ન લે કો' નોંધ મારા અસ્તિત્વ તણી, પરવાહ નથી,
હું ખુદમાં પૂર્ણ છું, ખુદની સોબત માણી જાણું છું. ✍️નીલ
M.Com, B.A, B.Ed, MSW.
હું કોઈ મોટી લેખિકા નથી. સુરજ અને ચંદ્રમા એ બે જ શાશ્વત અને અનન્ય છે. હું તો સાહિત્ય જગતમાં પોતાનું સ્થાન બનાવવા ઝઝૂમતો નાનો એવો સિતારો છું અન્ય કરોડો સિતારાઓની જેમ..
ક્યારેક આ સિતારો ટમટમીને ધ્યાન ખેંચે તો ક્યારેક પેલો ટમટમીને ઓઝલ થતો.એમાંની એક હું છું. સાહિત્યજગત સાથે ખૂબ જૂની વર્ષોની મિત્રતા રહી છે. અત્યાર સુધી મારા માટે દીવાસ્વપ્ન હતું. હવે કલ્પ્નાની પાંખે સેર કરવાનો અવસર મળ્યો છે.
જવાહારલાલ નહેરુ કહેતા કે માણસ આજીવન વિદ્યાર્થી રહે છે. આજીવન શીખે છે. હું પણ રોજ નવી અને સિલેબસ બહારની કસોટીઓ આપતી જાઉં છું... જિંદગી જે શીખવે એ શીખતી જાઉં છું.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય