હું ધનસુખ પટેલ સંતરામપુર તાલુકામાં પ્રણામી દવાખાનામાં પત્ની ડૉ. અમૃતા સાથે સેવા આપું છું. લેખનનો શોખ. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ પત્રિકામાં લેખ મોકલતો હતો. ટુંક સમય પહેલાં જ બ્લોગ માં લખવાનું ચાલુ કરેલ. પ્રતિલિપિ વિશે માહિતી મળતાં તેનું આકર્ષણ મને અહીં ખેંચી લાવ્યું. મને વિશ્વાસ છે કે પ્રતિલિપિ પરિવાર હિંમત અને હુંફ આપશે શરૂઆત "અખંડ સુખ"થી કરેલ છે દર રવિવારે આ વિષય અંતર્ગત જુદા જુદા લેખ આપ સૌને ગમે તેવી માવજતથી મોકલવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીશ.હિમત અને હુંફ તો મળશે જ પરંતુ સાથે સાથે પ્રતિભાવ અને રેટિંગ મળશે તો ઘણી ખુશી થશે!!!