pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : પ્રેમની ઓસ

29 માર્ચ 2024

પ્રેમની ઓસ સ્પર્ધામાં સફળતાપૂર્વક વાર્તા લખનાર તમામ નવા લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! પરિણામમાં તમે સ્થાન પામ્યા છો કે નહિ તેના કરતા નવોદિત લેખક તરીકે સફળતાપૂર્વક ભાગ લેવો એ વધુ મહત્વની વાત છે!

પ્રતિલિપિમાં લેખક તરીકે આગળ વધવા ગોલ્ડન બેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવક મેળવવા માટેનું પ્રથમ પગલું એટલે ગોલ્ડન બેજ! જો તમારી પાસે હજુ ગોલ્ડન બેજ નથી તો તમે ‘પ્રતિલિપિ ક્રિએટર્સ રાઈટીંગ ચેલેન્જ’માં ભાગ લઈને ખાસ ગોલ્ડન બેજ મેળવવા તરફ આગળ વધી શકો છો.

 

પ્રેમની ઓસ સ્પર્ધાની વાર્તાઓ માટે નિર્ણાયકોના શબ્દો, "જ્યારે સ્પર્ધાનું નામ જ પ્રેમની ઓસ છે ત્યારે વાર્તામાં મોટા ભાગની ઘટનાઓ પ્રેમને કેન્દ્રમાં રાખીને લખવી જરૂરી બને છે. અહીં સ્પર્ધામાં વાર્તાની થીમ 'પ્રેમ' અને 'શિયાળાની ઋતુ' હતી એટલે અમને હતું કે શિયાળાને પણ લેખકો વાર્તામાં સારી રીતે ન્યાય આપશે. જો કે મોટા ભાગની વાર્તાઓમાં શિયાળાને ફક્ત નામ માત્ર ઉમેરીને વાર્તા લખવામાં આવી હતી. વાર્તાના પ્લોટમાં શિયાળો હોય કે ન હોય તેનાથી ફર્ક ન પડે એ જણાય રહ્યું હતું.

ખેર સિક્કાની બે બાજુ હોય એમ આ વાત બાદ કરતા પ્રેમને કેન્દ્રમાં રાખીને ઘણા લેખકોએ વાર્તા વાંચતા હોઠ ખીલી ઉઠે એવી અલગ અલગ પ્રકારની લવ સ્ટોરીઝ લખી છે. ખાસ કરીને જ્યારે નવા લેખકોની કલમે લખાયેલી વાર્તાઓ છે એ દ્રષ્ટિએ અમે તપાસી ત્યારે વાર્તાઓ ઘણી સારી બની રહી. હા વાંચવા પકડી રાખે તેવું લખાણ, લખાણની પદ્ધતિ, પાત્રો અને તેમના ડાયલોગ્સ, વગેરે પર મહેનત કરીને તમે આગળ અતિ ઉત્તમ વાર્તાઓ લખી શકશો એની ખાતરી આ સ્પર્ધામાં રહેલી તમારી વાર્તાઓ વાંચીને અમે આપી શકીએ છીએ.

કાળજીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી પ્રેમને વધુ મહત્વ આપીને શરૂઆતથી વાંચવા જકડી લે એવી વાર્તાઓને અમે પરિણામમાં સ્થાન આપતા હર્ષની લાગણી અનુભવીએ છીએ!

તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! વાર્તાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરશો. નવી થીમ કે શ્રેણીમાં વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કરતા રહેશો. યાદ રાખશો, લેખક તરીકેની તમારી યાત્રા હજુ શરૂ થઈ છે. તમારો આગળનો માર્ગ તમારી સર્જનાત્મકતાને સુંદર રીતે ઘડશે."

-----

 

ટોપ 6 વિજેતા લેખકો (ક્રમ મહત્વના નથી)

- ઉપરોક્ત વિજેતા લેખકોને પ્રતિલિપિ તરફથી 'સ્પેશિયલ રાઈટીંગ કીટ' કુરિયર દ્વારા મોકલીને સન્માનિત કરવામાં આવશે. આ માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. (ખાસ નોંધ: તમારા પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર મેઈલ પ્રાપ્ત થશે.)

-----

 

ટોપ 20માં સ્થાન પામેલ અન્ય લેખકો (ક્રમ મહત્વના નથી) 

 

- ઉપરોક્ત તમામ વિજેતા લેખકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. (ખાસ નોંધ: તમારા પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર મેઈલ પ્રાપ્ત થશે.)

- આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! 

-----

→ સરળતાપૂર્વક ધારાવાહિક લેખનના દરેક તબક્કા નીચેની લિંક્સ દ્વારા જાણો:

 

1. પ્રતિલિપિ હંમેશા લાંબી ધારાવાહિક લખવા કેમ કહે છે?

2. લાંબી ધારાવાહિક માટે પ્લોટ કેવી રીતે વિકસાવવો

3. પાત્રો અને સબ-પ્લોટ કેવી રીતે વિકસાવવા

4. પ્રેમ/રોમાન્સ શ્રેણીમાં કેવી રીતે લખવું?

5. ફેમિલી ડ્રામા થીમ, સામાજિક શ્રેણી, સ્ત્રીવિષયક શ્રેણીમાં કેવી રીતે લખવું?

6. રહસ્ય શ્રેણી, ફેન્ટસી શ્રેણી, હોરર શ્રેણીમાં કેવી રીતે લખવું?

7. થ્રિલર શ્રેણીમાં કેવી રીતે લખવું?

8. વાર્તા લેખનમાં દ્રષ્ટિકોણ, ઘટનાઓ - તેનો ક્રમ અને પ્લોટ હોલ્સ

9. ભાગોનું વિભાજન અને સીન/દ્રશ્ય લેખન

10. સંવાદ (ડાયલોગ્સ) અને પ્રથમ ભાગને કેવી રીતે લખવો?

11. હૂક એટલે શું? કેવી રીતે ઉમેરવું? પ્લોટ ટ્વિસ્ટ અને વાર્તાનો અંત કેવી રીતે કરવો?

12. વિવિધ લાગણીઓ કેવી રીતે લખવી?

13. લોકપ્રિય વાર્તાઓ અને તેના ભાગોનું એનાલિસિસ/વિશ્લેષણ

14. વાચકોને કેવી રીતે આકર્ષવા? પ્રમોશન કેવી રીતે કરવું?

15. વાર્તા લખતી વખતે જોવા મળતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો (બ્લોક/સ્ટ્રેસ/સમય)

16. લેખન શેડ્યૂલ કેવી રીતે કરવું?

17. પુનરાવર્તન, વિવિધ શ્રેણીની સમજ, લાંબી ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ફાયદા

 

અમારા દ્વારા તૈયાર કરેલ આ ટિપ્સનો એકવાર ઉપયોગ જરૂર કરશો! ધારાવાહિક લેખનની સમગ્ર પ્રક્રિયા તમારા માટે એકદમ સરળ બની જશે.