દત્ત બાવની અર્થ સાથે : અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદત્ત ૧. જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ .... અર્થ : હે યોગીશ્ર્વર ! હે દયાળુ દત્તપ્રભુ ! તારો જય હો ! આ જગતમાન તું જ એકમાત્ર રક્ષણ કરનારો છે .... ૨. અત્રિ અનસૂયા કરી નિમીત્ત , પ્રગટયો જગ કારણ નિશ્ચિત .... અર્થ : અત્રિ અને અનસૂયાને નિમિત્ત કરીને તું ખરેખર આ જગત માટે પ્રગટ થયો છે .... ૩. બ્રહ્યા હરિહરનો અવતાર , શરણાગતનો તારણહાર ...