1. રસપ્રદ ધારાવાહિક: સુપર સક્રિય બનીને ધ્યાનમાં રાખો કે તમારી પ્રોફાઇલમાં હંમેશા ઓછામાં ઓછી એક લાંબી ધારાવાહિક શરુ હોય! પ્રતિલિપિમાં ડેટા એનાલિસિસ પરથી એ સ્પષ્ટ છે કે 100+ ભાગ અને દરેક ભાગમાં ઓછા ઓછા 1000 શબ્દો સાથેની ધારાવાહિક વાર્તા સૌથી વધુ વાચકો, સૌથી વધુ ફોલોઅર્સ અને સૌથી વધુ આવક મેળવવામાં મોખરે રહી છે.
2. વિઝિબિલિટીમાં વધારો: શું મારે અમુક ભાગ પ્રકાશિત કરીને કે એક ધારાવાહિક પૂર્ણ કરીને રાહ જોવી જોઈએ કે પ્રતિલિપિ મને વાચકો આપશે કે નહીં? બિલકુલ નહીં! પ્રતિલિપિ પર હજારો વાચકો છે અને તેમની પાસે અઢળક સારી એવી ધારાવાહિક વાંચવા ઉપલબ્ધ છે. તેથી આ વાચકો તમારી રચના વાંચે એ માટે નિયમિત પ્રયાસ કરવાનું કાર્ય તમારું છે. નિયમિત ભાગ પ્રકાશન શરૂ રાખો, બે ધારાવાહિક વચ્ચે બ્રેક ન લો. દર અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ ભાગ પ્રકાશિત કરવાનું લક્ષ્ય રાખો. જેથી તમારી વિઝિબિલિટીમાં વધારો થઈ શકે.
3. આદત વિકસાવો: દરરોજ ઓછામાં ઓછી 30-45 મિનિટ ફાળવીને રોજ 800-1000 શબ્દો લખવાની આદત ઊભી કરો. આવક મેળવવા નિયમિત લેખન ખૂબ જરૂરી છે!
4. વાચકોની પસંદગીની થીમ્સનો ઉપયોગ કરો: લોકપ્રિય થીમ જેમ કે રોમાન્સ / પ્રેમ / પારિવારિક / રહસ્ય / હોરર / ડ્રામા / ક્રાઈમ / થ્રિલર જેવી વાચકોને સૌથી વધુ ગમતી થીમ્સમાં લાંબી ધારાવાહિક લખો.
5. 'સુપર રાઇટર્સ એવોર્ડ' સ્પર્ધામાં ભાગ લો: નિયમિત ધારાવાહિક લખવાની આદત વિકસાવી આવક ઝડપથી વધારવા માટે સ્પર્ધામાં સારી ક્વોલિટીની અને વાચકોને ગમે એવી આકર્ષક ધારાવાહિક લખો. સ્પર્ધામાં નિશ્ચિત સમયમાં ધારાવાહિક લખવાની તમારી પ્રેક્ટિસ તમને ઉત્તમ લાંબી ધારાવાહિક લખવા પ્રેરશે. જેનાથી તમારી લેખન સ્પીડ, નિયમિતતા અને સ્પર્ધામાં ભાગ લઈને નવી તકો ખોલવાની ઝડપ વધશે!
6. ભાગની લંબાઈ અને હુક: દરેક ભાગને આકર્ષક હૂક અથવા ક્લિફહેન્જર સાથે સમાપ્ત કરો. જે વાચકોને આગળના ભાગને અનલોક કરવા પ્રેરિત કરશે. જો તમારા ભાગનો અંત રસપ્રદ અને આગળ શું થશે એ જાણવાની ઈચ્છા જગાડે તેવો ન હોય તો વાચકો આગળ જોડાશે નહીં! તેથી ખાતરી કરો કે તમારા ભાગ ક્વોલિટી લખાણ આપે અને વાચકોને જકડી રાખે!
7. સબસ્ક્રિપ્શન લેવા નિયમિત અપીલ કરો: જે રીતે એક્ટર્સ તેમની મુવી જોવા વારંવાર અપીલ કરતા હોય છે એ રીતે જ તમે તમારી ધારાવાહિક મહેનતથી લખો છો, તેથી તમારે આવક ઊભી કરવી હોય તો નિયમિત રીતે વાચકોને સબસ્ક્રિપ્શન લઈને ભાગ અનલોક કરવા અપીલ કરવી જરૂરી છે! કઈ રીતે પ્રીમિયમ લઈને ભાગ વાંચવા, સિક્કા ખરીદીને ભાગ કેવી રીતે અનલોક કરવા તે વાચકોને સમજાવતા રહો. આ તમારી આવક વધારવામાં મદદ કરશે. તમારી સખત મહેનત, ધારાવાહિક લેખનના બિહાઈન્ડ-ધ-સીન એટલે કે પડદા પાછળની વાતો વાચકો સાથે શેર કરો. આવી બાબતો તમારા વાચકોને ઇમોશનલી તમારી સાથે જોડશે. આખરે વાચકો લોક ભાગ વાંચવા સબસ્ક્રાઈબ કરવા પ્રેરાશે.
8. પ્રોમોશન: તમારી જૂની અને નવીનતમ તમામ પ્રીમિયમ ધારાવાહિકને સતત પ્રમોટ કરવા માટે પ્રતિલિપિના પોસ્ટ, ચેટરૂમ, મેસેજ ફીચર તેમજ સોશિયલ મીડિયા જેમકે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સનો ઉપયોગ કરી વાચકો સાથે જોડાઈને એક વિશ્વાસુ વાચકવર્ગ ઉભો કરો. પ્રોમોશનની વધુ તક મેળવવા અન્ય લેખકો સાથે ક્રોસ-પ્રોમોશન કરો. નવા વાચકો મેળવવા સોશિયલ મીડિયામાં યોગ્ય હેશટેગ અને પોસ્ટ દ્વારા પ્રતિલિપિની તમારી રચના લિંક સાથે પ્રોમોટ કરો.
9. વાચકો સાથે જોડાઓ: તમામ વાચકોની પોઝિટિવ/નેગેટિવ ફીડબેક અપનાવી તેમને ધન્યવાદ કહો. વાચકોના પ્રતિભાવ, કમેન્ટ કે મેસેજને યોગ્ય જવાબ આપો. વાચકો સાથે તમારી રચનાને લગતી ચર્ચાઓમાં જોડાઓ. તમારી વાર્તાને વધુ સારી બનાવવા માટે વાચકોના પ્રતિસાદને ધ્યાનમાં રાખો. આનાથી તમે વાચકો સાથે મજબૂત જોડાણ બનાવીને તેમને પોતાની સાથે જોડી રાખો છો. ટૂંકમાં પ્રતિલિપિ પર આવક વધારવાનો સિક્રેટ એ જ છે કે, વાચકોને પસંદ આવે તેવી લાંબી રસપ્રદ ધારાવાહિક સબસ્ક્રિપ્શન હેઠળ લખતા રહો, નિયમિત પ્રોમોશન કરો અને વાચકો સાથે કનેક્શન બનાવી જોડાયેલા રહો!
10. નવી સીઝન: તમારી લોકપ્રિય ધારાવાહિકની નવી સિઝન, સિક્વલ કે પ્રિક્વલ લખો. તમારા લોકપ્રિય પાત્રોને નવી ધારાવાહિક આપો. વાચકોને તમારી જૂની ધારાવાહિક અને પાત્રો પહેલેથી જ પસંદ છે, તેથી તેઓ નવી સિઝન સાથે પહેલેથી જ જોડાયેલા રહેશે. તમારી જૂની ટૂંકી વાર્તા અથવા ટૂંકી ધારાવાહિકને ધ્યાનમાં લઈને તેના પ્લોટ, વિશ્વ-નિર્માણ, પાત્રો અને નવા સંઘર્ષ પર ધ્યાન આપીને તેને વધુ લાંબી ધારાવાહિક બનાવવા માટે પ્રયાસ કરો.
→ હજારો વિષયો/પ્લોટ છે જેના પર તમે લાંબી ધારાવાહિક લખી શકો છો. નવા વિચારો માટે તમારી આસપાસની દુનિયામાંથી પ્રેરણા લો, જેમ કે મિત્રો, ફેમેલી કે અજાણ્યા લોકોના વર્તન અને તમારા પોતાના અનુભવોનું અવલોકન કરો. નવા વિચારો, વિષયો, નાના પ્લોટ્સ મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરો.
→ મહત્વપૂર્ણ નોંધ:
જો તમારી 16+ ભાગની ધારાવાહિક સબસ્ક્રિપ્શનનો ભાગ નથી, તો તેને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરીને આવક મેળવો:
(1) તમારી ધારાવાહિકના મુખ્ય પેજ પર જાઓ.
(2) 'સુધારો કરો' વિકલ્પ પર ક્લિક કરો.
(3) અહીં, 'માહિતી સુધારો' વિકલ્પ પર ક્લિક કરો.
(4) હવે, તમને સબસ્ક્રિપ્શન હેઠળ ધારાવાહિક ઉમેરવાનો વિકલ્પ મળશે.
(5) 'હા' વિકલ્પ પર ક્લિક કરીને સેવ કરો.
1. પ્રતિલિપિ હંમેશા લાંબી ધારાવાહિક લખવા કેમ કહે છે?
2. લાંબી ધારાવાહિક માટે પ્લોટ કેવી રીતે વિકસાવવો
3. પાત્રો અને સબ-પ્લોટ કેવી રીતે વિકસાવવા
4. પ્રેમ/રોમાન્સ શ્રેણીમાં કેવી રીતે લખવું?
5. ફેમિલી ડ્રામા થીમ, સામાજિક શ્રેણી, સ્ત્રીવિષયક શ્રેણીમાં કેવી રીતે લખવું?
6. રહસ્ય શ્રેણી, ફેન્ટસી શ્રેણી, હોરર શ્રેણીમાં કેવી રીતે લખવું?
7. થ્રિલર શ્રેણીમાં કેવી રીતે લખવું?
8. વાર્તા લેખનમાં દ્રષ્ટિકોણ, ઘટનાઓ - તેનો ક્રમ અને પ્લોટ હોલ્સ
9. ભાગોનું વિભાજન અને સીન/દ્રશ્ય લેખન
10. સંવાદ (ડાયલોગ્સ) અને પ્રથમ ભાગને કેવી રીતે લખવો?
11. હૂક એટલે શું? કેવી રીતે ઉમેરવું? પ્લોટ ટ્વિસ્ટ અને વાર્તાનો અંત કેવી રીતે કરવો?
12. વિવિધ લાગણીઓ કેવી રીતે લખવી?
13. લોકપ્રિય વાર્તાઓ અને તેના ભાગોનું એનાલિસિસ/વિશ્લેષણ
14. વાચકોને કેવી રીતે આકર્ષવા? પ્રમોશન કેવી રીતે કરવું?
15. વાર્તા લખતી વખતે જોવા મળતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો (બ્લોક/સ્ટ્રેસ/સમય)
16. લેખન શેડ્યૂલ કેવી રીતે કરવું?
17. પુનરાવર્તન, વિવિધ શ્રેણીની સમજ, લાંબી ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ફાયદા
અમારા દ્વારા તૈયાર કરેલ આ ટિપ્સનો એકવાર ઉપયોગ જરૂર કરશો! ધારાવાહિક લેખનની સમગ્ર પ્રક્રિયા તમારા માટે એકદમ સરળ બની જશે.
Keep Writing, Keep Earning!