pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

'સુપર રાઇટર એવોર્ડ' માં 60 ભાગની ધારાવાહિક પૂર્ણ કરવાની સરળ રીત

21 ઓગસ્ટ 2023

નમસ્તે લેખકમિત્ર,

 

પ્રતિલિપિ દ્વારા ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ' માં 60 કરતાં વધુ ભાગમાં લખવામાં આવેલી એક નવલકથા તમારું જીવન બદલી શકે છે. તો ઉપાડો કલમ અને થઈ જાઓ તૈયાર આકર્ષક કેશ પ્રાઈઝ, ઈનામો અને અઢળક લોકપ્રિયતા મેળવવા માટે!

 

નીચે આપેલી 6 ટિપ્સની મદદથી તમે સરળતાથી 60+ ભાગની ધારાવાહિક પૂર્ણ કરી શકશો:

 

1. કાચો પ્લોટ તૈયાર કરો: તમારી નોટમાં 1-2 વાક્યોમાં પ્લોટ લાઈન લખો, જેના પર તમે વાર્તા લખવા માંગો છો. એટલે વાર્તા બીજ તૈયાર કરો. નવી વાર્તા માટે કોઈ ન્યુઝપેપર આર્ટિકલ/ TV ન્યુઝ/ રોજિંદા જીવનમાં બનતી કોઈ ઘટના/ સોશિયલ મીડિયા પોસ્ટ/ પ્રતિલિપિ પર વાચકોએ આપેલા પ્રતિભાવો પરથી પ્રેરિત હોઈ શકે.

 

2. ધારાવાહિકનો ટૂંકો સારાંશ તૈયાર કરો: પ્લોટ પરથી વાર્તાનો અડધા પેજ જેટલો ટૂંકો સારાંશ તૈયાર કરો. વાર્તા ક્યાંથી શરુ થઈને ક્યાં પૂર્ણ થશે તેની રૂપરેખા ઘડો. વાર્તાના એવા મહત્વના પાત્રો વિશે વિચાર કરો જે વાર્તાને આગળ લઈ જવામાં જરૂરી હોય.

 

3. મુખ્ય પાત્રો ઘડો: અમુક પ્રશ્નો પૂછીને વાર્તાના મુખ્ય પાત્રો તૈયાર કરો. તેઓ ક્યાં રહે છે? તેમના જીવનમાં મુખ્ય સંઘર્ષ શું છે? તેમનો સ્વભાવ કેવો છે? તેમની તાકાત અને નબળાઈઓ શું છે? વાર્તાને મજબૂત બનાવવા માટે અન્ય ક્યા-ક્યા પાત્રો જરૂરી છે? વગેરે.

 

4. વાર્તા દરમિયાન બનતી મુખ્ય ઘટનાઓ: તમે તૈયાર કરેલા સારાંશ અને પાત્રો પરથી વાર્તાની શરૂઆતથી અંત સુધી કઈ મુખ્ય ઘટનાઓ બનશે તેના વિશે વિચાર કરો.

ઘટનાઓના ક્રમ નક્કી કરવા માટે 1,2,3,4 નંબર આપીને શરૂઆતથી અંત સુધી નોંધ કરો. કેવળ એક વાક્યમાં ઘટનાઓ સમજાય એવી રીતે ટૂંકમાં નોંધ કરો. 

 

5. ધારાવાહિકને ભાગોમાં વિભાજીત કરો: હવે સમય છે, સ્પર્ધા માટે તમારી 60 ભાગોની ધારાવાહિકને તૈયાર કરવાનો! આખી ધારાવાહિકના કુલ 6 ભાગ બનાવો અને દરેક ભાગમાં મુખ્ય ઘટનાઓને વિભાજીત કરો.

1-10 ભાગ

11-20 ભાગ

21-30 ભાગ 

31-40 ભાગ 

41-50 ભાગ

51-60 ભાગ

આ દરેક ભાગમાં મુખ્યત્વે કઈ ઘટનાઓ બનશે તેની 1-2 વાક્યોમાં ટૂંકમાં નોંધ કરો.

 

6. દરેક ભાગ માટે નોટ્સ તૈયાર કરો: હવે તમારી ધારાવાહિક લગભગ તૈયાર છે! તમે ધારાવાહિકની ઘટનાઓને કુલ 6 ભાગમાં વિભાજીત કરી દીધી છે. હવે દરેક સિંગલ ભાગની રૂપરેખા તૈયાર કરીશું.

દરેક ભાગની અંદર કઈ ઘટનાઓ બનશે તેની રફ નોટ્સ તૈયાર કરો. જેમકે,

ભાગ 1 -

ભાગ 2 -

ભાગ 3 -

ભાગ 4 -

વગેરે…

*******************************

 

આ રીતે સમગ્ર પ્લાનિંગ કરવા માટે આશરે 2-3 દિવસનો સમય લાગશે. વાર્તા લખવાની શરૂઆત કરતા પહેલાં આ રીતે તૈયારી કરવાથી લેખન ઘણું સરળ બની જાય છે. તમે જયારે 'સુપર રાઇટર એવોર્ડ' માટે વાર્તા પ્રકાશિત કરવાની શરૂઆત કરશો ત્યારે દરેક ભાગની રૂપરેખા તૈયાર હોવાથી વગર કોઈ મૂશ્કેલીએ લખી શકશો. તમે અગાઉથી નોટ્સ તૈયાર કરેલી હશે એટલે વાર્તાની વચ્ચે વિચારોની ઉણપ પણ નહીં આવે. 

 

સરળતાપૂર્વક ધારાવાહિક લેખનના દરેક તબક્કા નીચેની લિંક્સ દ્વારા જાણો:

 

1. પ્રતિલિપિ હંમેશા લાંબી ધારાવાહિક લખવા કેમ કહે છે?

2. લાંબી ધારાવાહિક માટે પ્લોટ કેવી રીતે વિકસાવવો

3. પાત્રો અને સબ-પ્લોટ કેવી રીતે વિકસાવવા

4. પ્રેમ/રોમાન્સ શ્રેણીમાં કેવી રીતે લખવું?

5. ફેમિલી ડ્રામા થીમ, સામાજિક શ્રેણી, સ્ત્રીવિષયક શ્રેણીમાં કેવી રીતે લખવું?

6. રહસ્ય શ્રેણી, ફેન્ટસી શ્રેણી, હોરર શ્રેણીમાં કેવી રીતે લખવું?

7. થ્રિલર શ્રેણીમાં કેવી રીતે લખવું?

8. વાર્તા લેખનમાં દ્રષ્ટિકોણ, ઘટનાઓ - તેનો ક્રમ અને પ્લોટ હોલ્સ

9. ભાગોનું વિભાજન અને સીન/દ્રશ્ય લેખન

10. સંવાદ (ડાયલોગ્સ) અને પ્રથમ ભાગને કેવી રીતે લખવો?

11. હૂક એટલે શું? કેવી રીતે ઉમેરવું? પ્લોટ ટ્વિસ્ટ અને વાર્તાનો અંત કેવી રીતે કરવો?

12. વિવિધ લાગણીઓ કેવી રીતે લખવી?

13. લોકપ્રિય વાર્તાઓ અને તેના ભાગોનું એનાલિસિસ/વિશ્લેષણ

14. વાચકોને કેવી રીતે આકર્ષવા? પ્રમોશન કેવી રીતે કરવું?

15. વાર્તા લખતી વખતે જોવા મળતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો (બ્લોક/સ્ટ્રેસ/સમય)

16. લેખન શેડ્યૂલ કેવી રીતે કરવું?

17. પુનરાવર્તન, વિવિધ શ્રેણીની સમજ, લાંબી ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ફાયદા

 

અમારા દ્વારા તૈયાર કરેલ આ ટિપ્સનો એકવાર ઉપયોગ જરૂર કરશો! ધારાવાહિક લેખનની સમગ્ર પ્રક્રિયા તમારા માટે એકદમ સરળ બની જશે. અમને વિશ્વાસ છે કે તમે 60 ભાગની ધારાવાહિક જરૂર ઘડી શકશો!

  

આજે જ સ્પર્ધામાં લખવાની શરૂઆત કરો!

 

ઓલ ધ બેસ્ટ!

પ્રતિલિપિ સ્પર્ધા વિભાગ