pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ: ગોલ્ડન પેન એવોર્ડ

16 अगस्त 2023

પ્રિય લેખકમિત્રો,

 

ગોલ્ડન પેન એવોર્ડ સ્પર્ધામાં સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર તમામ નવા લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! પરિણામમાં તમારી ધારાવાહિક વાર્તા સ્થાન પામી છે કે નહિ તેના કરતા સફળતાપૂર્વક ભાગ લેવો એ મોટી વાત છે! 

અમે આ સ્પર્ધા ફક્ત નવા લેખકો કે, જેમની પાસે ગોલ્ડન બેજ નથી તેમના માટે યોજી હતી. ધારાવાહિક સ્પર્ધામાં ભાગ લેવાથી ગોલ્ડન બેજ મેળવવા તરફ ઝડપથી આગળ વધી શકાય તે હેતુ સાથે યોજાયેલી આ સ્પર્ધા સફળ રહી. આ સ્પર્ધામાં ભાગ લઈને પછી પ્રોફાઈલ પર ગોલ્ડન બેજ મેળવનાર 176 નવા લેખકોને હાર્દિક અભિનંદન! પ્રતિલિપિમાં લેખક તરીકે આગળ વધવા ગોલ્ડન બેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવક મેળવવા માટેનું પ્રથમ પગલું એટલે ગોલ્ડન બેજ!

આ ગોલ્ડન બેજ લેખકો હવે તેમની ધારાવાહિકને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હેઠળ રાખી શકશે. દરેક શરુ પ્રીમિયમ ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિકને અનલોક કરવા માટે વાચકો પાસે આ વિકલ્પો ઉપલબ્ધ રહેશે: પ્રીમિયમ અથવા સુપરફેન સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે. સિક્કાથી ભાગ અનલોક કરી શકશે. જે વાચકો ફ્રીમાં વાંચવા માંગતા હોય તેઓ નવો ભાગ બીજા દિવસે અનલોક કરી શકશે. તેથી વાચકોના સાથ સાથે હવે આવક ઊભી કરવાની તક! ખાસ 'સુપર રાઇટર્સ એવોર્ડ - 6' સ્પર્ધામાં ભાગ લેવા માટેના દ્વાર તેમના માટે ખુલી ગયા છે.

 

નિર્ણાયકોના શબ્દો, "આ ટૂંકી ધારાવાહિક સ્પર્ધામાં ઓછામાં ઓછા 20 ભાગ સાથે લેખકોએ સારી ધારાવાહિક વાર્તા લખવા પ્રયાસ કર્યા. કાળજીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી અમે વિજેતા 10 ધારાવાહિક અને અન્ય સારી 10 ધારાવાહિકને પરિણામમાં સ્થાન આપી રહ્યા છીએ. 

અન્ય ધારાવાહિક વાર્તાઓમાં ઘણા સારા પ્રયત્ન જોવા મળ્યા છે. તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! વાર્તાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરશો. નવી થીમ કે શ્રેણીમાં વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કરતા રહેશો. યાદ રાખશો, લેખક તરીકેની તમારી યાત્રા હજુ શરૂ થઈ છે. તમારો આગળનો માર્ગ તમારી સર્જનાત્મકતાને સુંદર રીતે ઘડશે.

નવા લેખક તરીકે તમારા વિચારોને વાર્તાના રૂપમાં વાચકો સુધી પહોંચાડી તમે એક પગલું આગળ વધી ગયા છો. તમારું સમર્પણ, જુસ્સો અને હિંમત ખરેખર પ્રશંસનીય છે. જોકે તમારી વાર્તાને વધુ મઠારીને સારી બનાવી શકાય છે. અમે ભાગ લેનાર તમામ લેખકોને સૂચન આપીશું કે વાર્તા કેવી રીતે લખવી તેનો અભ્યાસ કરતા રહો. પ્રતિલિપિ આ વિશે ઘણું માર્ગદર્શન આપે છે તેને ધ્યાનમાં રાખો.”

 

ટોપ 10 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી)

 

→ ચક્રવ્યૂહ - બિનાંગ દિવાન બિન્ની

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ જીવન સંચય - Hemali Ponda તની

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ બડા નટખટ હૈ કિશન કનૈયા - Asmita Mavapuri ATM

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ પ્રણયની સાર્થકતા - Sahil Moradiya

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ પરિણય બંધન - Shital Parmar શીતુ

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ ક્રિમિનલ કેસ - Urvi Bambhaniya

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ કારણ મને પ્રેમ છે - Deepa Prashant Salunke

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ સ્નેહના સમર્પણ - Nardi Parekh

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ ચાહત તારા નામ ની - ભાર્ગવ ત્રિવેદી તત્વમસિ

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ કન્યાદાન - Daya Kantariya

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

*અપડેટેડ પરિણામ
---

 

અન્ય સારી વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી)

 

 

- ઉપરોક્ત વિજેતા લેખકોને તથા સફળતાપૂર્વક ધારાવાહિક પૂર્ણ કરનાર અન્ય તમામ લેખકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે.

 

- આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! 

 

- નવી સ્પર્ધા, નવી તક, નવી દિશા! - 

 

1. ગોલ્ડન બેજ લેખકો માટે:

છેલ્લી બધી સીઝનમાં અમે લેખકોની કલ્પનાને નવી ક્ષિતિજો સ્પર્શતા જોયા. વાચકોને સ્તબ્ધ કરી આજુબાજુની દુનિયા ભૂલી વાંચનમાં મગ્ન કરતા જોયા! ઘણી એવી ધારાવાહિક જોઈ જે સ્પર્ધામાં શરુ થઈ પણ પછી પોપ્યુલર - બેસ્ટસેલર વાર્તા બની ગઈ. વાચકોની સૌથી લોકપ્રિય ધારાવાહિક બની ગઈ, જેણે વાચકોને સબસ્ક્રાઈબ કરવા મજબુર કરી દીધા! લેખકોને પ્રીમિયમ દ્વારા નિયમિત આવક ઊભી થઈ. તો પછી આ સ્પર્ધાની નવી સીઝનમાં ભાગ લઈને પ્રતિલિપિ પર આગામી સુપર રાઈટર વિજેતા બનવા તૈયાર છો ને?

 

2. ગોલ્ડન બેજ મેળવવા માંગતા લેખકો માટે:

શું તમારે પણ પ્રતિલિપિમાં ગોલ્ડન બેજ મેળવીને દર મહિને નિયમિત આવક ઊભી કરવી છે? તો પ્રતિલિપિ ખાસ તમારા માટે જ એક્સક્લુઝિવ તક લઈને આવી છે!