pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

રણવાટ

4.6
1288

દશ વર્ષ … દેશની સરહદ સાચવતાં સાચવતાં એટલા ઝપાટાબંધ ઓગળી ગયા હતા કે હરિસિંહને તેનો લગીરેય ખ્યાલ ના રહ્યો. તેમ છતાં, આ વરસો દરમિયાન તેના મનનો એક ખૂણો સતત ઉપરતળે થતો રહ્યો હતો, એનાથી એ અજાણ પણ નહોતો. તે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Kamlesh Patel

બે વાત – કમલેશ પટેલ ને ‘ઇન્ફોર્મર’ વિશે સ્વનાં પડળો ઉકેલવાની વાત એટલે કેફિયત એવી મારી કાચી સમજ. પણ રહસ્યકથાના લેખકની કેફિયત કેવી? બધું વિગતે લખું તો પછી રહસ્ય ક્યાં રહ્યું? તેમાંય આજનો જાગ્રત વાચક, રહસ્યકથાના શ્રેષ્ઠ લેખકોનાં પુસ્તક વાંચી ખૂબ જ કાબેલ થઇ ગયો છે. તેથી મને બહુ યોગ્ય ના લાગ્યું. એટલે બસ થોડી આડી અવળી વાતો જેવું.. આમ તો, મારો ગમતો સાહિત્ય પ્રકાર-નવલિકા. કિંતુ કશુંક નવું કરવું, નવું વાંચવું મને ગમતું રહ્યું છે. ખાસ કરીને વણખેડેલ વિષયો તરફ હું અનાયાસ ખેંચાઈ જાઉં. ઘણું બધું જાણવાની લાલસામાં, જે જેમાં રસ પડે એવું વાંચું. આ જ કે આવું જ વાંચવું, એવું ચોક્કસ આજ સુધી બન્યું નથી. આમ ઘણું બધું જાણવાની તલપમાં કશુંય ન જાણું એવુંય થયું. અભ્યાસ થી લઈ નોકરી સુધીની, મારી આમ થી તેમની નોખી સફર; સંજોગવશ તો ખરી જ પણ કદાચ આ જ કારણે તો નહીં હોય ને? આમ તો લગાવ વાંચન તરફ વધુ, તો ક્યારેક પલ્લું લેખન તરફ પણ ઢળે. પણ નીપજ થોડી નક્કર હોય, એ તથ્ય એટલું જ જરૂરી! એવો પ્રયત્ન હોય મારો, એટલે એને મથામણ જ કહું! જો વ્યક્તિ સ્વભાવગત લગીરેય સાહસિક ના હોય તો કદાચ આવો ચંચુપાત બહુ સારો નહીં! કંઈક અંતર્મુખી, એકાંતપ્રિય, સ્ટેજ અને કોલાહલથી દૂર, ઝાઝો એવો સર્જકતાનો ઉછાળ ન ધરાવનાર, આમેય તો ભાખોડિયા જ ભરતો હોય ને?! સાચું કહું તો હું એટલે કમલેશ પટેલ આવી શ્રેણીમાં આવું. નિજાનંદ માટે લખાતી મારી વાર્તાઓ લખીને વહેતી કરી દેવી; વાચક તરફ, વાચકને હવાલે. એવો મારો અભિગમ રહ્યો છે. નવલકથા લખવા જેટલો મારો દમખમ નથી. હિસ્સે 18 વાર્તાઓ, વેઢે ગણાય એટલા લેખ-નિબંધ અને 2008માં આપેલ વાર્તાસંગ્રહ ‘વિદ્રોહ!’ લેખનનાં ક્ષેત્રમાં આ થ્રીલર એક આવા જ જોખમી સાહસ-પ્રયાસ ને મથામણની ફલશ્રુતિ ગણી શકાય. ‘વર્ડપ્રેસ ડોટ કોમ’ પર લેખકના બ્લોગ ‘શબ્દસ્પર્શ’ પર આ રહસ્યકથાની ગૂંથાઇ. ત્યાં વાચકોની દિલ ખોલી કૃતિને પ્રેમ આપ્યો ને ત્યાંથી જ કૃતિએ થોડી પાંખો પ્રસારી. સહદયી બ્લોગર મિત્રો પણ પાછળ ના રહ્યા. સ્માર્ટ ફોન/ ટેક્નોલૉજી અપગ્રેડેશન સાથે થ્રિલર પણ નવા રંગછાયા ધારણ કરતી ગઈ...ગુજરાતી ભાષામાં આર્ટીકલ બેંક નોખા આઇડિયા સાથે કાર્યરત પુસ્તકાલય.કોમ, SVR 1995-RKB જેવા વિવિધ ગ્રુપ્સનાં બ્લોગ દ્વારા ગુજરાતી બ્લોગ જગતમાં, ‘માતૃભારતી’- ‘પ્રતિલિપિ’- જેવા સૅલ્ફ પબ્લિશિંગ ઈ-બુક પ્લૅટફૉર્મ ઉપર, તેમજ ‘limited -10 પોસ્ટ’ જેવા બહુખ્યાત વોટ્સએપ ગ્રુપમાં; તેમાં વળી એક સહૃદયી વાચકમિત્રએ ચૌર્યકર્મ કરી આખી કૃતિ નોખા ઘાટમાં પોતાના નામે – medium.com પર અપલોડ કરી દીધી! ચોરીનું શીકે થોડું ચડે? પકડાયું, ગાજ્યું !... આમ, આ થ્રીલર સમયની સાથે બહુરંગી રંગરૂપ ધારણ કરતી; વિવિધ વિશાળ રસજ્ઞ વાચકવર્ગમાં ખૂબ જ આવકાર પામતી સ્વબળે આગળ વધતી ગઈ! ઉત્તેજનસભર આ નવલકથા હવે ‘પ્રતિલિપિ’ના રસિક વાચકો ઉમળકાથી વધાવી લેશે જ એવી અપેક્ષા વધુ નથી જ! જાહેરમાં ઝાઝું ના પરખાવાનું મને ગમતું રહ્યું છે. મારો પ્રથમ વાર્તાસંગ્રહ ‘વિદ્રોહ’. જેમાં બહુ ભારેખમ નહીં એવી, વાચકોનાં ભાવવિશ્વમાં હળવા કંપનો જગાવનારી, પરાકાષ્ઠાની પાતળી ક્ષણે; એક વિચારબિંદુ પર વહેતી મૂકવાના ઉપક્રમ દ્વારા લખાયેલી ટૂંકી વાર્તાઓ હતી. નવલિકાઓથી હટી તેઓ રહસ્યકથા જેવા અલગ પ્રકાર પાસે ગયો ત્યારે જાણતો હતો કે મારે અલગ તૈયારી સાથે મથવું પડશે; તો _ એવી મથામણ, મહેનતમાં, હું સફળ થયા છે કે કેમ? એ વાચકો જ કહેશે. પ્રિય વાચક મિત્રો, તમારી પારખું નજર સાથે મળેલ અઢળક સ્નેહનું ઋણ સ્વીકારું કહું તો લખવા માટે જે બે ચાર કારણ હશે પણ એમાં સૌ પ્રથમ સ્થાને જ આપ સૌ જ છો/રહેશો. જેમના સર્જનનાં શબ્દોનું મને અતૂટ આકર્ષણ રહ્યું છે એવા મારા કવિ મિત્રશ્રી કિરણસિંહ ચૌહાણ. જેમની સાથેના મૈત્રી સંબંધની ઘનિષ્ઠતાની, મારી પાત્રતા બાબતની, મને તો ઝાઝી ગમ નથી, પણ તેમણે એ બખૂબી, દિલથી જાણી...અને આગ્રહપૂર્વક મારો વાર્તાસંગ્રહ ‘વિદ્રોહ’ કરી મને ઉપકૃત કર્યો. સાથે જ “સાંનિધ્ય પ્રકાશન”નાં છત્ર હેઠળ શ્વાસ લેવા જગ્યા આપી, મને બે-ચાર જણમાં જાણીતો કર્યો. ‘ઇન્ફોર્મર’ પણ એમની નજર હેઠળ પુસ્તકાકાર સ્વરૂપે આવી રહી છે. ફરી જાણ્યાઅજાણ્યાં સૌનો લાગણીપૂર્વક પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કરેલી ને મારાથી ભુલાઇ હોય એવી કરેલી મદદનું ઋણ માથે રાખી, ફરી ફરી હ્રદયપૂર્વક દિલી આભાર. કમલેશ પટેલ બ્લોગ : http://kcpatel.wordpress.com Email: [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Deepak Dalwadi
    22 મે 2023
    Sara's very nice
  • author
    Niyati Vijay
    02 સપ્ટેમ્બર 2020
    ખૂબ ભાવવાહી..
  • author
    Jyoti Patel
    20 નવેમ્બર 2018
    junun jagave......
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Deepak Dalwadi
    22 મે 2023
    Sara's very nice
  • author
    Niyati Vijay
    02 સપ્ટેમ્બર 2020
    ખૂબ ભાવવાહી..
  • author
    Jyoti Patel
    20 નવેમ્બર 2018
    junun jagave......