આમ તો મને હોમવર્ક કરવું બિલકુલ નથી ગમતું પણ લેખક ની જેમ લખવું ખૂબ ગમે છે. મારો પ્રથમ લેખ મેં મારા સાતમા ધોરણ માં લખ્યો હતો. એ વખતે હું 11 વર્ષનો હતો. મેં મારો લેખ સૌપ્રથમ મારા ગુરુજી (સરકારી શાળાના માસ્તર) ને બતાવ્યો. તેમને મારો લેખ ખૂબ ગમ્યો, અને મારો લેખ તેમણે ફેસબુક, વોટ્સએપમાં વાયરલ કારી નાખ્યો. એ વખતે મારી લેખકની દુનિયા માં ફક્ત બે જ માણસો હતા, એક હું ને બીજા મારા ગુરુજી. પણ 12 વર્ષની ઉંમરમાં મારી આ લેખકની દુનિયા માં થોડો ટ્વિસ્ટ આવ્યો. પહેલા હું મારા લેખ એક ચોપડામાં લખતો પણ હવે આ લેખને બહાર પાડવાનો સમય આવી ગયો હતો. મારે મારા ગામ થી અને મારા ગુરુજી થી અલગ થવાનો સમય આવી ગયો હતો. અમદાવાદ શિફ્ટ થયા પછી મેં એક વર્ષ સુધી મારી લેખકની દુનિયા ને તાળું મારી દીધું હતું. પણ હવે મારી આ દુનિયા ને રીનોવેશન કરવાનો સમય આવ્યો હતો. આ દુનિયા માં કલમ, ચોપડા, હું અને મારા ગુરુજી સિવાય સોશિઅલ મીડિયાને ઉમેરવાનો સમય આવી ગયો હતો. પ્રતિલિપિ એપ ડાઉનલોડ કરવાનો સમય આવી ગયો હતો. 🙂 ખબર નતી કે વાર્તા વાંચવાની એપ પેલી દુનિયા નું રીનોવેશન કરવાની હતી. 😇😇😇