pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઇન્ફોર્મર પ્રકરણ ૧ : લિફટમાં ખૂન-ઇન્ફોર્મર પ્રકરણ ૧ : લિફટમાં ખૂન

4.5
14947

‘વર્ડપ્રેસ ડોટ કોમ’ પર મારા બ્લોગ પર આ રહસ્યકથાની ગૂંથાઈ. ને ત્યાંથી જ પાંખો પ્રસારી. સહદયી મિત્રોના સ્નેહ અને ટેક્નોલૉજી અપગ્રેડેશન સાથે નવી રંગછાયા ધારણ કરતી આ કૃતિ પુસ્તકાલય.કોમ, SVR ...

હમણાં વાંચો
ઇન્ફોર્મર

પ્રકરણ ૧ : લિફટમાં ખૂન-૨ : સિગારેટનો ટુકડો
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો ઇન્ફોર્મર પ્રકરણ ૧ : લિફટમાં ખૂન-૨ : સિગારેટનો ટુકડો
Kamlesh Patel
4.7

પછી__ ઝાઝું કશું વિચારવાને બદલે માથુર માથું ખંજવાળતો ખંજવાળતો બહાર આવ્યો અને ફરી વિજયના ઓરડામાં તેની તેજાબી નજર ફેરવવા માંડ્યો.. તેણે જોયું કે વિજય રાધવનના બહારના ઓરડામાં ડાબા ખૂણે પલંગ પરની પથારી ...

લેખક વિશે
author
Kamlesh Patel

બે વાત – કમલેશ પટેલ ને ‘ઇન્ફોર્મર’ વિશે સ્વનાં પડળો ઉકેલવાની વાત એટલે કેફિયત એવી મારી કાચી સમજ. પણ રહસ્યકથાના લેખકની કેફિયત કેવી? બધું વિગતે લખું તો પછી રહસ્ય ક્યાં રહ્યું? તેમાંય આજનો જાગ્રત વાચક, રહસ્યકથાના શ્રેષ્ઠ લેખકોનાં પુસ્તક વાંચી ખૂબ જ કાબેલ થઇ ગયો છે. તેથી મને બહુ યોગ્ય ના લાગ્યું. એટલે બસ થોડી આડી અવળી વાતો જેવું.. આમ તો, મારો ગમતો સાહિત્ય પ્રકાર-નવલિકા. કિંતુ કશુંક નવું કરવું, નવું વાંચવું મને ગમતું રહ્યું છે. ખાસ કરીને વણખેડેલ વિષયો તરફ હું અનાયાસ ખેંચાઈ જાઉં. ઘણું બધું જાણવાની લાલસામાં, જે જેમાં રસ પડે એવું વાંચું. આ જ કે આવું જ વાંચવું, એવું ચોક્કસ આજ સુધી બન્યું નથી. આમ ઘણું બધું જાણવાની તલપમાં કશુંય ન જાણું એવુંય થયું. અભ્યાસ થી લઈ નોકરી સુધીની, મારી આમ થી તેમની નોખી સફર; સંજોગવશ તો ખરી જ પણ કદાચ આ જ કારણે તો નહીં હોય ને? આમ તો લગાવ વાંચન તરફ વધુ, તો ક્યારેક પલ્લું લેખન તરફ પણ ઢળે. પણ નીપજ થોડી નક્કર હોય, એ તથ્ય એટલું જ જરૂરી! એવો પ્રયત્ન હોય મારો, એટલે એને મથામણ જ કહું! જો વ્યક્તિ સ્વભાવગત લગીરેય સાહસિક ના હોય તો કદાચ આવો ચંચુપાત બહુ સારો નહીં! કંઈક અંતર્મુખી, એકાંતપ્રિય, સ્ટેજ અને કોલાહલથી દૂર, ઝાઝો એવો સર્જકતાનો ઉછાળ ન ધરાવનાર, આમેય તો ભાખોડિયા જ ભરતો હોય ને?! સાચું કહું તો હું એટલે કમલેશ પટેલ આવી શ્રેણીમાં આવું. નિજાનંદ માટે લખાતી મારી વાર્તાઓ લખીને વહેતી કરી દેવી; વાચક તરફ, વાચકને હવાલે. એવો મારો અભિગમ રહ્યો છે. નવલકથા લખવા જેટલો મારો દમખમ નથી. હિસ્સે 18 વાર્તાઓ, વેઢે ગણાય એટલા લેખ-નિબંધ અને 2008માં આપેલ વાર્તાસંગ્રહ ‘વિદ્રોહ!’ લેખનનાં ક્ષેત્રમાં આ થ્રીલર એક આવા જ જોખમી સાહસ-પ્રયાસ ને મથામણની ફલશ્રુતિ ગણી શકાય. ‘વર્ડપ્રેસ ડોટ કોમ’ પર લેખકના બ્લોગ ‘શબ્દસ્પર્શ’ પર આ રહસ્યકથાની ગૂંથાઇ. ત્યાં વાચકોની દિલ ખોલી કૃતિને પ્રેમ આપ્યો ને ત્યાંથી જ કૃતિએ થોડી પાંખો પ્રસારી. સહદયી બ્લોગર મિત્રો પણ પાછળ ના રહ્યા. સ્માર્ટ ફોન/ ટેક્નોલૉજી અપગ્રેડેશન સાથે થ્રિલર પણ નવા રંગછાયા ધારણ કરતી ગઈ...ગુજરાતી ભાષામાં આર્ટીકલ બેંક નોખા આઇડિયા સાથે કાર્યરત પુસ્તકાલય.કોમ, SVR 1995-RKB જેવા વિવિધ ગ્રુપ્સનાં બ્લોગ દ્વારા ગુજરાતી બ્લોગ જગતમાં, ‘માતૃભારતી’- ‘પ્રતિલિપિ’- જેવા સૅલ્ફ પબ્લિશિંગ ઈ-બુક પ્લૅટફૉર્મ ઉપર, તેમજ ‘limited -10 પોસ્ટ’ જેવા બહુખ્યાત વોટ્સએપ ગ્રુપમાં; તેમાં વળી એક સહૃદયી વાચકમિત્રએ ચૌર્યકર્મ કરી આખી કૃતિ નોખા ઘાટમાં પોતાના નામે – medium.com પર અપલોડ કરી દીધી! ચોરીનું શીકે થોડું ચડે? પકડાયું, ગાજ્યું !... આમ, આ થ્રીલર સમયની સાથે બહુરંગી રંગરૂપ ધારણ કરતી; વિવિધ વિશાળ રસજ્ઞ વાચકવર્ગમાં ખૂબ જ આવકાર પામતી સ્વબળે આગળ વધતી ગઈ! ઉત્તેજનસભર આ નવલકથા હવે ‘પ્રતિલિપિ’ના રસિક વાચકો ઉમળકાથી વધાવી લેશે જ એવી અપેક્ષા વધુ નથી જ! જાહેરમાં ઝાઝું ના પરખાવાનું મને ગમતું રહ્યું છે. મારો પ્રથમ વાર્તાસંગ્રહ ‘વિદ્રોહ’. જેમાં બહુ ભારેખમ નહીં એવી, વાચકોનાં ભાવવિશ્વમાં હળવા કંપનો જગાવનારી, પરાકાષ્ઠાની પાતળી ક્ષણે; એક વિચારબિંદુ પર વહેતી મૂકવાના ઉપક્રમ દ્વારા લખાયેલી ટૂંકી વાર્તાઓ હતી. નવલિકાઓથી હટી તેઓ રહસ્યકથા જેવા અલગ પ્રકાર પાસે ગયો ત્યારે જાણતો હતો કે મારે અલગ તૈયારી સાથે મથવું પડશે; તો _ એવી મથામણ, મહેનતમાં, હું સફળ થયા છે કે કેમ? એ વાચકો જ કહેશે. પ્રિય વાચક મિત્રો, તમારી પારખું નજર સાથે મળેલ અઢળક સ્નેહનું ઋણ સ્વીકારું કહું તો લખવા માટે જે બે ચાર કારણ હશે પણ એમાં સૌ પ્રથમ સ્થાને જ આપ સૌ જ છો/રહેશો. જેમના સર્જનનાં શબ્દોનું મને અતૂટ આકર્ષણ રહ્યું છે એવા મારા કવિ મિત્રશ્રી કિરણસિંહ ચૌહાણ. જેમની સાથેના મૈત્રી સંબંધની ઘનિષ્ઠતાની, મારી પાત્રતા બાબતની, મને તો ઝાઝી ગમ નથી, પણ તેમણે એ બખૂબી, દિલથી જાણી...અને આગ્રહપૂર્વક મારો વાર્તાસંગ્રહ ‘વિદ્રોહ’ કરી મને ઉપકૃત કર્યો. સાથે જ “સાંનિધ્ય પ્રકાશન”નાં છત્ર હેઠળ શ્વાસ લેવા જગ્યા આપી, મને બે-ચાર જણમાં જાણીતો કર્યો. ‘ઇન્ફોર્મર’ પણ એમની નજર હેઠળ પુસ્તકાકાર સ્વરૂપે આવી રહી છે. ફરી જાણ્યાઅજાણ્યાં સૌનો લાગણીપૂર્વક પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કરેલી ને મારાથી ભુલાઇ હોય એવી કરેલી મદદનું ઋણ માથે રાખી, ફરી ફરી હ્રદયપૂર્વક દિલી આભાર. કમલેશ પટેલ બ્લોગ : http://kcpatel.wordpress.com Email: [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dr.Dhruvil Gadhiya
    10 જુન 2018
    # ખરેખર તો હું આ સ્ટોરી માટે મારુ મંતવ્ય રજુ કરું એ પણ અયોગ્ય કહેવાય. * સર્વોચ્ચ ની વ્યાખ્યા જ્યાંથી પુરી થાય છે , ત્યાંથી તો આ સ્ટોરી ની શરૂઆત થાય છે * લેખક શ્રી ને 21 તોપ ની સલામી * દિલ થી કહું છુ આ વાર્તા જેવી જેટલી વાર્તા હોય એ મારે વાંચવી છે. સો સો સલામ આ લેખક ને....💁💁
  • author
    Jyesh Joshi
    11 માર્ચ 2020
    આ વાર્તા રહસ્ય ગુઠવામાં સારી સફળ રહી. અમુક અમુક સમયે જરા વધુ પડતી ખેંચાઈ હોય તેવો પણ અનુભવ રહ્યો, માથુર ની ચપળતા અને ચાલાકી ના નિરૂપણ દરમ્યાન થોડો અતિરેકત થતો અનુભવાયુ, પણ એકંદરે વાર્તા રહસ્ય જાળવવામાં સફળ રહી. વાર્તાનો અંત થોડો કંટાળા જનક અને લાંબો રહ્યો દરેક પરિસ્થિનું વધુ પડતું ઝીણવટથી નિરૂપણ કર્યું વાતને થોડી ટૂંકાવી અને મુખ્ય મુખ્ય અંશ જ રાજુ કર્યા હોત તો ખરે ખર ઉત્તમ કૃતિ સાબિત થઈ શકતી. ખેર પર્યટન ખુબજ ઉત્તમ રહ્યો .એક સારા લેખક તરીકે ઉમદા કૃતિની રચના કરી છે. બાકી આપનાં લખાણ ની એક વાચક તરીકે ટિપ્પણી કરવાને હું લાયક જ નથી. અંત અતિ લાંબો રહ્યો તે સિવાય વાર્તા રહસ્ય અને રોમાન્ચ થઈ ભરપૂર રહી અસ્તુ............
  • author
    Patel Dinesh
    21 એપ્રિલ 2018
    આ સ્ટોરી મેં પુબ્લિક ગુજરાતી લાયબ્રેરીમાં વાંચેલી છે બહુંજ મજાની સ્ટોરી છે હું આવીજ બીજી સ્ટોરી વાંચવા માંગુ છું લિંક પ્રોવાઈડ કરસો આભાર