તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છું: કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી? લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો તમે કોઇ પણ કલ્પી શક્શો. પોતાની પત્નીનું એવું કમોત કોને ન ઉશ્કેરી મૂકે? રોમેરોમ શૂળા પરોવાય. શેઠની રજા લેવા પણ હું નહોતો ગયો. એનું મોં જોવામાં પણ મેં પાપ માન્યું. એણે મને મોટર મોકલી સ્ટેશને પહોંચાડવા,તે મેં પાછી કાઢી. એ મને વિદાય આપવા આવ્યા, પણ એના લાંબા થયેલા હાથમાં મારો પંજો નહોતો મૂક્યો. એણે શું મને ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય