pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિવાળી પહેલાં દાળ બગડી

4.2
1012

“અરે, શાંતા આજે દાળમાં દાળ કેમ નથી “? સુરેશ ભાઈ તડૂક્યા. બાળપણથી તેમના મનમાં ભૂત ભરાયું હતું કે’ દાળ બગડી એનો દિવસ બગડ્યો”! ‘અરે, આજે ઓસામણ અને છૂટી દાળ બનાવ્યા છે. ઓસામણ તો પાણી જેવું જ હોય ને ! ...

હમણાં વાંચો
લેખક વિશે

નામઃ પ્રવીણા અવિનાશ કડકિઆ જન્મઃ મુંબઈ ( વણિક કુટુંબમાં) માતાઃ ચંદનબેન પિતાઃ મુળજીભાઈ મોદી અભ્યાસઃ નવચેતન સ્કૂલ, ફેલોશોપ સ્કૂલ, વિલ્સન કૉલેજ, ગવર્નમેન્ટ લૉ કોલેજ અને એસ.વ્યાસ યુનિવર્સિટિ. પરદેશ ગમનઃ ૧૯૭૭થી આજ સુધી. શોખઃ સાહિત્ય, યોગ, લલિતકળા, સ્વાસ્થ્ય માટે કસરત. ******************************************** " દિલના ભાવ તેમજ ઉર્મિઓ કાવ્ય અને લેખ દ્વારા પ્રસ્તુત કરું છું. ઢળતી ઉમરે જીવવાનો માર્ગ મોકળો થયો તે ઈશ્વરની કૃપા ! મારો પરિચય પરિચય અપવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. યુવાની આવે ત્યારે બાળપણ અને ઘડપણ આવે ત્યારે યુવાની ભૂંસાઈ જાય તેમ આજે જે છું તે ગઈ કાલે નહતી. ૩૫વર્ષનો અમેરિકાનો વસવાટ છતાંય આપણા મૂળભૂત સંસ્કાર ટકાવી રાખ્યા. અલબેલી મુંબઈ નગરીમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ અને વિલ્સન કોલેજની જીંદગીને ભાથામાં બાંધી વહાલસોયા પતિની સંગે બે બાળકો સાથે અંહી આવી વસવાટ કર્યો. સંસારની જવાબદારી અને બાળકોની પ્રેમાળ સરભરામા સાહિત્યતો ક્યાંક ઘરને ખૂણે ભરાઈ બેઠું હતું. જ્યારે કુદરતે અણધાર્યું વાવાઝોડામાં ફસાવી અંતરમા ખળભળાટ મચાવ્યો ત્યારે પાછી સાહિત્યને શરણે આવી શાંતિને વરી. કલમ અને કાગળને સહારે અંતરના ભાવ ઠાલવી જીવનની હોડી હંકારી.બાળકો પ્રભુની દયાથી ખૂબ સુખી છે. કિલકિલાટ કરતું ઘરનું આંગણ ત્રણ પૌત્ર અને બે પૌત્રીથી ગુંજી રહ્યું છે. દિકરીની જ્ગ્યા બે પ્રેમાળ વહુઓથી પૂરાઈ છે. મને લાગે છે આટલું પૂરતું છે. હા, બંને વહુવારુઓના પ્રેમ તથા આગ્રહને માન આપી ૧૯૯૭ મા “સમર્પણ” ભક્તિ અને ભજનના ભાવ ભરી ગીતોની કેસેટ બહાર પાડી હતી. જે મારા વહાલસોયા પતિની યાદ રૂપે ઘર ઘરમાં ગુંજી રહી છે. ૨૦૦૪ મા “અંતરનો અવાજ" નામની પુસ્તિકા. ગુજરાતી સાહિત્ય સરિતાનાં સંગે સહિયારા સર્જન દ્વારા ઘણી લઘુ નવલકથા અને નવલકથાઓમાં લખવાની તક મળી. લગભગ દરેક લલિતકલામાં રસ ધરાવું છું. પરિચયમા જ્યારે વધુ લખવાનો મોકો મળ્યો ત્યારે જણાવતા સંકોચ અનુભવું છું. પ્રભુની કૃપાથી બેંગ્લોર જઈ “યોગ” વિશે જાણકારી મેળવી. એક વર્ષની તપસ્યા અને દેશમા રહેવાનો મોકો પામી. યોગમાં ડીગ્રી હાંસલ કરી મીઠું સંભારણું પાલવે બાંધી પાછી અમેરિકા આવી પ્રવૃત્તિમય બની. લેખનકાળ દરમ્યાન સહુથી પહેલી નવલકથા ૨૦૦૭માં પ્રકાશિત થઈ. 'એક ડગ ધરા પર'.જેમાં ખેલદિલ, બહાદુર અને સત્ય પ્રિયા 'શાન'નું પાત્રાલેખન છે. ત્યાર પછી આજ સુધીમાં બીજી ત્રણ પ્રકાશિત થઈ. 'જાગીને જોંઉં તો',' સંઘર્ષની સોડમાં' અને 'જીગરના પપ્પા'.સહિયારી નવલકથા લગભગ ૩૦ જેટલી પ્રકાશિત થઈ ચૂકી છે. જેમાં દરેક લેખકને ફાળે બેથી ત્રણ પ્રકરણ લખવાના આવે. નવલકથાનો દૌર ચાલુ રહે અને લેખકો પોતાની રીતે વાત આગળ વધારે. પાત્રો અને પ્રસંગોની મર્યાદામાં રહીને. એક નાટક લખવાનો ખતરો વહોરી લઈ અખતરો કર્યો. શિર્ષક છે,'ખાલિપો'. જેમાં હર્યાભર્યા જીવનવાળું જીવંત પાત્ર ખાલિપા તરફ પ્રયાણ કરે છે. તેની વિરૂદ્ધમાં જેનું જીવન રણ સમાન વેરાન હતું તે પ્રેમ અને મહોબ્બતથી છલકાઈ ઉઠે છે. હાલમાં ત્રણ નવલકથાઓ લખવામાં પરોવાઈ છું. ભજનો લખવા ગમે છે. શરૂઆત કાવ્યથી થઈ હતી. પછી ભજન, વાર્તા, હાસ્યરસ અને ટુચકાઓ પર લેખન કલાનો કસબ અજમાવ્યો છે. હવે જીવનમા સમાજનું ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો છે. છેલ્લા ઓગણીસ વર્ષથી 'વૉઈસ ઓફ સનાતન હિંદુઈઝમ' રેડિઓ પ્રોગ્રામ, દર રવીવારે “૯ થી ૧૨” પ્રસ્તુત કરી સેવા આપી. જ્યારે સેવા કરવાનો મોકો મળે ત્યારે તૈયાર રહું છું. 'યોગ'નો પ્રચાર અને શિક્ષણ નિઃશુલ્ક આપી આનંદ માણું છું. તમને કદાચ નવાઇ લાગશે પણ 'યોગ'નો લાભ ઉઠાવનાર અમેરિકનો તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે. કાગળ અને પેન્સિલ સાથે અનેરી પ્રિત બાંધી છે.૨૧મી સદીની ભાષામાં કમપ્યુટર સાથે નાતો જોડી સાત વર્ષથી જોયા વગરના મિત્રો સાથે પ્રિત બંધાઈ રહી છે. આશા છે પરિચય દ્વારા આપણે નજીક સર્યા.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Niyati Vijay
    27 એપ્રિલ 2020
    ઉત્તમ વિચાર છે. ગરીબ વર્ગની દિવાળી સુધારવાનો...👌👍
  • author
    DASHRATHDAN GADHAVI
    16 જુન 2021
    સરસ વિચાર..
  • author
    SAHIR
    11 ડીસેમ્બર 2020
    સરસ👌👌👏👏😂😂
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Niyati Vijay
    27 એપ્રિલ 2020
    ઉત્તમ વિચાર છે. ગરીબ વર્ગની દિવાળી સુધારવાનો...👌👍
  • author
    DASHRATHDAN GADHAVI
    16 જુન 2021
    સરસ વિચાર..
  • author
    SAHIR
    11 ડીસેમ્બર 2020
    સરસ👌👌👏👏😂😂