નામ જ એવું છે કે જે સાંભળતા જ નજર સામે એમનું આખું વ્યક્તિત્વ ઝળહળી ઉઠે. (આમ તો હલબલી ઉઠે એમ કહેવું પડે.) જે વાંચે છે એમને તો કંઈ કહેવાનું નથી અને નથી વાંચ્યા એમણે પહેલા વાંચવાની જરૂર છે. એટલે ...
૨૫ માર્ચ, ૨૦૦૬....
હું આઈસીઆઈસીઆઈમાં હતો. બપોરે મિત્રનો મેસેજ આવ્યો, બક્ષી નથી રહ્યા. રજા લઈ ઘરે આવ્યો. ઇ ટીવી માં સ્ક્રોલ જોયું, જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી નું અવસાન. સફેદ શર્ટ પહેરી રવાના થયો. સમાચાર મળ્યા મુખ્યમંત્રી મોદી એમના ઘરે પહોંચ્યા છે, સેટેલાઇટ ટાવર. હું સીધો થલતેજ સ્મશાન ગયો. આશરે ૧ કલાક પછી શબવાહિની આવી, હું પાસે ગયો અને મારા પ્રિય બક્ષિસાહેબને ચોથી કાંધ આપી. એક મર્દનો જનાજો. ઉપર લાવી ફૂલ ચઢાવ્યા. હું જોઈ રહ્યો તો એ ચશ્માને એ જમણા હાથના અંગુઠાને અને એ શીતળાના ખુર્દ નિશાનો ને.... કોણ કોણ આવ્યું હતું, ચાલીસેક માણસ હતા,શ્રેયાંશભાઈ હતા, વિનોદ ભટ્ટ, ઉપેન્દ્ર ત્રિવેદી હતા, તારક મહેતા અને બકુલ ત્રિપાઠી હતા, ધીમંત પુરોહિત હતા. સ્ત્રીઓ પણ હતી, એમાં વૈભવી ભટ્ટ સાંત્વના આપી રહી હતી. અને રિવા....! ઇલેક્ટ્રિક ક્રીમેટોરિયમમાં શરીરને ગોઠવવામાં આવ્યું, હું નમ આંખે, મારી આંખ નીચે એક ઇતિહાસને સૂતેલો જોઈ રહ્યો હતો. રિવા માથા પાસે બેસી રહી, હાથ ફેરવતી રહી, આ એ પુત્રી જેણે થોડા સમય પહેલા જ માં ગુમાવી હતી અને આજે...
રિવા ઊભી થઈ. બે હાથે હેન્ડેલ પકડ્યું અને જોઈ રહી, રડતી રહી.
છેલ્લો ધક્કો... અને બોલી, ગુડબાય ડેડી....!
શટર પડી ગયું અને હું જલ્દી થી દોડતો ત્યાંથી નીકળી ગયો.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
બક્ષી બાબુ નો પ્રથમ પરિચય ચિત્રલેખાની વિકલ્પ શ્રેણી થી થયો એ 16-17 વર્ષ ની मुग्धा અવસ્થાએ અને બહુ વાંચ્યા પછી લાગ્યું કે મારા જીવનમાં... જીવવાની રીતમાં, મારા વિચારોમાં એમનો પણ પ્રભાવ છે... એક લાઇન માં તો એ કેટલું બધું કહી શકતા હતા आज તેની વિશેષતા હતી એમનું વિશાળ વાંચન અને લખવાની શૈલી બીજા કોઈ ગુજરાતી લેખક માં જોવા ના મળી, બક્ષી બાબુ... પ્રણામ... Salute... બહુ જલ્દી જતાં રહ્યાં... એનો अफसोस હમેશાં રહેસે.

બક્ષી બાબુ ના લખાણ ની જેમ તમારું લખાણ પણ સડસડાટ વંચાઈ ગયું. બક્ષી અને ઓશો આ બંને નો હું પણ ચાહક એને વાંચ્યા પછી એવું જ લાગે કે લગભગ બધુ વાંચી લીધું. બીજુ બધુ વાંચતા એવું લાગે કે માહિતી છે પણ જીવ્યા હોય જજૂમ્યા હોય ખરબચડી જિંદગી નો અનુભવ કોઈએ શબ્દમાં વાંચવો હોય તો બક્ષી બાબુ જ કહી શકાય... તેમનું આત્મકથા "બક્ષીનામા" આહ અને વાહ થઈ જાય... તમને ખૂબ શુભકામનાઓ.