pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આભાર વિધિ - પ્રતિલિપિ કુટુંબ

5
97

મારી  દીકરીને પહેલીવાર હાથમાં પકડી હતી ત્યારે અનુભવેલી તેવીજ ધ્રુજારી આજે અનુભવું છું. આજે પ્રતિલિપિ ઉપર એક વર્ષ પૂરું કર્યું. બાર મહિના , ચાર ઋતુઓ અને કેટ-કેટલી લાગણીઓ જીવી મેં આ વર્ષે. ગયા ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Maulik Trivedi

મારુ નામ મૌલિક છે. એન્જિનિરીંગ કરીને એક I.T કંપનીમાં કામ કરું છું. નાનપણથી મારા મનમાં ઉછળતા કૂદતાં વિચારો અને આસપાસ થતી, રચાતી, આકાર લેતી ઘટનાઓના અવલોકનોના અસીમ સમુદ્ર માંથી ખોબે ખોબે લીધેલા શબ્દોને, વાર્તાઓ, કવિતાઓ અને ચિંતનલેખ સ્વરૂપે કાગળ ઉપર રમતા મુકવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. હું લેખલ છું? કદાચ નથી જ. પણ હા ... માતા સરસ્વતીનો અખૂટ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે એવું મને લાગ્યા કરે અને એટલે જ મારી આ કલમ ચાલ્યા કરે છે. આ દુનિયાની દોડાદોડ થી દૂર એક લાગણીઓનું ઝાડ ઉગાડયું છે... જેના છાંયે છાંયે જન્મેલી વાર્તાઓ અહીં પ્રકાશિત કરતો રહું છું. મને બિરદાવજો... વાંચજો... ખોટો હોઉં ત્યાં ટોકજો... જરૂર જણાય ત્યાં સુધારજો પણ ખરા... વાંચતા રહેજો..

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    sonal parmar
    31 ડીસેમ્બર 2021
    વાહ ભાઈ, તમારા પ્રતિલિપિ પર લખવાની એક વર્ષની યાત્રા તો ખરેખર કોઈ સુપર ફાસ્ટ ટ્રેન જેવી છે. એક જ વર્ષમાં ધાર્યું હતું તેટલું લખાણ અને સાથે વિજેતા પણ બનવું તે નાની વાત નથી. તમે નિર્ણય લીધો અને ગુજરાતી ભાષા પ્રત્યે જે પ્રેમ ધ્યેય પ્રાપ્ત કરી બતાવ્યો તે ખરેખર કાબિલે તારીફ છે. અંગ્રેજી ભાષા કે બીજી અન્ય ભાષાઓ શીખવી જોઈએ. પરંતુ ગુજરાતીઓ થઈને ગુજરાતી જ ન આવડે કે ગુજરાતી વાંચવું પણ આપણને ન ગમે તો શરમજનક વાત કહેવાય. મારી આસપાસ ગુજરાતીઓ માત્ર અંગ્રેજી ઘેલા છે. જેમને ગુજરાતી પુસ્તક વાંચવાનું કહો તો તેમનાં ચેહરા પર કાંટાળાના ભાવ ઉપસી આવે. મને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે. કેમકે મને લાગે છે કે ગુજરાતી ભાષા જેટલી મીઠી ભાષા અને ઊંડાણ બીજી કોઈ ભાષામાં નથી. તમે ગુજરાતી ભાષા પ્રત્યે તમારું યોગદાન આપ્યું તે વાંચીને તમારા જેવા ભાઈ મળવા પર મને ગર્વ થયો. તમે તમારી આભાર યાત્રા માં ઘણા લેખકો અને વાચકોનું પણ નામ લીધું. ચોક્કસ દરેક વ્યક્તિએ કોઈકને કોઈ રીતે તમને પ્રોત્સાહિત કર્યા જ હશે. પરંતુ તમે જે પણ એચીવ કરી શક્યા છો તે અમારા બધા થકી નહિ પણ તમારી ગુજરાતી ભાષા પ્રત્યે ની લગન અને ઈશ્વરે તમને આપેલી લેખન ની ભેટ થકી જ તમે આટલે સુધી પહોંચી શક્યા છો. તમારી મહેનત, સમય અને કુટુંબનો સપોર્ટનો મોટો ફાળો છે. ઈશ્વર તમારા લેખનને ઘણાં વાચકો સુધી પહોંચાડે અને ઘણાંના જીવનને અસર કરે અને બદલે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ. તમારા જેવા પોતાનું જ મનમાં હોય તે લખતાં પ્રમાણિક લેખક ખૂબ જ ઓછા છે. આવા જ રહેજો સદા.
  • author
    31 ડીસેમ્બર 2021
    મૌલિકભાઈ... ખૂબ જ નિખાલસ અને ભાવસભર આભારવિધિ...શબ્દો જડતા નથી પણ છતાં પણ થોડા શબ્દોરૂપી પુષ્પોથી પ્રતિભાવ આપું છું...🙏🏿💐🌸💮🏵🥀🌺⚘🌷🌼🌻 માતૃભૂમિથી દૂર રહીને પણ પોતીકી ભાષા માટે આટલો લગાવ છે...ગુજરાતીને આટલી ચાહી શકો છો એ જ સરાહનીય બાબત છે...👍🏿✍🏽 આટલી સુંદર રચના વાંચકોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર...ખૂબ જ સુંદર લખો છો આપ...કલમમાં એક આગવી તાકાત છે....શબ્દો બોલે છે આપની કૃતિઓમાં એક અનોખો રણકાર નિકળે છે....એક સુંદર કલ્પનાજગત છે આપનું....જેમાં પાત્રોની જીવંતતાનાં દર્શન થાય છે... ઘણી સ્પર્ધાઓમાં વિજયી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આપની કલમમાં મા સરસ્વતિ સદાય બિરાજમાન રહે તેવી અંતરથી મારી અનહદ શુભેચ્છાઓ..👍🏿✍🏽🕉🍁🍀🙌🏆 છેલ્લે ચિતનભાઈની નવલકથા..." નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ".... એ કૃતિ જેટલી વાર મેં વાચી હું નિ:શબ્દ બની છું...અને આપની વાત સાથે હું પૂર્ણપણે સહમત છું કે લેખકે પોતાનો આત્મા રેડીને પાત્રોને જીવંત કર્યા છે...આજે ફરી મને ચિંતનભાઈને અભિનંદન આપવાનો મોકો મળ્યો છે આપની આભારવિધિ દ્વારા..🌷🏆
  • author
    યક્ષત્રા
    31 ડીસેમ્બર 2021
    વાહ લેખક તરીકેની સફર તમારી ખરેખર સરસ રહી. એક શબ્દ અને એક પ્રશ્ન ઊપર તમે સંકલ્પ કરી એના માટે પુરુષાર્થ કરવો એ પણ અજાણી ધરતી ઉપર ખરેખર એક ઉત્તમ લેખક બનવાની બધી જ યોગ્યતા તમારામાં છે. બીજી વાત એ દરેક લેખકને , વાચકોને તમે યાદ કર્યાં જ્યારે તમે આ પુરુષાર્થ કરતા આગળ વધી રહ્યાં છો. એ વાત જ તમારા માટે સફળતાની સીડી બની રહેવાની છે. બાકી પોતાની ભાષા માટે યોગ્ય રીતે યોગદાન આમ જ કરતાં રહો અને માત્ર ભારત જ નહિ ભારતની બહારની દુનિયામાં આપણી ભાષાનો ડંકો વગાડ્યો અને વગાડતા રહો તેની તમને હાર્દિક શુભેચ્છા. બસ આમ જ લખતા રહો અને આગળ વધતા રહો. મા સરસ્વતીની કૃપા તમારા ઊપર અસીમ વર્ષે જેના થકી મા લક્ષ્મીની મહેર પણ તમારા ઊપર દર વર્ષે વરસે ઍવી જ અંતરની ઇચ્છા અને શુભેચ્છા પાઠવીએ છીએ.