<p>આખું નામ ...વિનોદભાઈ રેવાભાઈ પટેલ જન્મ – જાન્યુઆરી ૧૫,૧૯૩૭ ( જન્મ સ્થળ , રંગુન - બ્રહ્મદેશ ) મૂળ વતન – ડાંગરવા , તાલુકો -કડી ,જીલ્લો -મહેસાણા,ઉત્તર ગુજરાત હાલ નિવાસ – સાન ડિયાગો ,કેલીફોર્નિયા ,યુ.એસ.એ. પરિવાર : ધર્મપત્ની – કુસુમ સ્ટ્રોક/પેરાલીસીસની માંદગીમાં અપ્રિલ ૧૯૯૨માં ૫૪ વર્ષની ઉમરે અમદાવાદમાં સ્વર્ગવાસી થયાં; એનો રંજ કેમ કરીને ભૂલાય? હાલ ત્રણેય સંતાનો અમેરિકામાં સારી રીતે સેટ થઇ સપરિવાર સુખી છે એનો આનંદ છે. બે પુત્ર -સાન ડીયાગોમાં એક પુત્રી,લોસ એન્જેલસમાં દરેક સંતાનને ત્યાં બે બાળકો છે એટલે કુલ છ પૌત્ર-પૌત્રીઓના દાદા બનવાનો સવિશેષ આનંદ છે. અભ્યાસ ૧૯૫૫ – કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ પુરું કર્યું.હાઈસ્કુલ ના પરિસરમાં આવેલ વિદ્યાર્થી આશ્રમમાં ૩૫૦ છાત્રો સાથે રહી આ સંસ્થાના આદર્શ ધ્યેયનિષ્ઠ ગુરુઓએ ભાવી જીવનનો પાયો નાખ્યો. ૧૯૫૯ – અમદાવાદની એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ. થયો ૧૯૬૨ – એમ. કોમ.(જોબ સાથે ) ૧૯૬૩ -એલ.એલ.બી.ની અને કંપની સેક્રેટરી(ઈંટર)ની પરીક્ષાઓ પસાર કરી.(જોબ સાથે) વ્યવસાય અમદાવાદ/વડોદરા કેમિકલ કંપનીઓમાં જોબ. છેલ્લી જોબ-સીનીયર એક્ઝીક્યુટીવ, ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સ લીમીટેડ,આશ્રમ રોડ ,અમદાવાદ. ૧૯૯૪ – ૩૫ વર્ષની સળંગ જોબ પછી નિવૃત્તિ લઈને ૫૮ વર્ષની ઉમરે કેલીફોર્નિયા, અમેરિકામાં આવ્યો. હાલ નિવૃતિનો સમય સાન ડીયાગોમાં મનગમતી પ્રવૃતિઓમાં પ્રવૃત રહીને સપરિવાર આનંદપૂર્વક વિતાવી રહ્યો છું. ભારતમાં હાઈ સ્કુલમાં હતો ત્યારથી જ ગુજરાતી સાહિત્યમાં રસ કેળ્વાએલો .ગુજરાતી વાચન અને લેખનનો એ શોખ હવે જીવન સંધ્યાના નિવૃતિના આ સોનેરી દિવસોમાં સમય સારી રીતે પસાર કરવામાં બહુ કામ લાગ્યો છે. મારો બ્લોગ શરુ કર્યો એ પહેલાં , કેટલાક વર્ષોથી મારા ગુજરાતી લેખો,વાર્તાઓ,કાવ્યો વિગેરે ન્યુ જર્સીના ગુજરાત ટાઈમ્સ તથા અમદાવાદના ધરતી જેવાં સામયિકોમાં પ્રકાશિત થતા હતા . નિવૃતિની એક પ્રવૃત્તિ તરીકે, સપ્ટેમ્બર ૧,૨૦૧૧થી મેં મારો ગુજરાતી બ્લોગ નામે વિનોદ વિહાર શરુ કર્યો છે.હાલ આ બ્લોગને વાચકોનો સારો પ્રતીસાત મળી રહ્યો છે એ મુલાકાતીઓની સંખ્યાનો આંકડો ૨ લાખની સંખ્યા સુધી પહોંચી ગયો છે એ બતાવે છે. મારા બ્લોગની લિંક http://www.vinodvihar75.wordpress.com આપને મારા આ બ્લોગની મુલાકાત લેવા અને પ્રતિભાવ આપવા માટે મારું ભાવભીનું આમન્ત્રણ છે.</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય