pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિલિપિ પર વધુ ભાગો સાથે લાંબી ધારાવાહિક લખવાના ફાયદાઓ:

23 નવેમ્બર 2022

નમસ્તે લેખકમિત્ર, 

આશા છે, કુશળ હશો! આજે આપણે પ્રતિલિપિ એપ્લિકેશનમાં વધુ ભાગો સાથે લાંબી ધારાવાહિક લખવાના તમામ સંભવિત અને અદભૂત ફાયદાઓની ચર્ચા કરીશું. 

ધારાવાહિક લખવામાં ઘણો સમય, ધીરજ અને વાર્તા કહેવાની અસાધારણ કુશળતાની જરૂર પડે છે. એક લેખક તરીકે તમે વિચારતા હશો કે તમે તમારો સમય આપીને પ્રતિલિપિ એપ્લિકેશનમાં લાંબી ધારાવાહિક લખો તો તમને બદલામાં શું મળશે. આ લેખ તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે અને તમને આ અંગે 100% સ્પષ્ટતા આપશે.



પ્રતિલિપિ પર લાંબી ધારાવાહિક આપનું જીવન બદલી શકે છે: જાણો કેવી રીતે? 

(આખો લેખ ધ્યાનપૂર્વક વાંચશો, તમને ઘણી ઉપયોગી માહિતી જાણવા મળશે.)



1. જો તમે પ્રતિલિપિ પર એક લોકપ્રિય લેખક બનવા ઈચ્છો છો, તો લેખનને તમારી કારકિર્દી બનાવો અને 20000+ લેખકોની જેમ તમારા સાહિત્ય સર્જનમાંથી રોયલ્ટી કમાવવાનું શરૂ કરો - આ માટેનો એકમાત્ર ઉપાય લાંબી ધારાવાહિક લેખન છે!

 

2. પ્રતિલિપિ એપનું અલ્ગોરિધમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે વાચકોના ઉપકરણોમાં લાંબી ધારાવાહિકને આપમેળે વધુ દૃશ્યતા (વિઝીબિલિટી) આપે છે. વધુ દૃશ્યતા એટલે નવા વાચકો અને ફોલોઅર્સ મેળવવાની વધુ તકો! 

 

3. ઉપરનો મુદ્દો ફરી વાંચો. જો તમારી પાસે પ્રતિલિપિમાં ગોલ્ડન બેજ નથી, તો તેને મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે આજે જ એક લાંબી ધારાવાહિક લખવાનું શરૂ કરો! તમે જોશો કે વાચકોમાં તમારી લોકપ્રિયતા કેટલી જાદુઈ રીતે વધે છે. 

 

4. લાંબા સાહિત્યમાં વાચકોને જકડી રાખવાની ક્ષમતા છે. એકવાર વાચકો તમારી લાંબી ધારાવાહિક વાંચવાનું શરૂ કરે, તેઓ અંત સુધી તમામ ભાગો વાંચતા રહે છે. આમ તેઓ તમારી પ્રોફાઇલમાં વધુ સમય વિતાવે છે અને તમારી એકંદરે વાચકોની સંખ્યા વધે છે.

 

5. ઉપરોક્ત કારણસર, તમારી વાર્તાને જેટલી વધુ વાંચવામાં આવશે તેટલી વધુ તેને એપ્લિકેશન હોમપેજ પર દર્શાવવાની વધુ સારી તક મળશે. એકવાર તે થઈ જાય, પછી તમે જોઈ શકશો કે એક સાથે હજારો વાચકો તમારી પ્રોફાઇલની મુલાકાત લેશે.  

 

6. તમારી નવલકથા માટે તમારી પાસે જેટલા વધુ ભાગો હશે, તમને વાચકો તરફથી વધુ પ્રેમ મળશે અને તમને વધુ સ્ટીકર્સ મળશે.

 

7. જો તમારી લાંબી પૂર્ણ ધારાવાહિક પ્રીમિયમ હેઠળ મૂકવામાં આવે છે, તો વાચકો ઉત્સુકતાથી સિક્કા દ્વારા લૉક કરેલા ભાગોને અનલૉક કરશે તેવી શક્યતા વધુ છે. તેથી તમારી કમાણી વધે છે.

 

8. જ્યારે ગોલ્ડન બેજ લેખકો રોમાંચક અને આકર્ષક લાંબી ધારાવાહિક લખવાનું શરૂ કરે છે, ત્યારે તેમની પાસે સુપરફેન સબ્સ્ક્રાઇબર્સ મેળવવાની પુષ્કળ તકો હોય છે જે ફક્ત તમારી વાર્તા વાંચવા માટે ચૂકવણી કરે છે. સ્વાભાવિક છે કે આનાથી પણ તમારી આવકમાં ફાયદો થાય છે. 

 

9. પ્રતિલિપિ ટીમ હંમેશા પ્રીમિયમ વિભાગ માટે 60/80/100+ કરતા વધુ ભાગો સાથે લોકપ્રિય લાંબી ધારાવાહિકની શોધી રહી છે. જો તમે લાંબી ધારાવાહિક લખો અને તે લોકપ્રિય બને, તો અમારી ટીમ તમારી વાર્તાની સમીક્ષા કરશે, તમારો સંપર્ક કરશે અને તમારી વાર્તાને પ્રીમિયમ વિભાગમાં મૂકશે તેવી સંભાવના ઘણી વધુ છે. એકવાર તમારી રચના પ્રીમિયમ વિભાગમાં જાય, પછી તમે આજીવન દર મહિને સબસ્ક્રિપ્શનમાંથી રોયલ્ટી મેળવશો! છે ને મહત્વની વાત? 

