મેળવતા કર્યા છે. આ સ્પર્ધાને આટલો પ્રેમ આપવા બદલ તમામ લેખકોનો હૃદયપૂર્વક આભાર! દરેક 'સુપર રાઇટર'ને અમે બિરદાવીએ છીએ. સૌ લેખકોને અઢળક અભિનંદન!

નિર્ણાયકોના શબ્દો:

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અમને મળેલી 100થી વધુ વિવિધ પ્રકારની નવલકથાઓ વાંચીને ઘણો આનંદ થયો. સાયન્સ ફિક્શન, પ્રેમ, સામાજિક બંધનો, રહસ્યમય, ભૂતપ્રેત અને વિવિધ ઘણી શૈલીઓમાં લેખકોએ સરસ પ્રયાસ કર્યા. આ બધી જ નવલકથાઓનું મૂલ્યાંકન કરતી વખતે અમે ઘણાં મુખ્ય પરિબળોને ધ્યાનમાં રાખ્યા છે, જેમ કે, નવલકથાનું બંધારણ, શૈલી, લખાણની પદ્ધતિ, પાત્રો, પાત્રોની મજબૂતી, ભાષા, વ્યાકરણ, સંવાદો, સંવાદોની પ્રતિબદ્ધતા, સળંગપણું અને રસની જાળવણી. વાચકને જકડી રાખે એવી શૈલી જળવાઈ રહેવી એ મહત્ત્વનું પાસું છે. આગળ વાંચવા માટેનો રોમાંચ સતત જળવાઈ રહે એ પણ એક મહત્ત્વપૂર્ણ પાસું છે.

બધી નવલકથાઓ વાંચીને અમુક સામાન્ય ભૂલો પણ અમારા ધ્યાને આવી છે, જે વાર્તાને મજબૂત અને અસરકારક વાર્તા બનવામાં ક્યાંક અવરોધરૂપ છે. વાર્તા સામાન્ય રીતે ભૂતકાળમાં હોવી જોઈએ. એક રાજા હતો! - નહિ કે, એક રાજા છે. તે આવું કરી રહ્યો છે. તેણે આવીને કહ્યું છે. - આ અયોગ્ય છે, જે વાંચનમાં ખલેલ પાડે છે.

ઉપરાંત અંગ્રેજી અથવા હિન્દી શબ્દોનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો, અથવા એવો કરવો કે ભાષાનો પ્રવાહ જળવાઈ રહે. અન્ય પ્રદેશના વ્યક્તિની વાત હોય ત્યારે જો બીજી ભાષાનો પ્રયોગ અનિવાર્ય હોય, તો પણ વાર્તા ગુજરાતીમાં હોવાથી તે ગુજરાતીમાં હોવું જરૂરી છે. આપણે અન્ય દેશની ફિલ્મ જોતા હોઈએ તો પણ એ હિન્દીમાં હોય તો તમામ પાત્રો હિન્દીમાં વાત કરતા હોય કારણ કે હિન્દી ઓડિયન્સ એ ફિલ્મ જોવે છે, એ વાત વાર્તા લખવામાં પણ જરૂરી છે. સંવાદમાં વિરામચિહ્નો અને સંકેતોનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં ન આવ્યો હોય તો સંવાદનો અર્થ બદલાઈ શકે છે; આ બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

અમારા મૂલ્યાંકનના આધારે ચર્ચા-વિચારણા કરીને અમને આ સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે. ફરી એક વખત સૌ લેખક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન! ઘણું ઘણું લખતાં રહો, સવાયું લખતાં રહો એવી શુભેચ્છાઓ!

સુપર રાઈટર્સ ઍવોર્ડ - 10 ની વિજેતા ધારાવાહિક નવલકથાઓ:

1. ઑપરેશન મત્સ્યવેધ – જતીન પટેલ

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

2. નાદાન – નમ્રતા

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

3. રક્તબંધન – Jignya Rajput

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

4. મારો ખજાનો કોના ગજાનો – ગિરીશ મેઘાણી

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

5. પરંપરા – Shilpa Rathod

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

6. પ્રોસ્ટિટ્યૂશન – નિમિષા શાહ

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

7. કાળનું પરિભ્રમણ – પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

(₹2000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

8. તમસો મા – મનીષા પંકજ

(₹2000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

9. રક્તરંજિત સિંહાસન – Ajay Chavda

(₹2000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

10. અદ્રશ્ય બંધન – Aparna Parth Rajani

(₹2000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

ટોપ 11–25 વિજેતા ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વનો નથી)

• રૂપાળી સોનલ – મનસુખભાઈ મીસ્ત્રી

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• આયખાનું ઇન્દ્રધનુષ – Bharti Velani

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• વિહંગી વ્યોમા – Maulik Vasavada

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• તન વર્સીસ મન – સંધ્યા દવે

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• પાકીઝા – Swati Shah

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• એલિયન મમી – Mittal Shah

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• કહ્યું વિનાનો પ્રેમ!! – Shuchi Thakkar

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• કમિશનર રિધિમાં – Parul Davda

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• જૂની આંખે નવા ચશ્મા – પલ્લવી ઓઝા

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• અંતઃ અસ્તિ પ્રારંભ – Chandani Shah

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• નકાબ – નમ્રતા

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• સુન સાથિયા – હિમાની વી. સોની

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• તેજસ્વી: અ વર્કિંગ વુમન – અનાહિતા

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• Framed Vows – Nidhi S

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

• Chhu Kar Mere Man Ko – Payal Parmar

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ + ઇમેઇલ દ્વારા વિજેતા પ્રમાણપત્ર + ખાસ લેટર પ્રતિલિપિ ટીમ તરફથી)

અન્ય ઉત્તમ ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વનો નથી )

નોંધ: ચાર અઠવાડિયાના અંદર સ્પર્ધાની ધારાવાહિક વાર્તાઓ અમારા ફેસબુક પેજ અને પ્રતિલિપિ હોમપેજ બેનર પર શેર કરવામાં આવશે. ઉપરના તમામ વિજેતા લેખકમિત્રોને [email protected] પરથી તેમના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલા ઈમેલ આઈડી પર આવનારા દિવસોમાં ઈમેલ પ્રાપ્ત થશે. અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો!

આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારી કલમ આવું જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!

શુભેચ્છાઓ,
ટીમ પ્રતિલિપિ