મને વાંચવાનો ખુબજ શોખ છે. જ્યારથી મેં પ્રતિલિપિ પર વાચવાનું શરૂ કર્યું, ત્યારથી તો મારો વાંચનનો શોખ બમણો થઈ ગયો છે.
નવા નવા લેખકોની નોવેલો તેમજ રચનાઓ વાંચીને મને થતું કે આ લોકો કેવી રીતે આટલું સરસ લખી શકતાં હશે. હું પણ મારા જીવનમાં ક્યારેય લખી શકીશ, કે કેમ ? એવો પ્રશ્ન મને હંમેશા થતો.
પણ, કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી મે પણ લખવાનું ચાલું કર્યું છે. એમની પ્રેરણાથી જ આજે હું કંઈક લખી શકી છું. તો તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન કૃષ્ણ.
અને હા મારી વહાલી લાડકી નાની બહેનનો પણ મને ખુબજ સપોર્ટ રહ્યો છે. એણે પણ મને પ્રેરણા આપી છે. લખવા માટે, અને હા મારું લખાણ વાંચી, તેમાં સુધારા વધારા કરવામાં પણ તે મને મદદરૂપ થાય છે. તો થેંક્યું નાનકી, એન્ડ લવ યુ સો મચ.
ખાસ કરીને મારા વાચકમિત્રોનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. કેમકે, વાંચકો વગર લેખકનું, કે તેની કોઈપણ રચનાનું કોઈજ મહત્વ રહેતું નથી. તો આપ મારી રચના જરૂરથી વાચસો અને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો એવી આશા છે. તેમજ મારી રચનાની અપડેટ્સ મેળવવા માટે મને ફોલો કરવાનું ચૂકતા નહીં ધન્યવાદ.
જય શ્રી કૃષ્ણ.😊
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય