pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સેલ્ફ પબ્લીશીંગ ગાઈડ

1. પ્રતિલિપિ પર પ્રકાશન કોણ કરી શકે?

એવો કોઈ પણ વ્યક્તિ જે કંઇક લખવા માંગે છે અને વ્યક્ત થવા માંગે છે તે પ્રતિલિપિ પર પોતાની રચનાઓ પ્રકાશિત કરી શકે છે. આ લખાણ વાર્તા, ધારાવાહિક, નવલકથા, નોન-ફિક્શન કે કવિતા એમ ગમે તે પ્રકારનું હોઈ શકે. પ્રતિલિપિ પર લખવા માટે પ્રોફેશનલ લેખક હોવું જરૂરી નથી. 

 

2. પ્રતિલિપિ પર હું કઈ રીતે લખી શકું? 

i. રાઈટર ટેબની અંદર, ઉપરની તરફ રહેલા લાલ બોક્સ પર ક્લિક કરો કે જ્યાં 'નવી વાર્તા લખો' એમ લખ્યું હશે. 

ii. રાઈટર સ્ક્રીનની અંદર, ભારતીય ભાષાઓને સપોર્ટ કરતા હોય એવા તમારા એન્ડ્રોઇડ મોબાઈલના કીબોર્ડ વડે તમારી રચના લખો. 

iii. તમારી રચના લખાઈ જાય ત્યારબાદ તેને પ્રકાશિત કરવા માટે 'અપલોડ' બટન પર ક્લિક કરો અથવા ઉપરની તરફ જમણી બાજુ રહેલ મેન્યુના ઉપયોગથી તમારું લખાણ ડ્રાફ્ટ તરીકે સેવ કરો. (કે જે માત્ર તમે જ જોઈ શકશો).   

 

3. મારી રચના કઈ રીતે પ્રકાશિત કરવી? 

i. આપનું લખાણ લખાઈ જાય પછી 'અપલોડ' બટન પર ક્લિક કરો

ii. તમારી રચનાની વિગતો લખો - શીર્ષક અને સારાંશ (વૈકલ્પિક) 

iii. યોગ્ય કવર ફોટો ઉમેરો. આ ઈમેજના હકો તમારા પોતાના હોવા જોઈએ અથવા તે પબ્લિક ડોમેઈન સોર્સ જેવા કે (http://pixabay.com) માંથી લેવાયેલી હોવી જોઈએ. કૃપા કરીને ગુગલમાંથી ઈમેજ લેશો નહિ કારણકે તેનાથી કોપીરાઈટ પોલીસીનો ભંગ થાય છે. 

iv. છેલ્લે, યોગ્ય શ્રેણી પસંદ કરો અને 'પ્રકાશિત કરો' બટન પર ક્લિક કરો.  

 

4. હવે આપ પ્રતિલિપિ પર ધારાવાહિક રચના પર પ્રકાશિત કરી શકો છો. 

1) જો આપે એક ધારાવાહિક રચનાના અલગ અલગ ભાગ અગાઉથી રચના સ્વરૂપે પ્રકાશિત કર્યા હોય તો આપ તે દરેક ભાગને એકસાથે ગોઠવીને નવી ધારાવાહિક રચના બનાવી શકશો. 

2) જો તમે આપની અગાઉથી બની ગયેલી ધારાવાહિક રચનામાં આગળનો નવો ભાગ ઉમેરવા માંગો છો તો આપ તે ભાગ સીધો જ આપની ધારાવાહિક રચનામાં ઉમેરી શકશો. 

3) જો આપ નવી ધારાવાહિક રચનાનો પહેલો ભાગ લખી રહ્યા છો તો તમે સરળતાથી નવી ધારાવાહિક રચના બનાવી શકો છો.  

 

5. હું મારી રચનાઓ ક્યાં જોઈ શકું? 

તમારી રચનાઓ એપ્લીકેશનની અંદર એકથી વધુ જગ્યાએ દેખાશે. 

i. રાઈટર સેક્શન (પેન સિમ્બોલ સાથેની ટેબ) માં, ડ્રાફ્ટમાં રહેલી અને પ્રકાશિત થયેલી તમારી રચનાઓ અલગ અલગ વિભાગમાં દેખાશે. 

ii. તમારી પ્રોફાઈલના વિભાગમાં આપ આપની પ્રકાશિત થયેલીં રચનાઓ જ જોઈ શકશો. 

 

6. પ્રકાશન નિષ્ફળ જાય તો શું? 

તે વખતે સીસ્ટમમાં કે નેટવર્કમાં થોડા સમય પુરતી ખામી હોઈ શકે. કૃપા કરીને ફરીથી પ્રયત્ન કરશો. જો આપની રચનાનું પ્રકાશન સતત નિષ્ફળ જતું હોય તો આપ રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો.