pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જીવને શ્વાસ તણી સગાઈ

4.3
2899

જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાય બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાય જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢવાની ...

હમણાં વાંચો
લેખક વિશે
author
ભોજા ભગત

જન્મ ૧૭૮૫ ગુજરાત મૃત્યુ ૧૮૫૦ વિરપુર જીવન ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા. વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે ૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે. સર્જન તેમના પદોમાં તેઓ પોતાનો ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા. કવિ અને ફિલસૂફ તરીકે તેમણે આરતીઓ, ભજનો, ધૂન, કાફી, કિર્તન, મહિમાઓ, પ્રભાતિયા, હોરી, સરવડા, ગોડી અને પ્રભાતિયાં લખ્યા છે પરંતુ તેમના ચાબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે. આ કટાક્ષમય રચનાઓ ભોજા ભગતના ચાબખાઓ તરીકે ગુજરાતીમાં જાણીતી છે. સામાજીક વિસંગતતાઓ પર તેમણે તેમની ભાષામાં કટાક્ષ કર્યો છે. તેમના પદોમાં તેમની કોમળ ભાષા દેખાઇ આવે છે. ભક્તમાળામાં ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન છે. ચાલૈયાખ્યાન અને તેમનું ભજન કાચબો અને કાચબી જાણીતાં છે. તેમનું સર્વદાન વિશ્વ સાથે તાદાત્મય અંગે છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kanubhai Patel
    07 એપ્રિલ 2019
    સગા સૌ સ્વાથના સાચો સગો મારો રામ.
  • author
    04 મે 2021
    સત્ય હકીકત પણ અંતે આપણે બધા શરીરરુપી સગા.
  • author
    Denish Patel
    29 જાન્યુઆરી 2019
    One of d best guj app i never seen before.... Hats off
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kanubhai Patel
    07 એપ્રિલ 2019
    સગા સૌ સ્વાથના સાચો સગો મારો રામ.
  • author
    04 મે 2021
    સત્ય હકીકત પણ અંતે આપણે બધા શરીરરુપી સગા.
  • author
    Denish Patel
    29 જાન્યુઆરી 2019
    One of d best guj app i never seen before.... Hats off