pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બીજો પ્રેમ

4.5
58653

<p><strong>લોકો એમ કહેતા જોવા મળતા હોય છે કે જીવનમાં પ્રેમ હમેશા એક જ વાર થતો હોય છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે. સમય અને સંજોગો સાથે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે જેને કારણે માણસનું મન ...

હમણાં વાંચો
લેખક વિશે
author
રવિ યાદવ

નામ :- રવિ યાદવ જન્મતારીખ :- ૧૩/૦૯/૧૯૯૨ જન્મસ્થાન :- ગામ - વાવડી, જી. ભાવનગર શિક્ષણ :- M.Com-2(Running), Inter CA. સ્વભાવ :- ખુશમિજાજી વ્યક્તિત્વ શોખ :- ફિલ્મો જોવી અને મનની વાતો લખ્યા કરવી. Website:- www.yadaviswriting.com, www.yadav-writing.blogspot.com રવિ યાદવ એટલે ૨૫ વર્ષનો લોહીમાં તરવરાટ ધરાવતો નવયુવાન. તેનું મૂળ વતન ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પાસેનું વાવડી ગામ છે જ્યા ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૨ ના રોજ તેનો જન્મ થયો અને તેનો ઉછેર ભાવનગર શહેરમાં થયો. ભણવામાં ખુબ જ હોશિયાર એવા રવિનું મૂળ સ્વપ્ન તો એક સફળ ચાર્ટર્ડ એકાન્ટન્ટ બનવાનું હતું પરંતુ નસીબની ગાડી કશેક બીજે જ દોડી રહી હતી. ૧૨માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ કરીને તેણે ચાર્ટર્ડ એકાન્ટન્ટનો કોર્સ જોઈન કર્યો અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ શરુ જ હતું. દિવસ રાત એક કરીને કરેલા સંઘર્ષના પરિણામે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલ રવિનું નસીબ એવું તે પલટાયું કે રાતોરાત દુબઇમાં નોકરી નક્કી થઇ અને બધું જ ભણવાનું મૂકીને રવિ દુબઇ આવી ગયો. ક્યારેય પોતાનું ભાવનગર શહેર પણ પૂરું નહોતું જોયું તે છોકરો અચાનક દુબઇમાં અજાણ્યા લોકોની વચ્ચે અજાણયા વાતાવરણમાં આવી ગયો. દુબઇમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયો અને હાલ પણ એ જ કંપની સાથે કાર્યરત છે. લખવાનો થોડો ઘણો શોખ પહેલેથી જ હતો પરંતુ ભાવનગર પોતાના લક્ષ્યનો પીછો કરી રહેલા રવિ પાસે એટલો સમય નહોતો રહેતો પરંતુ નસીબની ગાડી કોઈ અલગ ટ્રેક પર જ ચાલી રહી હતી આથી દુબઇમાં એટલો ફાજલ સમય રહેતો કે તેનો વાંચવાનો શોખ પણ ખીલ્યો. તે દિવસે રવિએ નક્કી કર્યું કે દર વર્ષે ૫,૦૦૦ રૂપિયાની બુક્સ ખરીદીને આખા વર્ષ દરમિયાન વાંચી જવાની. અને એ શોખ રવિને ફળ્યો, ધીમે ધીમે લખવાનું વધતું ગયું. અછાંદસ કવિતાઓ, ટૂંકી વાર્તા, ફિલ્મ રીવ્યુ, આર્ટિકલ, લઘુ નવલકથાઓ લખતા લખતા રવિની કલમનો જાદુ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો. એક અલગ જ રીડરસર્કલ ઉભું કરવામાં રવિની કલમ સફળ રહી હતી. લખવાની આ ટેવને લીધે ફેસબુક પર એક સ્ત્રીમિત્ર નિવારોઝીન રાજકુમાર એ શરુ કરેલી કથાકડીમાં પણ ભાગ લીધો અને એ મહાવાર્તામાં એપિસોડ લખ્યો. ૫૫ એપિસોડની આ વાર્તાનો સોશિયલ મીડિયા થકી એવો ફેલાવો થયો કે સીધો જ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ” સ્થાપીને આવ્યો. કથાકડીએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી આપ્યું. સાથે સાથે “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” અને “એશિયા બુક ઓફ રેકોર્ડ” માં પણ સ્થાન મળી ગયું. કથાકડીની એ જ ટિમ સાથે “વમળ”, “પત્રોનો પટારો”, “વાર્તા એક વહેણ અનેક” જેવા સફળ પ્રોજેક્ટમાં પણ રવિએ હોંશેહોંશે ભાગ લીધો. ગ્રુપ વાર્તાઓ સિવાય તેણે પોતાની રીતે “અધૂરું પ્રપોઝ”, “ગોઠવાયેલા લગ્ન”, “બીજો પ્રેમ” જેવી સફળ વાર્તાઓની રચના પણ કરી છે જે હાલની તારીખે પણ પ્રતિલિપિ.કોમ વેબસાઈટ અને માતૃભારતી મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મોના સચોટ રીવ્યુ દ્વારા તે સોશિયલ મીડિયામાં એક રીડરવર્ગ ઉભો કરી ચુક્યો છે. આર્ટિકલ અને ટૂંકી વાર્તા જેવી કે “પ્રીતરીત”, “મીઠી ખીર”, “ઘણી જિંદગી”, “ભગવાન ભલું કરે” પણ વાંચકોમાં ખાસી સફળતા પામી છે. આમને આમ રવિ પોતાની કલમ દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકોની ફીલિંગ્સને વાચા આપી રહ્યો છે.

ટિપ્પણીઓ
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  Preksha Vaghela "Prekshu (પલ)"
  23 மே 2018
  ખૂબ સરસ વાર્તા....ક્રિષ્ના નો છેલ્લો પત્ર વાંચતા આંખ માં પાણી આવી ગયું.... કદાચ એટલાં માટે કે હું મારી જાત ને તેની સાથે સાંકળી શકું છું...પ્રેમ નાં બે સ્વરૂપો આ વાર્તા માં જોવા મળ્યાં.... વન્શી નો શાંત દરિયા જેવો પ્રેમ...તૌ બીજી બાજુ ક્રિષ્ના નો ઊછળતી નદી જેવો પ્રેમ...પણ એક વાત શીખવા યે મળી કે સાચો પ્રેમ સમર્પણ માં છે....પ્રેમ ની સાથે જો સમજણ હોય તૌ જીવન એક સુંદર સ્વપ્ન સમાન બની જાય.... પણ સમજણ રહિત પ્રેમ ઘણાં ની જીંદગી બરબાદ કારી નાખે... really... great creation...
 • author
  Doshi Nirali Doshi Nirali
  31 மே 2017
  Nice story. Arav ni bhul hti tene jyar thi khabar pdi ke krish tene love kre che tyarhi j tene smjavi ane bne ne alag thavani jrur hti. Koini help krvi sari vat che pan tene atli help krine vanshi sathe dhoko krvani jrur n hti.avi help su kamni. Arave krish ne pelaj vnshi vise kem n khyu jo khyu hot to am n that. Vanshi jevu koi reyal ma n hoi ske. Hu khush chu ke chele arav ne teni bhul smjai ane arav ane vansh ak tya.
 • author
  Setu Shah
  31 மே 2018
  ખુબ સરસ રીતે લખી છે આના પર થી સીરિયલ બનાવી હોય તો ચાલે રીયલ ગ્રેટ સ્ટોરી