pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જરાક

4
179

લેખકનો આ પાંચમો વાર્તાસંગ્રહ છે. જે હમણાં જ બહાર પડ્યો છે. આ સંગ્રહમાં કુલ વીસ વાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘જરાક’માં નાયક રોજ એકની એક ઘટમાળમાં જીવીને કંટાળે છે. તે કંઈક નવું ઇચ્છે છે અને એક દિવસ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
નિમિષા દલાલ

મારું નામ નિમિષા દલાલ. જન્મ તા. : ૧૧/૭/૧૯૬૫ જન્મ સ્થળ : સુરત અભ્યાસ : સાયંસના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય આંબાવાડી માંથી; ત્યારબાદ ગર્લ્સ પોલિટેકનીક માંથી ફેશન ડિઝાઈનીંગનો ડિપ્લોમા. હાલ રહેવાનું સુરત ખાતે. બે વર્ષ લોકલ દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’માં નોકરી, તેમજ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના રાઈટર તરીકેની જવાબદારી નિભાવી. મારી રચનાઓ ‘ગુજરાતમિત્ર’ સમાચારપત્રની સાપ્તાહિકપૂર્તિઓમાં,‘મમતા’ સામયિકમાં, ‘નોબત સાંધ્ય દૈનિક’ની દિવાળી અંકની પૂર્તિમાં,'લેખિની’ સામયિકમાં, ‘વૈષ્ણવ વણિક જ્ઞાતિ’ના સામયિકમાં, તેમજ મોઢવણિક જ્ઞાતિના સામયિક 'જ્યોતિર્ધર'માં તથા અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં અને વિષ્વ ગુજરાતી સમાજના સામયિક 'વિષ્વમેળો' તથા અમદાવાદથી પ્રકાશિત થતાં 'કુમાર' સામયિકમાં પ્રકાશિત. મુંબઈથી પ્રકાશિત થતા 'લેખિની' સામાયિકના જે-તે અંકની નિર્ણાયકની પસંદગીની વાર્તાનું ઈનામ વાર્તા 'વારસ'ને રીડગુજરાતી.કોમની વાર્તાસ્પર્ધામાં આશ્વાસન ઈનામ ‘અડધીમા’ વાર્તા માટે મળ્યું. ૨૦૧૪માં પ્રકાશિત વાર્તા ‘દીદી, મારી દીદી..’ને ‘કુમાર’નું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું. હવે થોડા વિદ્યાર્થીઓની અમારા ગૃપમાં જોડાવાની માગણીને માન આપી 'વાર્તાસભા' નામનું ગૃપ શરૂ કર્યું છે. જેમાં માત્ર મહિલાઓ જ નહિ પણ વાર્તાલેખનમાં રસ ધરાવનાર ૧૫ ભાઈ-બહેન નિયમિત મળીએ છીએ. જેમાં સ્થાનિક વાર્તાકારોનું માર્ગદર્શન મેળવી લેખન સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ.. એક પુસ્તક પ્રકાશિત જાન્યુઆરી : ૨૦૧૮ 'કોફીનો એક કપ' હાલ એક હાર્ડ કોપી ત્રિમાસિક 'વાર્તાસૃષ્ટિ' પ્રકાશિત કરું છું. જેમાં સ્થાપિત તેમજ નવોદિત વાર્તાકારોની પ્રયોગશીલ વાર્તાઓ, અન્ય ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ. તેમજ સારી સારી વાર્તાઓના આસ્વાદનો સમાવેશ કરીએ છીએ. મારું મેલ આઈડી : [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    રામ ગઢવી
    16 অক্টোবর 2017
    સરસ પુસ્તક પરિચય.. very good stories.... congratulations
  • author
    ઉમા પરમાર
    09 মার্চ 2017
    Saras.. Badhi j vartani sundar rajuat
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    રામ ગઢવી
    16 অক্টোবর 2017
    સરસ પુસ્તક પરિચય.. very good stories.... congratulations
  • author
    ઉમા પરમાર
    09 মার্চ 2017
    Saras.. Badhi j vartani sundar rajuat