1. આ સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે છે?
→ સુપર રાઇટર્સ એવોર્ડ સ્પર્ધામાં કોઇપણ લેખક ભાગ લઈ શકે છે!
2. શા માટે મારે ધારાવાહિકમાં પ્રસ્તાવના, ટ્રેલર અથવા વધારાની નોંધને ધારાવાહિકના શરૂઆતના કે અન્ય ભાગ તરીકે પ્રકાશિત કરવાનું ટાળવું જોઈએ?
→ કારણ કે;
(1) વાચકોનું જોડાણ: વાચકો બિનજરૂરી લખાણ કરતા ભાગ 1 માં શરૂઆતથી જ વાર્તા વાંચવાનું પસંદ કરે છે. ધારાવાહિકના ભાગ તરીકે બિનજરૂરી બાબતો પ્રકાશિત કરવાથી વાચકો ધારાવાહિક વાંચવાથી દૂર થઈ શકે છે.
(2) યોગ્ય રીત: જો તમે ઇચ્છો તો પ્રથમ ભાગમાં જ શરૂઆતમાં 4-5 લાઇનમાં પ્રસ્તાવના અથવા ટ્રેલર લખીને પછી એ જ ભાગમાં પ્રથમ સીન લખીને વાર્તાની શરૂઆત કરી શકો છો.
3. હું મારી ધારાવાહિક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હેઠળ કેવી રીતે ઉમેરી શકું?
→ ગોલ્ડન બેજ લેખક તરીકે તમે નવી ધારાવાહિક લખવાની શરૂઆત કરશો ત્યારે તેમાં શરૂઆતના 15 ભાગ અનલોક રહેશે. 16મો ભાગ પ્રકાશિત થતા ધારાવાહિક આપોઆપ ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન’ પ્રોગ્રામનો ભાગ બની જશે. જેનાથી તમે રોયલ્ટી મેળવી શકશો. (16મો ભાગ પ્રકાશિત થવા પહેલા તમને ધારાવાહિકને ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ ઉમેરવાનો વિકલ્પ જોવા મળશે નહીં.)
4. મારી પાસે અત્યારે ગોલ્ડન બેજ નથી, મારે શું કરવું જોઈએ?
→ તમે સબસ્ક્રિપ્શનમાં ઉમેર્યા વગર ધારાવાહિક લખીને સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. જો તમે સ્પર્ધા દરમિયાન ગોલ્ડન બેજ પ્રાપ્ત કરો, તો તમારી ધારાવાહિકમાં નવા ભાગ પ્રકાશિત કરવા સાથે ધારાવાહિક આપોઆપ ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન’ પ્રોગ્રામનો ભાગ બની જશે.
→ ઉપરાંત, તમે ગોલ્ડન બેજ મેળવ્યા પછી તમારી 16+ ભાગની કોઈપણ ધારાવાહિકને સ્વયં ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન’ હેઠળ ઉમેરી શકો છો:
સ્ટેપ 1: પ્રતિલિપિ એપ્લિકેશન ખોલી 'લખો' વિભાગમાં જઈને તમારી ધારાવાહિક ઓપન કરો.
સ્ટેપ 2: 'માહિતી સુધારો' પર ક્લિક કરીને સબસ્ક્રિપ્શન પ્રોગ્રામમાં ધારાવાહિક ઉમેરવાનો વિકલ્પ શોધો.
સ્ટેપ 3: વિકલ્પમાં 'હા' પસંદ કરીને સેવ કરતા 24 કલાકની અંદર તમારી ધારાવાહિક પ્રીમિયમ ધારાવાહિક બની જશે.
5. હું પ્રતિલિપિમાં ગોલ્ડન બેજ કેવી રીતે મેળવી શકું?
→ પ્રતિલિપિ પર ગોલ્ડન બેજ લેખક બનવા માટે બે સામાન્ય શરતોનું પાલન થવું જરૂરી છે. આ શરતો પૂર્ણ થતા તમારી પ્રોફાઇલ ફરતે ગોલ્ડન બેજ ઉપલબ્ધ થઇ જશે:
(1) તમારી પાસે ઓછામાં ઓછા 200 ફોલોઅર્સ હોવા જોઈએ.
(2) ત્યારબાદ તમે 30 દિવસમાં ઓછામાં ઓછી 5 રચના પ્રકાશિત કરી હોવી જોઈએ.
6. હું કેવી રીતે જાણી શકું કે મારી ધારાવાહિક સ્પર્ધામાં સામેલ છે?
→ તેની ખાતરી આ રીતે કરો:
(1) સ્પર્ધાની સમયરેખામાં તમારી ધારાવાહિકના ભાગ પ્રકાશિત કરો: ઓછામાં ઓછા 70 ભાગો સાથે સ્પર્ધાની શરૂઆત અને અંતિમ તારીખ વચ્ચે તમારી ધારાવાહિક શરુ કરીને પૂર્ણ કરો. દરેક ભાગમાં ઓછામાં ઓછા 1000 શબ્દો લખો.
(2) સ્પર્ધાની શ્રેણી પસંદ કરો: ધારાવાહિક વાર્તા પ્રકાશિત કરતી વખતે શ્રેણી વિભાગમાં 3 શ્રેણીમાંથી 1 શ્રેણી 'સુપર રાઇટર્સ એવોર્ડ - 9' ફરજિયાત સિલેક્ટ કરો.
(3) સ્પર્ધાના નિયમોનું પાલન કરો: તમારી ધારાવાહિક તમામ નિયમો મુજબ લખાઈ તેની ખાતરી કરવા સ્પર્ધાની તમામ માહિતી અને નિયમો વાંચો.
7. આ સ્પર્ધામાં વિજેતા ધારાવાહિક કેવી રીતે પસંદ કરવામાં આવશે?
→ સ્પર્ધાની અંતિમ તારીખ પછી, અમારી ટીમ સ્પર્ધાની શ્રેણી સાથે સમયરેખામાં પ્રકાશિત થયેલ તમામ ધારાવાહિકની એન્ટ્રી લેશે. તેમાંથી જે ધારાવાહિક સ્પર્ધાના નિયમ અનુસાર લખવામાં આવી હશે તેને આગળ નિર્ણાયકોને મોકલવામાં આવશે.
નિર્ણાયકો વાર્તાના પ્લોટ, વાર્તાની રજૂઆત, સંવાદો, પાત્રાલેખન, વાંચનમાં ખલેલ ન પહોંચાડે તેવું વ્યાકરણ, વગેરે માપદંડના આધારે ધારાવાહિકનું મૂલ્યાંકન કરશે.
8. 100-ભાગ ચેમ્પિયન્સ માટે ટોપ 20 ધારાવાહિક કેવી રીતે પસંદ કરવામાં આવશે?
→ જે ધારાવાહિક ઓછામાં ઓછા 100 ભાગ સાથે સ્પર્ધાના તમામ નિયમોનું પાલન કરતા પૂર્ણ થશે તે તમામ ધારાવાહિકમાંથી પરફોર્મન્સ ડેટાના આધારે એટલે કે કુલ વાંચન, વાચકોનું એન્ગેજમેન્ટ, પૂર્ણતા દર જેવી બાબતોના આધારે વાચકોની પસંદની ટોપ 20 ધારાવાહિક પસંદ કરવામાં આવશે.
9. શું હું આ સ્પર્ધા માટે મારી પહેલેથી પ્રકાશિત ધારાવાહિકની આગામી સીઝન લખી શકું?
→ હા, તમે લખી શકો છો પરંતુ યોગ્ય મૂલ્યાંકન માટે અમે સંપૂર્ણ સ્ટોરીલાઇન ધરાવતી ધારાવાહિક લખવાનો આગ્રહ કરીશું. જો તમારી ધારાવાહિકની નવી સીઝન અગાઉની ધારાવાહિકના પ્લોટ પર ખૂબ આધાર રાખે છે એટલે કે નવી સીઝન વાંચવા જૂની ધારાવાહિક વાંચવી જરૂરી બને તો નિર્ણાયકોને સ્ટોરીલાઈન સમજવામાં મુશ્કેલી આવતા મૂલ્યાંકન પર અસર થઈ શકે છે.
10. શું હું એક જ ધારાવાહિકને બે અલગ અલગ સ્પર્ધા અથવા ચેલેન્જમાં લખી શકું?
→ એક ધારાવાહિક, એક સ્પર્ધા! જે ધારાવાહિકમાં એક કરતા વધુ સ્પર્ધા અથવા ચેલેન્જની શ્રેણી પસંદ કરવામાં આવી હશે તે ધારાવાહિક બંને સ્પર્ધા અથવા ચેલેન્જમાંથી રદ થશે.
11. હું સ્પર્ધાના પરિણામો ક્યાંથી મેળવી શકું?
→ પ્રતિલિપિ ટીમ દ્વારા સ્પર્ધાના પરિણામ બ્લોગ વિભાગમાં પરિણામની જાહેર કરેલી તારીખે પ્રકાશિત કરવામાં આવે છે.
સ્ટેપ 1: પ્રતિલિપિ એપના હોમપેજ પર નીચે 'લખો' વિભાગ પર ક્લિક કરો.
સ્ટેપ 2: અહીં નીચે સ્ક્રોલ કરીને 'બ્લોગ' વિભાગ પર ક્લિક કરો.
સુપર રાઈટર બનવા માટે મદદની જરૂર છે?
=> વાર્તાને ધારાવાહિકના રૂપમાં કેવી રીતે પ્રકાશિત કરવી તે જાણવા અહીં ક્લિક કરો.
=>ટ્રેન્ડિંગ થીમ્સ, પાત્રના ગ્રોથ માટેની ટીપ્સ અને લાંબી ધારાવાહિક લખવાના તમામ આવશ્યક પાસાઓ જાણવા માટે અહીં ક્લિક કરો.
આ સ્પર્ધા સંબંધિત અન્ય કોઈ પ્રશ્ન કે સમસ્યા માટે, [email protected] પર તમારા પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડીથી વિગતવાર મેઈલ કરશો. અમારી ટીમ વર્કિંગ ડેઝમાં 24 કલાકની અંદર તમને યોગ્ય ઉત્તર આપવા પ્રયાસ કરશે.
હજારો લેખકો સાથે પ્રતિલિપિ પણ રોજ મહેનત કરે છે, જેથી લેખકોના સપના સાકાર થઇ શકે. અમે એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ જ્યાં લેખકોને નિયમિત લેખન સાથે વાચકોના પ્રેમથી લાંબા ગાળે સતત આવક મળતી રહે. આ સમયની શરૂઆત થઈ ગઈ છે! એટલે આ સમય હાથમાંથી જવા દેશો નહીં. અમે અને વાચકો તમારી બેસ્ટ ધારાવાહિકની રાહ જોઈશું.
બેસ્ટ ઓફ લક!