pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શું તમને લાગે છે કે વાર્તા લખવાથી પ્રસિદ્ધિ મેળવી શકાય?

02 મે 2023

60 કરતાં વધુ ભાગમાં લખવામાં આવેલી એક નવલકથા તમારું જીવન બદલી શકે છે. પ્રતિલિપિ શોધી રહ્યું છે ભારતની 9 ભાષાઓમાં શ્રેષ્ઠ લેખકો! લખો તમારી સર્વશ્રેષ્ઠ એક એવી ધારાવાહિક વાર્તા જે તમને લાઈફ ટાઈમ આપશે નિયમિત આવક.

 

પ્રતિલિપિ દ્વારા ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' લોન્ચ થઈ ગઇ છે. આ લેખન સ્પર્ધાએ ઓનલાઈન સાહિત્યના ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી છે! આ સ્પર્ધા થકી હજારો લેખકો ઉત્તમ વાર્તા લખીને આવક મેળવવાના એમના સપનાને પૂર્ણ કરી રહ્યા છે. 

 

આ સ્પર્ધામાં તમારે ગુજરાતી ભાષામાં ઓછામાં ઓછા 60+ ભાગ સાથેની નવી ધારાવાહિક વાર્તા લખવાની રહેશે. જે ફક્ત આ સ્પર્ધા માટે એક્સક્લુઝિવ હોવી જોઈએ. તમે કોઈપણ વિષય / પ્લોટ / થીમ / શૈલીમાં લખી શકો છો. આ વખતે તમારી પાસે 5 મહિનાનો સમય હશે. મનમાં રમતા અદ્દભુત વિષયવસ્તુને, પાત્રોને, ઘટનાઓને અને વિચારોને તમારી કલમથી જીવંત બનાવો. 

 

નોંધ: કૃપા કરી સ્પર્ધાની તમામ વિગતો છેલ્લે સુધી વાંચો. 

—————————

 

સૌથી પહેલા તો અમારા એક્સક્લુઝિવ ઇનામો પર નજર કરો:

 

(1) સુપર રાઇટર્સ માટે:

 

1. પ્રથમ વિજેતા: ₹ 11,000 કેશ પ્રાઇઝ + ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ

2. દ્વિતીય વિજેતા: ₹ 7,000 કેશ પ્રાઇઝ + ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ

3. તૃતીય વિજેતા: ₹ 5,000 કેશ પ્રાઇઝ + ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ

4. ટોપ 20માં સ્થાન પામેલા અન્ય 17 વિજેતાઓને ₹ 3000 કેશ પ્રાઇઝ! + ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ



(2) સફળતાપૂર્વક ભાગ લેનાર તમામ લેખકો માટે:

 

5. સફળતાપૂર્વક પ્રકાશિત થયેલ તમામ ધારાવાહિક વાર્તાઓ પ્રીમિયમ વિભાગનો ભાગ બનશે. એટલે નિયમિત આવક મેળવવાની તક

6. સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર લેખકોને ડિજિટલ પ્રમાણપત્ર

7. ભવિષ્યમાં ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવાની વિશેષ તક

8. પ્રતિલિપિ એપના હોમપેજમાં અને ફેસબુકમાં ધારાવાહિકનું વિશેષ પ્રમોશન

9. નવી સ્પર્ધા, નવી તક અને નવી ધારાવાહિક વાર્તા સાથે વાચકોના દિલ જીતવાની તક 



(3) 100+ ભાગ સાથે સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર લેખકો માટે:

 

10. 100+ ભાગની ધારાવાહિક નવલકથા લખવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દરેક લેખકના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે તેમને કુરિયર દ્વારા નિશ્ચિત ટ્રોફી કે ઈનામ મોકલીને સન્માનિત કરવામાં આવશે. 

—————————

 

ભાગ લેવા માટેના નિયમો:

 

1. પ્રતિલિપિમાં પોતાની પ્રોફાઈલ પર ગોલ્ડન બેજ ધરાવતા તમામ લેખકો આ સ્પર્ધામાં ભાગ લેવાની યોગ્યતા ધરાવે છે.

 

2. તમારી ધારાવાહિકમાં ઓછામાં ઓછા 60 ભાગ હોવા જોઈએ અને તમે જેટલા પણ ભાગ લખો એ દરેક ભાગમાં ઓછામાં ઓછા 1000 શબ્દો હોવા જોઈએ.

 

3. તમે કોઈપણ વિષય / પ્લોટ / થીમ / શૈલીમાં નવી ધારાવાહિક લખી શકો છો. પ્લોટ આઈડીયા મેળવવા અહીં ક્લિક કરો.

 

4. તમારી ધારાવાહિક સબસ્ક્રિપ્શન હેઠળ રાખવી ફરજિયાત છે.

 

5. આ સ્પર્ધામાં ભાગ લેવા ધારાવાહિક પ્રકાશિત કરતી વખતે ‘સુપર રાઇટર્સ એવોર્ડ - 5’ શ્રેણી પસંદ કરવી ફરજિયાત છે. 

 

6. તમારી ધારાવાહિક સ્પર્ધાની અંતિમ તારીખ સુધીમાં પૂર્ણ થવી ફરજિયાત છે. અધૂરી ધારાવાહિક સ્પર્ધામાં માન્ય ગણાશે નહિ.

 

7. આ સ્પર્ધામાં ધારાવાહિક પ્રકાશિત કરવાના સ્ટેપ્સ શું છે?

 

- અગાઉની સિઝનમાં અમે ‘સુપર રાઇટર્સ એવોર્ડ’માં ભાગ લેવાની પદ્ધતિની વિસ્તૃત સમજણ આપતો એક વિડિયો તૈયાર કર્યો હતો. અહીં ફરીથી એ જ વિડિયો શેર કરી રહ્યા છીએ પરંતુ યાદ રહે, આ વખતે સ્પર્ધાના નિયમોમાં ફેરફાર છે. જે સ્પર્ધાના નિયમોમાં જણાવ્યા મુજબના છે.

https://www.youtube.com/watch?v=gyI1hK3owtI

 

8. સ્પર્ધાના પરિણામ માટે મૂલ્યાંકનના કયા કયા માપદંડ રહેશે?

 

- નિર્ણાયકો અને અમારી એડિટર ટીમ દ્વારા તમામ નિયમો સાથે સફળતાપૂર્વક પ્રકાશિત થયેલી તમામ ધારાવાહિક વિવિધ પરિમાણો મુજબ તપાસવામાં આવશે. જેમકે, ધારાવાહિકનો પ્લોટ, વાર્તાનું લખાણ, પાત્રો અને એનું વર્ણન, શરૂઆતથી લઈને અંત સુધી વાર્તાની પકડ, વાર્તાને રસપ્રદ બનાવવાની ક્ષમતા, સામાન્ય વ્યાકરણ, વગેરે.

 

9. મારી પાસે ગોલ્ડન બેજ છે પરંતુ લાંબી ધારાવાહિક લેખન નથી ફાવતું, શું કરું?

 

- અમે જાણીએ છીએ કે લાંબી ધારાવાહિક લખવી એ સરળ કાર્ય નથી. પરંતુ અમે તમારા માટે તેને સરળ બનાવી દીધું છે! તમારા થોડા કલાકો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે! લાંબી ધારાવાહિક સરળતાથી લખવા વિશેના અમારા એક્સક્લુઝિવ સેશન નીચેની લિંક દ્વારા તપાસો.

 

1 | લાંબી ધારાવાહિક માટે પ્લોટ કેવી રીતે વિકસાવવો

 

2 | પાત્રો અને સબ-પ્લોટ કેવી રીતે વિકસાવવા

 

3 | વાર્તા લેખનમાં દ્રષ્ટિકોણ, ઘટનાઓ - તેનો ક્રમ અને પ્લોટ હોલ્સ

 

4 | ભાગોનું વિભાજન અને સીન/દ્રશ્ય લેખન

 

5 | સંવાદ (ડાયલોગ્સ) અને પ્રથમ ભાગને કેવી રીતે લખવો?

 

6 | હૂક એટલે શું? કેવી રીતે ઉમેરવું? પ્લોટ ટ્વિસ્ટ અને વાર્તાનો અંત કેવી રીતે કરવો?

 

7 | લોકપ્રિય વાર્તાઓ અને તેના ભાગોનું એનાલિસિસ/વિશ્લેષણ

 

8 | વાર્તા લખતી વખતે જોવા મળતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો (બ્લોક/સ્ટ્રેસ/સમય)

 

9 | વિવિધ લાગણીઓ કેવી રીતે લખવી?

 

10 | વાચકોને કેવી રીતે આકર્ષવા? પ્રમોશન કેવી રીતે કરવું?

 

11 | પુનરાવર્તન, વિવિધ શ્રેણીની સમજ, લાંબી ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ફાયદા

 

10. મારી પાસે ગોલ્ડન બેજ નથી, ગોલ્ડન બેજ મેળવવા હું શું કરી શકું?

 

- આ સ્પર્ધા માત્ર ગોલ્ડન બેજ ધરાવતા લેખકો માટે જ છે. પણ નિરાશ ન થશો. આ સ્પર્ધા દરમિયાન તમે પણ ગોલ્ડન બેજ મેળવવા પ્રયાસ કરી શકો છો. ગોલ્ડન બેજ પ્રાપ્ત થયા બાદ તમે ચોક્કસ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. 

 

- પ્રતિલિપિ પર ગોલ્ડન બેજ લેખક બનવા માટે બે સામાન્ય શરતોનું પાલન થવું જરૂરી છે:

(1) તમારી પાસે ઓછામાં ઓછા 200 ફોલોઅર્સ હોવા જોઈએ. 

(2) ત્યારબાદ તમે 30 દિવસમાં ઓછામાં ઓછી 5 રચના પ્રકાશિત કરી હોવી જોઈએ.

 

—————————

 

મહત્વની તારીખો:

 

- સ્પર્ધાની શરૂઆત: 6 માર્ચ, 2023

- સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ: 4 ઓગસ્ટ, 2023

- પરિણામની તારીખ: 1 ઓક્ટોબર, 2023

—————————

 

કેટલીક મહત્વની ટેક્નિકલ માહિતી:

 

1. તમે એ સુનિશ્ચિત કરો કે તમે પ્રતિલિપિ એપ્લિકેશનનું લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન વાપરી રહ્યા છો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અપડેટ અંગે માહિતી મેળવી શકાય છે. 

 

2. ‘ટોપ લેખકો/લીડરબોર્ડ’ ફીચરને સ્પર્ધા સાથે કોઈ સંબંધ નથી. તેથી આ સ્પર્ધા માટે તેને ધ્યાનમાં રાખીને કઇ વિચારવું નહિ. 

 

3. જો તમે આ પેજની નીચે 'બધી એન્ટ્રીઓ' એવું જુઓ છો, તો તે માત્ર ટેકનીકલ સમસ્યા છે. એને સ્પર્ધા કે એન્ટ્રી સાથે કોઈ સંબંધ નથી.

 

4. રચના પ્રકાશિત કરતી વખતે સ્પર્ધાની શ્રેણી 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' પસંદ કરતા તમારી રચના આપોઆપ સ્પર્ધાનો ભાગ બને છે.

 

5. કોઈ પણ મુંઝવણ જણાય તો નિઃસંકોચ રહી [email protected] પર અમારો સંપર્ક કરશો. ટીમ પ્રતિલિપિ હંમેશા તમારી સાથે છે. 

—————————

 

હજારો લેખકો સાથે પ્રતિલિપિ પણ રોજ મહેનત કરે છે, જેથી લેખકોના સપના સાકાર થઇ શકે. અમે એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ જ્યાં લેખકોને નિયમિત લેખન સાથે વાચકોના પ્રેમથી લાંબા ગાળે સતત આવક મળતી રહે. આ સમયની શરૂઆત થઈ ગઈ છે! એટલે આ સમય હાથમાંથી જવા દેશો નહીં. અમે અને વાચકો તમારી બેસ્ટ ધારાવાહિકની રાહ જોઈશું.

 

કોણ બનશે આગામી સુપર રાઇટર્સ? દેશના સર્વશ્રેષ્ઠ લેખકને શોધવા અમે અત્યંત આતુર છીએ, તમે પણ આ સ્પર્ધા માટે તૈયાર છો ને? ‘સુપર રાઇટર્સ એવોર્ડ - 5’ સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ટીમ પ્રતિલિપિ તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!