pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ચીંદરી

4.7
9382

‘એય ચીંદરી લે આ ઠામડા ઉટક.. એય ચીંદરી કૂવેથી બે બેડા ભરી આવ.. એય ચીંદરી ચોપડી વાંચવા કાં બેઠી ગઈ? ભણીગણીને શું મોતી ફોજદાર બની જવાની છો?’ ડફણાં ખાતા ખાતા રોજ એ નાનકડી એવી છોકરીને મનમાં સવાલ થતો. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
બંસરી જોષી

વાંચનથી લેખન, લેખનથી સર્જન અને સર્જનથી સાધક બનવાના મારગે મારી કલમ યાત્રા કરે છે. મને આ માર્ગે લખવું ગમે છે. શું તમને વાંચવું ગમશે? *અભ્યાસ: ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનિયરિંગ. *લેખનક્ષેત્રે-ગદ્યલેખનમાં વિશેષ રૂચિ. અછાંદસ પદ્યમાં રૂચિ. ભાષા: ગુજરાતી/હિન્દી *પ્રથમ વર્તમાનપત્ર પ્રકાશન: ૧)દિવ્યભાસ્કરની મધુરીમા પૂર્તિ-લઘુકથા વિભાગમાં "ચોકઠું' નામે લઘુવાર્તા પ્રકાશિત થયેલી છે તદુપરાંત કવિતા કોર્નરમાં "તેજ લીસોટો" નામે કાવ્ય પણ પ્રકાશન પામેલું છે. "અંતરહેલી" નામક પ્રાર્થનાસંગ્રહ ઇ-બુક સ્વરૂપે એમેઝોન કિન્ડલ પર પ્રાપ્ય છે. * "સિટી પ્રાઇડ"તરીકે સિટીભાસ્કરમાં વિશેષ નોંધ અને સ્થાન પામેલ પ્રથમ પુસ્તકવિમોચનનો અહેવાલ. ૨) "મેઘધનુષ" -સહિયારો વાર્તાસંગ્રહ ૩)"સારમાં વિસ્તાર"- સહિયારો લઘુવાર્તા સંગ્રહ. ૪)"કોરોના યોદ્ધા ભાગ 1"- કોરોનાકાળની સત્યકથાઓનો વિજેતા વાર્તાસંગ્રહ. ૫)પ્રતિલિપિ દ્વારા આયોજિત સાહસકથા સ્પર્ધામાં તૃતીય સ્થાને વિજેતા બનેલી કૃતિ "ચીંદરી" . *શૌર્યકથા સ્પર્ધામાં શ્રેષ્ઠ દસ વાર્તામાં સામેલ મારી વાર્તા " પરમવીર ચક્ર" -હજારો વાચકો અને ફોલોઅર્સ ૬) નેક્ષસ રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં કુલ ૪ કૃતિ વિજેતા બની ચૂકી છે."કરુણાનું ઝરણું", "સદીઓ સમેટે ક્ષણ", "અંતિમ પ્રયાણ", "દેવુમાં" જેમાંથી અંતિમ બે પુસ્તકમાં પ્રકાશનમાં પામી છે. ૭)પંખ ઇ-મેગેઝીનમાં "અંતરકેડી"નાં કોલમિસ્ટ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dr. Arti Rupani
    21 જુલાઈ 2019
    આપની વાર્તાએ રડાવી દીધી. ખરેખર ખૂબ ખૂબ પ્રેરણાત્મક.. હું સિંધુ તાઈ ને જાણતી ન્હોતી.. એટલે આવા એક ઉમદા વ્યક્તિત્વનો પરિચય કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર.. પ્રથમ નંબરને હકદાર વાર્તા..
  • author
    ભરત ચકલાસિયા
    17 ઓગસ્ટ 2019
    સહસકથાઓની સ્પર્ધામાં એક નવીન પ્રકારના જીવન જીવવાના સાહસની વાર્તા. અત્યંત કરુંણ દસ્તાન વાંચીને ઘડીભર આંખો ભીની થઇ ગઇ. ભગવાન સુખ કે દુઃખ આપે છે ત્યારે પાછું વળીને જોતો જ નથી.એક લાચાર અને નિ:સહાય છોકરીને કેટલા દુઃખોના પહાડ નીચે ચગદી નાખી. પણ પેલી ભીંત ફાડીને ઉગેલા પીપળાની જેમ ચીંદરી ઊગી નીકળી. પોતાને મળી આવેલા એક અનાથ ને અન્યાય ન થાય તે માટે પોતાની બાળકીને અન્ય જગ્યાએ મૂકી આવવાનું જે મહાન કાર્ય કર્યું એ ભારતની વિરાંગનાઓ જ કરી શકે. જીવનમાં આવી પડેલા દુઃખોની વણજાર સામે એક વખત હારી જનારી ચીંદરી, એક નાનકડી ઘટનાને કારણે બીજાને દુઃખોની ખીણમાંથી બહાર લાવનારું દોરડું બની ગઈ.અને અંતે સિંધુતાઈ જેવી એક "માઈ'' અનેક નિરાધારો નો આધાર બની. પોતાને ભયંકર અન્યાય કરનાર પતિને પણ, એના દયાથી છલોછલ દિલથી માફ કરીને આશ્રય આપ્યો એ વ્યક્તિ ખરેખર કોઈ દૈવી આત્મા જ હોઈ શકે. સ્વર્ગમાં કંઈક ભૂલ થઈ જતા એ ભૂલનું પ્રાયચ્છિત રૂપે જ એને આટલા દુઃખો ભોગવ્યા હશે.અને આખરે અનેક દુઃખી માનવોના આધાર બનીને સૌને આશીર્વાદ આપતા કોઈ દેવી તત્વ જ હોઈ શકે. આવા મહાન વ્યક્તિત્વને તમે અક્ષરદેહ આપીને તમે પણ એક મહાન કાર્ય કર્યું છે. પ્રતિલીપીએ તમારી વાર્તાને ત્રીજું સ્થાન આપવાને બદલે પ્રથમ સ્થાન આપવું જોઈતું હતું. ખેર, મહાન વ્યક્તિત્વો કોઈ નંબરના મોહતાજ નથી હોતા. પણ ત્રીજું સ્થાન આપ્યું એ બદલ પણ હું પ્રતિલીપીનો ખૂબ આભારી છું, કારણ કે જો આ કૃતિને ત્રીજું સ્થાન ન મળ્યું હોત તો કદાચ મેં ન વાંચી હોત. ખૂબ જ પ્રેરણા દાયી વાર્તા છે..ખૂબ ખૂબ ધન્યવાદ.અને ખૂબ ખૂબ અભિનંદન બંસરી.💐💐💐💐💐💐
  • author
    દિપલ
    24 જુલાઈ 2019
    ઓહો અદ્ભૂત....!!! સિંધુ તાઇ વિશે છાપાઓમાં વાંચ્યું છે,દસમા ધોરણના અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં પણ એમનો ઉલ્લેખ હતો. કોઈકના જીવનકવનને સાહસકથા સ્વરૂપે ઉતારવાનો વિચાર ખૂબ ગમ્યો અને અલગ પણ લાગ્યો. ખરેખર આ વાર્તા એમના જીવન પર પ્રકાશ પાડવાનો શ્રેષ્ઠ વિચાર! :)