*બ્રહ્મકૂળમાં અવતરી,*
*ધરા ધ્રુજાવું ચાલતાં;*
*હું વેદકાળની વારતા,*
*હું ક્યાં કદીએ હારી છું*
*હું ગૌરવશીલ ગોરાણી છું....*
*આવો આંગણ આદર આપું ,*
*જમાડી - જમનારી છું;*
*આપી આશિષ એક પળમાં*
*અભરે હું ભરનારી છું*
*હું ગૌરવશીલ ગોરાણી છું...*
*હુંકાર નહીં લલકાર છે,*
*પોકાર નહીં પડકાર છે;*
*આઘો રે'જે અડવિતરાં*
*હું બેધારી કટારી છું*
*હું ગૌરવશીલ ગોરાણી છું...*
*કુરૂવંશજ કૌરવો...*
*ફરી બની જાવ સાવધાન ;*
*યજ્ઞકૂંડની તેજશીખા હું*
*હું ચેતન ચિનગારી છું*
*હું ગૌરવશીલ ગોરાણી છું...*
*મા કહીને ગામ બોલાવે*
*તેથી હું હરખાણી છું ;*
*સતના તેજે બાળ બનાવ્યા*
*પછી દેવને મા દેખાણી છું*
*હું ગૌરવશીલ ગોરાણી છું...*
*જાળવ્યું સત્ ને ચૂડી ચાંદલે*
*સત્ થી હું ઓળખાણી છું*
*રૈયતની રખવાળી કરતી*
*પાળિયે હું પૂજાણી છું....*
*હું ગૌરવશીલ ગોરાણી છું...*
*હું છું અંબા,હું છું દુર્ગા*
*હું કાલીને કલ્યાણી છું ;*
*મારા ભાવ ભરેલાં ભૂદેવ માટે*
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય