©મુજ વિશે ઝાઝું જાણવાની કોશિશ ન કરજો,દોસ્તો, હું'અશ્ક’ખુદ માટે પણ વણઉકેલ્યા કોયડા સમાન છું..!
*સાહિત્ય જગતમાં હું "અશ્ક રેશમિયા"ના હુલામણા ઉપનામે ઓળખાવા માગું છું.માટે અસલી નામ અહીં જાહેર નહી કરી શકું એ બદલ ક્ષમ્ય ગણજો.
*મારું વતન ખોબલા જેવું અને ત્રણે બાજું ડુંગર તેમજ જંગલથી ઘેરાયેલ ગાંગુવાડા ગામ.
જે જેસોરની ગિરિમાળાઓથી ઘેરાયેલ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલું છે.
*મારો જન્મ મારા વહાલા વતનમાં સામાન્ય ગરીબ પરિવારમાં.
*પેટે પાટા બાંધીને માવતરે મારો ઉછેર કરેલ..
*મારો અભ્યાસ- H. S. C, P. T. C, B. A(સમાજશાસત્ર). કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ વેળાએ મને ખબર નહોતી કે હું સાહિત્યનું ખેડાણ કરીને 'અશ્ક રેશમિયા' બનીશ!નહી તો મે ગુજરાતીમાં બી.એ.કર્યું હોત! પણ સંજોગોએ સજાવ્યો ને મે સાહિત્યસર્જન કર્યું!
*બાળપણથી મારી એક તમન્ના હતી: 'કંઈક બનવાની!'અને એ 'કંઈક'ની જગ્યાએ મારા માવતરે 'શિક્ષક'શબ્દ મૂકી દીધો! જો આજે નસીબ જોગે શિક્ષક બની જ ગયો છું!
*હાલ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છું.મારા કર્મની શરૂઆત કચ્છથી થઈ. હાલે વતનની સાવ નજીક શૈક્ષણિક અને સાહિત્યિક કાર્ય કરી રહ્યો છું.
*મારી વાર્તાઓ જુદા જુદા વર્તમાનપત્રોમાં સમયાંતરે પ્રગટ થતી રહી છે. ઉપરાંત કચ્છમિત્ર,'રખેવાળ' જેવા દૈનિકપત્રોમાં તેમજ 'ભાવિક પરિષદ' નામના સામયિકમાં વાર્તા,કવિતા તેમજ કચ્છ વિશેનો સ્મરણ લેખ પણ પ્રગટ થયેલ છે.
*હાલે pratilipi.com ઉપરાંત matrubharti.com ઉપર પણ મારી રચનાઓ પ્રગટે છે અને અસંખ્ય વાચકો વાંચનનો આનંદ લુંટી રહ્યા છે.
*ઉપરાંત 'અશ્કના દરિયા' નામે વાર્તાસંગ્રહ, "બળતા બપોરે" અને "કીડીને જડ્યું ઝાંઝર"તેમજ 'વસંતખીલી' નામે બાળકતિતા સંગ્રહ પાગ મારી કલમે પ્રગટેલ છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય