હું શું લખું ?
યાદોને યાદ કરી મનમાં રહેલી બધી યાદ લખું,
હસાવી દે સૌને એવી હું અમારી વાત લખું,
થોડાક આંસુ, થોડુક હાસ્ય
થોડીક હું ઈશ્વરની ફરિયાદ લખું,
રાધાકૃષ્ણનો પ્રેમ લખું
વિરહ ની વેદના માં નીકળેલા આંસુ ની હું ધાર લખું,
દુનિયાને સમજાવવા જેમણે જ્ઞાન દીધું
એ ગીતાનો હું સાર લખું,
સમજી ન શકે કોઈ આજકાલ જે
એ પ્રેમ નો હું વિસ્તાર લખું
મતલબી આખી દુનિયા નો મતલબથી ભરેલો વ્યવહાર લખું.....
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય