એંજલ ધોળકીયા, મૂળ વતન કચ્છ અને કર્મભૂમિ અમદાવાદ અને વડોદરા રહી છે. MBA (HR) પછી હાલ 3 વર્ષથી પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યરત છે. ફરવું, વાંચન અને નવા લોકોને મળવાનો બાળપણથી અતિશય શોખ. છેલ્લા બે વર્ષમાં એમની લખેલી માઇક્રોફિક્શન્સ અને ટૂંકી વાર્તાઓ અનેક ઈ પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે. અમેરિકન પૃષ્ઠભૂમિમાં વિકસેલી એક લઘુનવલ "અધૂરી સાંજનો ઓથાર " એંજલ ધોળકિયા અને શ્રી હેમલ વૈષ્ણવની સહિયારી કલમે લખાયેલી છે. " વાચક તરીકે મને વાંચીને સંપૂર્ણ સંતોષ થાય એવીજ કૃતિઓ મારા વાચકો માટે લખવાનું પસંદ કરું છું." એ એમનું લખવા માટેનું એકમાત્ર વલણ રહે છે. એમના મતે ફફિક્શન રાઇટિંગ એ એક બહોળું ક્ષેત્ર છે જેમાં હજી એ નાના ડગલાં ભરે છે. અને આગળ દરેક પ્રકારને ખેડતા રહેવાની ઈચ્છા છે. વાર્તા અંગે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આવકાર્ય છે. ઇ મેઈલ : [email protected]
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય