વ્યવસાયે ડોક્ટર છું.. પણ શોખ છે લખવા વાંચવા ને ચિત્રકારી નો..
થોડાં મહિનાઓ પહેલાં જ પ્રતિલિપિ વિશે જાણ્યું કે એમાં સારા સારા પુસ્તકો,કથાઓ ,વાર્તાઓ વાંચવા મળે છે..તો મેં પણ મોબાઈલ માં એપ ડાઉનલોડ કરી ને રોજ ફ્રી પડું ને હું પ્રતિલિપિ માંથી કંઈ ને કઈ વાંચતી રહેતી..
મને પહેલેથી ડાયરી લખવાનો શોખ હતો.એક દિવસ મને મારી બહેનપણી એ મારી ડાયરી વાંચવા લીધી હતી તો એ વાંચી ને એ મને કહેવા લાગી કે તું તારા વિચારો ઘણી સારી રીતે પાનાં પર ઉતારી શકે છે..બસ એ યાદ આવતાં મને થયું કે એક વાર કોશિશ તો કરી જોઉં, પ્રતિલિપિ માં એક વાર્તા લખવાની શરૂઆત કરી ને એ વંચાય છે એ જોઇને વધારે લખવાની ઈચ્છા થઈ આવી.. હું ફક્ત મારા વિચારો.. મારી વાર્તા ને અહી શેર કરું છું.. બાકી હું કોઈ પ્રોફેશનલ લેખક નથી.. બસ મારા શોખ ને પ્રતિલિપિ દ્વારા એક નવીન રૂપ આપી પૂરું કરી રહી છું..
જે મારા લેખ વાંચે છે..એમની હું ખૂબ ખૂબ ખૂબ આભારી છું..
જેટલા લોકો વાંચતા જાય છે એમ એમ મને વધુ લખવાની પ્રેરણા મળે છે.. જાણું છું કે હું લખવામાં ઘણી ભૂલો કરું છું, હવે પહેલા જેટલું સારું વ્યાકરણ પણ નથી યાદ..છતાં મારી ભૂલો ને નજરઅંદાજ કરીને પણ બધાં વાંચી રહ્યા છે ને એથી મને ખુશી અને સંતોષ ની અનુભૂતિ થાય છે અને મને આ સંતોષ આપવા બદલ સૌ વાચકો નો ખૂબ ખૂબ આભાર...ખાસ પ્રતિલિપિ નો.. જે મારા જેવા અસંખ્ય લોકો ને લખવા માટે સ્ટેજ પૂરું પાડે છે..તે પણ સ્વતંત્ર રીતે.
આજ ની તારીખ માં પ્રતિલિપિ મારા માટે સર્વ શ્રેષ્ઠ મોબાઇલ એપ્લિકેશન છે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય