મારૂ નામ દેવાંગ ભુંડીયા. “વહેમ” એ મારુ ઉપનામ છે. સૌરાષ્ટ્ર(કાઠીયાવાડ) નુ પોરબંદર એટલે ક્રુષ્ણ ભગવાન ના બાળસખા સુદામા નુ ગામ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નુ જન્મ સ્થળ. એ જ ગામ મા મારો જન્મ અને હાલ પણ અહિ જ રહેવા નુ છે. પોરબંદર ની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલ મા જ્યારે હુ ભણતો હતો એ સમયે એક નાટક ભજવેલુ જે મારા જ શબ્દો મા લખાયેલુ હતુ એ દસ મિનિટ ના નાટક માટે મને શ્રેષ્ઠ અભિનય અને શ્રેષ્ઠ લખાણ માટે પુરષ્કાર પણ મળેલો. ત્યાર બાદ મને નવી નવી વાર્તા ઓ લખવા નો શોખ જાગેલો અને અને એ જ સમય થી હુ કઇક ને કઇક અવનવુ લખવા નો પ્રયત્ન કરુ છુ ધીરે ધીરે મે મારા કાલ્પનિક વિચારો ને શબ્દો ના રૂપ મા લખવા નો પ્રયત્ન કરેલો. મારો અભ્યાસ માત્ર બાર પાસ જ છે અને હાલ હુ પોરબંદર નિ શ્રી વી. જે. મોઢા કોલેજ મા બી.સી.એ ના છેલ્લા વર્ષ મા ભણુ છુ અને સાથે સાથે ફોરેક્ષ કપંની મા નોકરી પણ કરુ છુ થોડાક વાંચન અને મારા એક લેખક મિત્ર ની મદદ થી મે મારા વિચારો ને શબ્દ ના રૂપ આપી ને મારા લખાણ ને આપ ની સમક્ષ રજુ કરવા પ્રયત્ન કરૂ છુ. ‘અંતિમ પત્ર’ એ મારી લખેલી આ પહેલી ટુકી વાર્તા છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય