"પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માગૅ ભિન્ન છે. છતાં જયાં તેઓ મળે છે ત્યાં અદ્ગભુત સફળતા પ્રગટે છે." 👍 એક જ વિચારને પકડો. એ એક જ વિચારને
તમારું જીવન સર્વસ્વ બનાવો, - તેને વિશે જે જ વિચાર
કરો. તેના જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો.
તમારું મગજ, સ્નાયઓ , માંસપેશીઓ, જ્ઞાનતતં ઓ ,
તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી
ભરપરૂ કરી દો, અનેએ સિવાયના બીજા દરેકેદરેક વિચાર બાજુ એ મૂકી દો. સફળ થવાનો આ જ ઉત્તમ માર્ગ છે.
दीपाचिरिव हि दशान्तरमभ्युपेत्य
दीपयते विवृत हेतुसमानधर्मा ।
यस्ताद्वेगेव हि च विष्णुतयाविभाति
गोविन्दमादिपुसुषं तमहं भजामि ।।
( स्रोत - ब्रह्म संहीता - 5/46)
જેવી રીતે એક દીપકની જ્યોત બીજા દીપકની જ્યોત બને અને બન્ને અલગ-અલગ અનુભવાતી જ્યોત એક જ હોય છે. તેવી જ રીતે જે પોતાના વિભિન્ન સ્વરૂપોમાં સમાનરૂપથી પ્રકાશિત થાય છે. તે આદિપુરુષ ગોવિંદનું સ્મરણ કરીને એવું પ્રતીત થાય છે કે આપનામાં અને મારામાં આજ અનંત જ્યોત બીરાજમાન છે. આ એક સમાન તત્ત્વના ભાવથી હું અને આપ સમષ્ટિ બની રહીએ અને પરસ્પર પ્રેમ, બંધુતા થકી સમાન રીતે વિકસતાં રહીએ આ આપણી શાણપણની સાધના સતત વધતી રહે .
અનાદિ અને અનંત આદિત્યની સનાતન ઉર્જાનો પુંજ જે આપણામાં વિદ્યમાન છે તેનું સ્મરણ કરીને આત્મદીપની અજય શક્તિની સાધનાથી આપણે સહુ સતત તપતા રહીએ અને આપણાં સમાન વિકાસ થકી આપણાં સંપર્કમાં આવનાર પ્રાણીમાત્રનો પણ સમાન વિકાસ થાય અને सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःख भाग्भवेत्। આ ભાવનાને સાર્થક કરીએ તેવી અભ્યર્થના