હું હેમાંગી જોષી ઘણી બધી પ્રવૃત્તિઓ કરું છું. મારી પોતાની youtube ચેનલ છે. જેમાં શીખી રહી છું. રસોઈ ના વિડીયો મુકતી રહું છું. મારુ માનવું છે કે હાથમાં કળા છે તો એનો શા માટે ઉપયોગ ના કરવો જોઈએ. આથી લખાણ અને મનગમતી રસોઈ બનાવવી, અને શીખવવી એ મારા મનગમતા શોખ છે. જે આ માધ્યમ દ્વારા મુકતી રહું છું.
https://youtube.com/channel/UC_KKLSafoaFIo5AKfAjijaw
આ મારી youtube ચેનલ છે જો આપને નવી નવી રસોઈ જાણવી અને શીખવી હોય તો મારી youtube ની મુલાકાતે જરૂર આવશો.
હું
બિંદુ છું હું
સિંધૂ બનવાની જિગર રાખું છું
રજકણ છું હું
પર્વત થવાની જિગર રાખું છું
શબ્દ છું હું
કાવ્ય રચવાની જિગર રાખું છું
પુષ્પ છું હું
પમરાટ ફેલાવવાની જિગર રાખું છું
સૂર છું હું
સંગીત રેલાવવાની જિગર રાખું છું
તણખો છું હું
યજ્ઞ પ્રગટાવવાની જિગર રાખું છું
કિરણ છું હું
અંધકાર દુર કરવાની જિગર રાખું છું
શૂન્ય છું હું
અબજ કરવાની જિગર રાખું છું
શતરંજ નું પાયદળ છું હું
વઝીર બનવાની જિગર રાખું છું
માનવ દેહ છું હું
"અનંત " બનવાની જિગર રાખું છું.
🌹🌹🌹🌹🌹
તું પ્રયત્ન તો કર,
નસીબ તૈયાર છે તને બધું આપવા...
તું પ્રયત્ન તો કર,
દુનિયા તૈયાર છે તારી સામે ઝુકવા...
તું પ્રયત્ન તો કર,
સફળતા ટેકવશે તારા આગળ માથું...
તું પ્રયત્ન તો કર,
મળી જશે એ બધું જ જે તે વિચાર્યું...
વગર પ્રયત્ને તો કોળિયો પણ નથી આવતો મોંમાં,
વગર પ્રયત્ને તો નાનકડું કાર્ય પણ નથી થતું જીવનમાં,
છોડ આ દુનિયાની નકારાત્મકતા,
બસ એક વખત કરી જો ખુદ પર વિશ્વાસ,
બસ એક વખત કર પ્રયત્ન,
બીજો પ્રયત્ન કરવાનું બળ એ જ પૂરું પાડશે...
કોઈ એ મને મેસેજ કરવો નહીં. જવાબ હંમેશાથી નો રિપ્લાઈ જ મળશે. કોઈ પણ જાતની લીન્ક મોકલવી નહીં . હું હંમેશાં મારી અનુકૂળતા મુજબ વાંચન કરું છું.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય