pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

કેન્સરથી મૃત્યુના એક દિવસ પહેલા...

4.7
6112

કેન્સરથી મૃત્યુના એક દિવસ પહેલા 27 વર્ષની એક છોકરીએ આપણને સૌને એક પત્ર લખ્યો છે. શાંતિથી સમજીને વાંચશો. કદાચ કોઈ આંખ ઉઘડે ! _____ હેલ્લો, છવ્વીસ વર્ષની ઉંમરે તમે એવું વિચારવું ખુબ વિચિત્ર લાગે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Jitesh Donga

હું વાર્તા છું. વિશ્વમાનવ, નોર્થપોલ અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું. ચાલો...થોડો મનનાં ઊંડાણમાંથી શબ્દો શોધીને પરિચય આપું. રામબાઈની જેમ હું પણ આ બ્રહાંડનું સંતાન છું. જીવું છું. લખું છું. શ્વસું છું. મરીશ. મારું મન સતત કહ્યા કરે છે કે – તું ક્યાંકથી અહિયાં ધરતી પણ આવ્યો છે અને એક સમયે અચાનક જતો રહેવાનો છે. તો એક મુસાફર તરીકે તારે જે કરવું હોય અને જેમ જીવવું હોય એમ જીવી નાખ. ...એટલે હું વધુ ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવ્યાં કરવા પ્રયત્નો કર્યા કરું છું. મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને માખણ પણ ગમે. હું પુસ્તકોનો ગાંડો વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ. ફેમિલી મેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને બ્રહાંડ, સ્પેસ, ફ્યુચર, ફેન્ટસી વગેરે વિષયો અતિશય પ્રિય. માનવજીવન કેમ જીવવું એની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં. જંગલ-પહાડો અને દરિયા મને અંદરથી જીવતો કર્યા કરે. મને સપનાઓ જોવા ખુબ ગમે. મારું એક સપનું છે કે હું ક્યારેક મંગળ ગ્રહ પર જઈશ! લગભગ વર્ષ 2035-2040ની આસપાસ. બીજું સપનું એ કે મારે મારા જીવન દરમિયાન સાત-આઠ નવલકથાઓ જે ખરેખર વાંચવાલાયક હોય! ક્યારેક કોઈ ફિલ્મમાં નાનકડી એક્ટિંગ કરવી છે. એકવાર આખી દુનિયા એકલાં રખડવા જવી છે અને જ્યાં જાઉં ત્યાની વાર્તાઓ શોધીને જગતને કહેવી છે. બસ...સરખુંથી મનમોજથી જીવવું છે. * મારા સંપર્ક માટે: All links: https://linktr.ee/Jiteshdonga મેઈલ : jiteshdonga91@gmail.com વેબસાઈટ : https://jiteshdonga.com બ્લોગ : https://jkdonga.wordpress.com

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    james
    17 ઓકટોબર 2019
    મારી માતા, માત્ર પંચાવન વર્ષની ઉંમરે અન્નનળી ના કેન્સરથી મૃત્યુ પામી. ન ધૂમ્રપાન, ન મદ્યપાન .કોઈ જ વ્યસન નહિ. દુનિયાદારી ની ઝાઝી ખેવના નહિ. પરિવાર માટે જ જીવી. સદાયે ઘરના કામોમાં વ્યસ્ત રહી. તેને અન્નનળી નું કેન્સર થયું ત્યારે હું માની જ નહોતો શક્યો. દારૂ કે તમાકુનું વ્યસન હોય એને જ કેન્સર થાય એવું જ હું તો જાણતો અને સમજતો. એટલે મારું મન એ સ્વીકારવા તૈયાર જ નહિ. બહુ વિચારને અંતે મને બે કારણ જડ્યા (૧) ઠંડો ખોરાક ખાવાની એની ટેવ. બધા જમી લે પછી જમે અને જો બપોરનું વધ્યું હોય તો રાત્રે એનાથી જ ચલાવી લે.( કુટુંબની આર્થિક પરિસ્થિતિ મુજબ આ એણે જાતે શોધેલું સમાધાન હતું) અને (૨) અવ્યક્ત લાગણીઓનો ગળે બાઝી ગયેલો ડૂમો. મારા પિતાનો સ્વભાવ બહુ આકરો અને ગુસ્સાવાળો. મજાલ છે કોઈની કે એમની સામે હરફ સુધ્ધાં ઉચ્ચારી શકે. આ સંજોગોમાં છાના ખૂણે આંસુ સારી લેતી મારી માતાના છાના ડૂસકાંઓ અને પોતાનો મત રજૂ નહિ કરી શકવાની વાંઝિયા લાચારી ડૂમો બની ગળામાં જ અટકી ગઈ જે કેન્સરની ગાંઠ સ્વરૂપે પ્રગટ થઈ. વિધિની વક્રતા તો જુઓ. જ્યારે એને ખોરાક લેવામાં તકલીફ થાય છે એવી ખબર પડી ત્યારે પ્રાથમિક તપાસ અર્થે એને દવાખાને લઈ ગયા ત્યાં બધા રીપોર્ટસ કરાવીને પાછા આવ્યા ત્યારે મારા પિતા હસતા હસતા કહે " તારા મમ્મીને અન્નનળી નું કેન્સર છે". હસતા હસતા બોલાયેલી એમની આ વાત રીપોર્ટસ ના પરિણામમાં અક્ષરશ: એમની વાત સાચી પડી ત્યારે પોતાના આંસુ છુપાવી નહિ શકેલા. આકરા સ્વભાવવાળો એ માણસ અચાનક આવી પડેલી વિપતીની હકીકતથી સાવ ભાંગી પડેલો. જો કે પછી હિમ્મત રાખી અને મારી માતા જીવી ત્યાં સુધી દિલ દઈને સેવા કરેલી. એ સમયગાળા દરમિયાન બંને વચ્ચે ની પેલી ન બોલી શકવાની દીવાલ તૂટી પડેલી અને કે ન્હોતું કહી શકાયું અગાઉ એ બધું જ ટુકડે ટુકડે મમ્મીએ કહી નાખેલું. વર્ષોની દબાઈ ગયેલી લાગણીઓ ના ભારમાથી એ મુક્ત થઈ શકી પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. વિવિધ ઉપચારો પણ નિષ્ફળ જ નીવડ્યા અને આખરે જીવનના સનાતન સત્યને એ પામી ગઈ. જીવન આવું જ છે અનિશ્ચિતતાથી ભરપૂર. ક્યારે શું થશે ? કશી જ ખબર નથી હોતી. સંજય ગોરડિયા ના એક ગુજરાતી નાટકનો સંવાદ છે " એમ વિચારી વિચારીને ન જીવાય, જીવન તો જેમ આવે ને એમ જ જીવવું પડે".
  • author
    Rameshchandra Rathod
    17 જાન્યુઆરી 2019
    મારા પત્નિને પણ કેન્સર હતું. તે પણ જીવવા માગતી હતી, મારી સાથે વૃધ્ધાવસ્થાનો આનંદ લૂટવા માગતી હતી,મને પણ પાછલી અવસ્થામાં તેના સાથની ખૂબ જરૂર હતી. પણ કુદરત આગળ કયા કોઈનું ચાલ્યું છે? રાગ-દ્વેષ ,તારું-મારૂ કરવામાં આપણે સૌ જીવનની ખરી મજા માણી શકતા નથી,અને એક દિવસ મોત સામે આવીને ઊભું રહી જાય છે!!!
  • author
    Krupaal Patel
    23 ફેબ્રુઆરી 2019
    આ વાંચ્યા બાદ તરત મને એવું લાગ્યું કે મારે મારા પોતાનાં છે એવાં અમુક લોકો ને આ સમજાવવું જ છે. પણ સમજશે નહિ એવી ખાતરી પણ દેખાય છે.