pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મારી બા

5
228

આજના માતૃદિવસના શુભ અને ધન્ય દિવસે મને મારી બા યાદ આવે એ તો સહજ અને સ્વાભાવિક છે;પણ એ તો આજે મારા વહેલી સવારના સપનામાં પણ આવી.હું નાનો લલિત,જેને એ બચુ કહેતી,નાનપણમાં દસ-બાર વર્ષની વયે અતિ અતિ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
લલિત પરીખ

હું લલિત પરીખ. મારો જન્મ ૧૯૩૧માં.. શરૂના  ૮  વર્ષ ઇન્દોરમાં હેડમાસ્તર  પિતાની શાળામાં ત્રણ ગુજરાતી સુધીનો  અભ્યાસ.તે પછી ચોથી ગુજરાતીથી એમ.એ.પી;એચ.ડી.સુધીનો અભ્યાસ હૈદરાબાદમાં.હિન્દી સાહિત્યનાં ઉસ્માનિયા યુનીવર્સીટીમાં પ્રોફેસર,,ચેરમેન.ડીન.૧૯૯૧માં નિવૃત્ત થયો નાની ઉંમરથી સાહિત્યમાં રસ.પુષ્કળ ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સાહિત્યનુ વાંચન કર્યું. ૧૯૪૮મા ૧૭ વર્ષની ઉમરે પૂજ્ય.મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પર જે કવિતા લખીને તત્કાલ મોકલી તે મુંબઈ સમાચારની પહેલી જ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં ગાંધીજી ના ચિત્ર સાથે પ્રકાશિત થયેલ.એ હતી મારી પહેલી સિદ્ધિ. “કુમાર’માં વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે નિર્વાચિત થઇ પારિતોષિક પ્રાપ્તિ તે બીજી સિદ્ધિ ૧૯૫૧ માં કુલ ત્રણેક વાર્તાઓ તેમાં પ્રગટ થયેલી.આ વાર્તાનું નામ”ખોવાયેલી વીંટી”.બીજી બે વાર્તાઓના નામ હતું, ‘ભવિષ્યવાણી’ અને ‘રમીમાસ્ટર’. ‘નવચેતન’ માં પુષ્કળ વાર્તાઓ છપાઈ.પ્રતિમા,સવિતા,વાર્તા,વી.માં વાર્તાઓ પ્રગટ થતી જ રહી.અખંડ આનંદ જન કલ્યાણમાં પણ નાની ઉમરે વાર્તાઓ,લેખો,એકાંકી વી.પ્રગટ થતારહ્યા. બાળ સાહિત્ય પણ ઘણું લખેલ.બાલમિત્ર,બાલસખા, ગાંડીવ, રમકડું મુંબઈ સમાચાર,જન્મભૂમિ- પ્રવાસીમાં,બાલજીવનમાં.એક બાળનાટિકા મુંબઈ રેડીઓ સ્ટેશનથી પ્રસારિત પણ થયેલી.નાનપણમાં હસ્તલિખિત ત્રિમાસિક સામાયિક પણ પ્રકાશિત કરેલ- પંકજ  અને રશ્મિ. નાનપણથી મંડળો  સાથે કાર્યરત અને એના સ્થાપનાની નેમ.વ્યાયામ મંડળ ,બાળમંડળ,નવયુવક મંડળ,સંસ્કૃતિક મંડળ,વી.યુનીવર્સીટીમાં ભણતા ભણતા ગુજરાતી સેવામંડળ  મંત્રી અને પછી પ્રમુખ તરીકે વરની થયેલી.એક વાર અતિવૃષ્ટિ થતા શહેરમાં વાસણ,કપડા અને અનાજનું મહિલા મંડળની  સાથે ગરીબ વસ્તીઓમાં ફરી ફરી વિતરણ પણ કરેલું.હૈદ્રાબાદ રેડીઓ સ્ટેશન પર નાટિકાઓ ભજવેલી,સમાજમાં પણ નાટકો ભજવેલા,યુનીવર્સીટીમાં પણ નાટકો દિગ્દર્શિત કરેલા.સમાજમાં ભવ્ય હોલ.તેની ઉપર ગેસ્ટ હાઉઝ,શાળા અને કોલેજ માટે ગમે તેટલી મોંઘી ચોપડીઓ માટે બુક બેંક પણ શરુ કરેલી,જે આજે પણ ચાલે છે.પણ પી.એચડીની શુષ્ક શોધ-પ્રવૃત્તિમાં સાહિત્યની સરસતા સુકાતી ગઈ.તેમાં એક મહાન મિત્ર,ફિલસૂફ,અને ગુરુ સમાન ડોકટરે સાચી સમજણ આપી કહ્યું;”લખવા કરતા સારું જીવો.વ્યાસ મુનિના સમયથી આજ સુધી ઘણું ઘણું લખાયું છે.હવે મનુષ્યે સારું-સાચું જીવન જીવવાનું છે.લખવાનું છોડી દીધું,આજે ફરી ચાલીસ વર્ષો પછી લખવાનું શરુ કરી શક્યો તેનું શ્રેય શ્રી.નટવરભાઈ મેહતાને છે,જેમની પ્રેરણા અને જેમના પ્રોત્સાહનથી ફરી લખતો થઇ ગયો છું.લગભગ પચાસથી વધુ વાર્તાઓ છ મહિનામાં લખી છે અને એક લઘુ નવલ પણ.  જે સમયાંતરે અહિં  આ બ્લોગ મારફત પ્રકાશિત કરતા રહેવાની ખેવના રાખું છું. આજે ૮૦ વર્ષની ઉમરે આટલી ઝડપથી આટલું લખી શકાયું છે તો હજી આવતા દસ-વીસ વર્ષોમાં તો પુષ્કળ લખશે.આશાવાદી છું,સકારાત્મક અભિગમ ધરાવું છું એટલે સો વર્ષ તો જીવવાનો જ. મારા કાકી સો વર્ષના જીવે છે અને હરેફરે છે.રોજ કોમ્પ્યુટપર બે-ત્રણ-ચાર કલાક બેસી સીધું જ લખવાનું ફાવી ગયું છે,ચાર પુત્રો-પુત્રવધુઓ ,જેમાંથી બે પુત્રો-પુત્રવધુઓ ડોક્ટર.એક પુત્ર-પુત્રવધુના બે પુત્રો અને તેમની એક પુત્રવધુ પણ ડોક્ટર.પુત્રો શ્રવણ જેવા.પુત્રવધુઓ પુત્રી જેવી.મને ન પુત્રી છે,ન બહેન.સો વર્ષે અમારે ત્યાં પહેલી પોત્રી જન્મેલી ત્યારે અમે,મારા માતા-પિતા પણ નાચેલા.ત્રણ પૌત્રો,પાંચ પૌત્રીઓ માંથી બે પૌત્રીઓના અને એક પૌત્રના લગ્ન થઇ ગયા છે.એક પ્રપૌત્રી પણ છે.બાકી અઘળા લગ્નો અને સહુને ત્યાં બાળકો આરામથી જોવાશે. પત્નીને સ્ટ્રોક આવતા ડાબા પગે સહજ ખોડ  આવી છે;પણ  પોતાનું સઘળું કામ   હવે જાતે કરી લે છે અને વોકરથી,લાકડીથી,માંરો હાથ પકડીને પણ ચાલી શકે છે અને કારમાં વોકર મૂકી બધે આવ-જાવ પણ કરી શકે છે.તે પણ મારી જેમ અને જેટલું લાંબુ જીવવાની જ.જે પુત્ર-પુત્રવધુની સાથે રહીએ છીએ તેમણે અમારા માટે હેન્ડીકેપ્ડ એક્સેસેબ્લ રૂમ અને બાથરૂમ પણ બનાવ્યો છે. મને સદભાગ્યે તે લોકો તેમજ મારી પત્ની દર વર્ષે ભારત ફરવા જવા દે છે અને હું ત્યાંથી ટુરો  પણ લઉં છું-દેશ-વિદેશની.મને ભારત દેશ અતિઅતિ  પ્રિય છે.ભાષાઓ હું ગુજરાતી ઉપરાંત હિન્દી,ઉર્દુ,મારાથી,તેલુગુ વી.જાણું છું. આ થયો મારો લાંબો પરિચય.. આશા છે કે આપ સહુ સાહિત્ય રસિક મારા આ સાહસને આવકારશે. અને મને પ્રોત્સાહન આપશે. આપનો લલિત પરીખ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી