સ્વભાવે બિંન્દાસ... જીવન ગમે તેવા રંગો પરિસ્થિતિ સ્વરૂપે ઢોળે, હું મારા સ્વભાવની પીંછીથી વર્તમાનના કેન્વાસ પર સુંદર સ્ટ્રોકસ મારી જીવનનું માસ્ટરપીસ પેઈંટ કરી લઉં છું. આ પણ એક કળા જ છે. જીવન જીવવાની કળા. કદાચ બધી કળાઓમાં આ કળા સૌથી અગત્યની અને ખાસ શીખવા જેવી છે. કારણકે આ કળા જીવનમાં ડગલે ને પગલે કામમાં આવતી હોય છે...
હું અંદરો-અંદર ઘોળાતી વ્યથાઓ અને કેટલાક અંગત વિચારો અભિવ્યક્ત કરવા લખું છું. અંદર અનુભવાતી આ લાગણીઓને નિચોવી શબ્દોમાં આલેખી લઉં છું. આ લખવાની ક્રિયા અંદર ભરાયેલી લાગણીઓનો ગઠ્ઠો ઓગાળી દે છે. વર્ષોથી વગર જોવતું પકડી રાખેલું વજન અથવા મૂંઝવણો આ શબ્દો ઉપાડી લે છે અને ખુદને હળવી-ફૂલ કરી મૂકે છે. લેખન એ અભિવ્યક્તિની કળા છે. જેટલું સરસ વિચારોનું અભિવ્યક્ત થાય એટલું સરસ વાંચકો લેખકની વાત સાથે કનેક્ટ થઈ શકે. હું ઘણા સમયથી મારી જાતને પૂછું છું કે, ‘યાર, હું લેખક છું?’ જવાબ મળે છે ‘ના’. કારણ? હજુ આ ક્ષેત્રમાં બરોબર ઘડાયો નથી. હજુ તો ખૂબ વાંચવું-લખવું છે.
‘માતૃભારતી એપ’ પર પણ હું છું. ત્યાં પણ મારી શોર્ટ-સ્ટોરીસ, આર્ટિક્લ્સ, નિબંધો, માઇક્રો-ફ્રીક્સન વાર્તાઓ વાંચી શકો છો. બિલકુલ મફત છે. આંટો મારતા આવજો. કઈક નવું જાણવા મળશે.
Facebook: /parthtoroneel
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય