""ના..તેને કંઈ ન કરતાં. તેને મુક્ત કરો. મારાં "અદ્વૈત"ને છોડી દો. તેનો કોઈ દોષ નથી...તે નિર્દોષ છે. તેને હાની ન પહોંચાડતાં. હું યુવરાજ સામર્થ્યસિંહ સાથે વિવાહ કરીશ." ને અનંતા ની આંખો ખુલી અને તેનું સપનું તૂટ્યું ... તેની ફ્લાઇટ દિલ્લી એરપોર્ટ પર લેન્ડ થઈ ગઇ હતી. ઘરેથી ભાગી તે આખરે અહીં ઇન્ડિયામાં આવી પહોંચી હતી .... અને એક અજાણ્યા વ્યક્તિને અનંતાના પગ ઇન્ડિયામાં પડતા સંકેત મળી ગયો હતો... અને તે ત્યારે જ બોલી ઉઠ્યો "આપ આખરે આવી ગયા મહારાણી..." શું છે અનંતાના સ્વપ્નો અને એક અજાણ્યા વ્યક્તિના આભાસની કડી? શું હતી અદ્વૈત અને મહારાણીની પ્રેમ કહાની!! જાણવા માટે સાંભળો વાર્તા મહાશક્તિ માનવ.