pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ: સુપર રાઇટર્સ એવોર્ડ - 8

17 ഡിസംബര്‍ 2024

લેખકોની મનપસંદ સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ'ની સીઝન 8નું પરિણામ જાહેર કરતા અમને અત્યંત ગર્વ મહેસુસ થઈ રહ્યો છે! 

આ સ્પર્ધા થકી અઢળક લેખકો લેખન જગતમાં આગળ આવ્યા છે. આ સ્પર્ધાએ લેખકોને વાચકો, ફોલોઅર્સ ઉપરાંત લાંબી ધારાવાહિક વાર્તા લખીને મહિને નિયમિત આવક મેળવતા કર્યા છે. આ સ્પર્ધાને આટલો પ્રેમ આપવા બદલ તમામ લેખકોનો હૃદયપૂર્વક આભાર! દરેક 'સુપર રાઇટર'ને અમે બિરદાવીએ છીએ. સૌ લેખકોને અઢળક અભિનંદન!

નિર્ણાયકોના શબ્દો:

પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે, અમને મળેલી 150+ ધારાવાહિક નવલકથાઓની ગુણવત્તા જોઈને અમે ઘણા પ્રભાવિત થયા. પ્રેમ, રહસ્ય, થ્રિલર, હોરર, સામાજિક 'ને વિવિધ ઘણી શૈલીઓમાં લેખકોએ એમની સર્જનાત્મકતા અને કલ્પનાને પાંખો આપી. આટલી વિવિધ નવલકથાઓ વાંચવી એ જ અમારા માટે લહાવો હતો. 

80+ ભાગની ધારાવાહિક નવલકથા લખવી એ અદ્દભુત સિદ્ધિ છે. આ તમામ નવલકથાઓનું મૂલ્યાંકન કરતી વખતે અમે ઘણા મુખ્ય પરિબળો પર ધ્યાન આપ્યું. નવલકથાની થીમ, લેખન શૈલી, પ્લોટ, પ્લોટનું બંધારણ, પાત્રો, નવલકથા દરમિયાન પાત્રોનો ગ્રોથ, સંવાદનું મહત્વ, સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે અને અન્ય વિવિધ બાબતો. 

વધુમાં અમે એવી નવલકથાઓ શોધી રહ્યા હતા જેમાં મૌલિકતા અને એક વાચક તરીકે અમને આગળના ભાગ વાંચવા જકડી રાખવાની ક્ષમતા વધુ હોય! કારણ કે જો તમારી નવલકથામાં આગળના ભાગમાં શું થશે એ જાણવાની ઉત્સુકતા વધે તેવું લખાણ હોય તો તે નવલકથા એક ઉત્તમ નવલકથા આપોઆપ બની જાય છે. 

જોકે, અમે કેટલીક સામાન્ય ભૂલો પણ નોંધી છે જે વાર્તા વાંચનમાં ખલેલ પાડે છે. કેટલીક નવલકથાઓમાં અંગ્રેજી શબ્દોનો અતિરેક જોવા મળ્યો. આજના સમયમાં અંગ્રેજી શબ્દોનો ક્યાંક ઉપયોગ સામાન્ય છે પરંતુ શક્ય એટલું ગુજરાતી લખવું એ આપણી જવાબદારી છે. તમે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો શોધીને તમારી વાર્તાને વધુ સુંદર બનાવી શકો છો. આ ઉપરાંત, ટાઇપિંગમાં થતી ભૂલો, ખાસ કરીને શ, ષ, સ જેવા અક્ષરોના ઉપયોગ પર ધ્યાન આપો. વિરામચિહ્નોના યોગ્ય ઉપયોગથી વાક્યોનો અર્થ સ્પષ્ટ થાય છે, તમારી વાર્તા સાથે તમારા લખાણનું ફોર્મેટિંગ અને સ્પેસિંગ પણ મહત્વ ધરાવે છે, તેથી તેના પર પણ ધ્યાન આપશો.

અમારા મૂલ્યાંકનના આધારે ચર્ચા કરીને અમને આ સ્પર્ધાની વિજેતા નવલકથાઓની ઘોષણા કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે! લાંબી છતાં રસપ્રદ ધારાવાહિક નવલકથા લખીને અહીં પરિણામમાં સ્થાન મેળવનાર તમામ લેખકોને હાર્દિક અભિનંદન! તમામ લેખકો ખરેખર પ્રશંસાને પાત્ર છે!

‘સુપર રાઇટર્સ એવોર્ડ - 8’ની વિજેતા ધારાવાહિક નવલકથાઓ:

1. નમ્રતા - બત્રીસ લક્ષણિ

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

2. Shital Malani - સાસુ: સહેલી કે પહેલી?

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

3. Jimisha Patel - સંજોગથી બની સંગિની

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

4. હેતલ મહેતા - રાજમાતા

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

5. J L Rajput - નફરત: પ્રેમનું પ્રથમ પગથિયું

(₹5000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

6. Hemang Barot - રક્તબીજ

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

7. Real - ઝૂટીંગ

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

8. ડો હિના દરજી - પેસમેકર

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

9. રાકેશ ઠાકર - દોટ: રિવેંજ ફોર નેશન

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

10. Hemali Ponda - એ કોણ છે?

(₹3000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

11. Maulik Vasavada - આશા એ. આઈ

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

12. Harshali ⁠- મિસ્ટ્રી બુક: અ લવ સાગા

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

13. ગિરીશ મેઘાણી - મૃત્યુંજય મહારાજનું મોત

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

14. Kinjalba chauhan - અલૌકિક શક્તિ

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

15. Richa Modi - માય હેન્ડસમ શેફ: સ્પાઈસી લવ સ્ટોરી

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

16. Pinky Patel - અનુષ્કોણ

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

17. Hima Patel હિમ - બદલાયેલો ચહેરો

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

18. પંકજ જાની - સરગમ

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

19. Rajesh Parmar - અઘોર નગારા

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

20. Pirate Patel Prit Z - મિસ્ટી

(₹1000 ઈનામી રકમ + ખાસ એવોર્ડ ઘરે મોકલવામાં આવશે + વિજેતા પ્રમાણપત્ર)

ટોપ 50માં સ્થાન મેળવનાર અન્ય વિજેતા ધારાવાહિક નવલકથાઓ (ક્રમ મહત્વના નથી):

નોંધ: ચાર અઠવાડિયાની અંદર સ્પર્ધાની ધારાવાહિક વાર્તાઓ અમારા ફેસબુક પેજ અને પ્રતિલિપિ હોમપેજ બેનર પર શેર કરવામાં આવશે અને ઉપરના તમામ વિજેતા લેખકમિત્રોને [email protected][email protected] પરથી તેમના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર આવનારા દિવસોમાં મેઈલ પ્રાપ્ત થશે. અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો!

આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!

--> અહીં ક્લિક કરીને ભાગ લો: સુપર રાઇટર્સ એવોર્ડ - 9

--> અહીં ક્લિક કરીને ભાગ લો: પ્રતિલિપિ ક્રિએટર્સ ચેલેન્જ