 

10. ધારો કે તમારી રચના ભવિષ્યમાં પ્રીમિયમ વિભાગમાં લેવામાં આવશે અને પ્રીમિયમ રીડર તમારી રચના વાંચે છે. આ સ્થિતિમાં તમારી ધારાવાહિકના જેટલા વધુ ભાગો હશે, તેટલી જ તમારી સબસ્ક્રિપ્શનમાંથી કમાણી થશે - માત્ર તમારી રચનાની લંબાઈને કારણે!

11. પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં હજારો રચનાઓ છે. પરંતુ ડેટા કહે છે કે લાંબી ધારાવાહિક રચનાઓ કે જેમાં 100+થી વધુ ભાગો છે તે અદભૂત કામ કરે છે અને તેમાં સૌથી વધુ ક્લિક્સ મળે છે. વાચકો આ રચનાઓ સૌથી વધુ વાંચી રહ્યા છે અને આ લેખકોને નિયમિત રોયલ્ટીની સૌથી વધુ રકમ મળી રહી છે.   

 

12. અહીં મજાની વાત એ છે કે જો તમે સતત લાંબી ધારાવાહિક લખતા રહેશો, તો તમારી રચનાને વાચકોના ઉપકરણોમાં વધુ સારી રીતે દૃશ્યતા મળશે. આ કારણે, ઘણા બધા પ્રીમિયમ વાચકો પણ તમારી પ્રોફાઇલની મુલાકાત લેશે, તમારી ચાલુ ધારાવાહિકના લૉક કરેલા ભાગોને અનલૉક કરશે અને રચના વાંચશે. તમને મહિનાના અંતે આ માટે રોયલ્ટીની વધારાની રકમ પ્રાપ્ત થશે. 

 

13. જો તમારી લાંબી ધારાવાહિક પ્લેટફોર્મ પર લોકપ્રિય બને છે, તો પ્રતિલિપિ આઈપી ટીમ દ્વારા તમારી રચના માટે કરાર કરવાની સંભાવના ઘણી વધી જાય છે. અમારી IP ટીમ અમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ શ્રેષ્ઠ રચનાઓ શોધી રહી છે અને લેખક પાસેથી તે રચનાના કૉપિરાઇટ ખરીદે છે. બદલામાં લેખકને કાનૂની કરાર અને યોગ્ય રકમ પણ ચૂકવવામાં આવે છે.  

 

14. અમારી IP ટીમ પણ હંમેશા તમામ રસપ્રદ રચનાઓ પર ધ્યાન આપે છે. પ્રેક્ષકોને સાહિત્ય સ્વરૂપે જે રચનાઓ પસંદ આવી હોય તેને ઓડિયોબૂક કે કોમિક સ્વરૂપે રજૂ કરવા માટે IP ટીમ દ્વારા આપની રચના પસંદગી પામી શકે છે. જેમાં પણ આપ નિયમિત આવક મેળવી શકો છો.    

 

___________________________

 

ટૂંકમાં, હાલમાં જો તમે એક લેખક તરીકે ઝડપથી સફળ થવા ઈચ્છો છો અને ભારતના સૌથી મોટા ડિજિટલ પબ્લિશિંગ પ્લેટફોર્મ- પ્રતિલિપિ પર લેખન કારકિર્દી બનાવવા ઈચ્છો છો, તો લાંબી ધારાવાહિક લખવી એ એકમાત્ર રસ્તો છે!

 

તેથી અત્યારે જ અનેક ટૂંકી વાર્તાઓ લખવાને બદલે, અમે સૂચવીએ છીએ કે તમે આજે જ 1 અથવા 2 ખરેખર લાંબી ધારાવાહિક લખવાનું શરૂ કરો, પ્લોટ, સબપ્લોટ, પાત્રો બનાવવા માટે તમારો સમય ફાળવો અને 100+ ભાગોથી આગળ વધવાનો પ્રયાસ કરો.



પ્રતિલિપિ દ્વારા આયોજિત તમામ ઇવેન્ટ્સનું આયોજન પ્રતિલિપિ એપ પર વાચકોની પસંદ ધ્યાનમાં રાખીને તે અનુસાર કરવામાં આવે છે. જો તમે હાલમાં ચાલી રહેલી તમામ ઇવેન્ટ્સમાં ભાગ લો છો અને સ્પર્ધાના નિયમો અનુસાર ધારાવાહિક લખો છો, તો તે તમને ભવિષ્યમાં ઘણી રોમાંચક રીતે લાભ આપી શકે છે. માત્ર આકર્ષક કેશ પ્રાઇઝ અને પ્રમાણપત્રો જ નહીં, પણ તમે લેખન સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક લાંબા ગાળાના લાભ અને નિયમિત આવક જેવી તકોનો આનંદ લઈ શકો છો.

 

પ્રતિલિપિની હાલની તમામ સ્પર્ધાઓ વિશે જાણવા અહીં ક્લિક કરો:

https://gujarati.pratilipi.com/event 

 

આપને હજુ પણ કોઈ સમસ્યા કે મૂંઝવણ જણાય તો [email protected]પર અમારો સંપર્ક કરશો. 

 

આપની આગામી અનોખી ધારાવાહિકની પ્રતિક્ષામાં, 

 

પ્રતિલિપિ સ્પર્ધા વિભાગ