🙏ૐ પરમાત્મને નમ:🙏
૦૪/૦૨/૨૦૧૮થી આ યાત્રાના શ્રી ગણેશ કર્યા !!
મારી બધી જ રચનાઓ મૌલિક છે.
મરણ ? એ તો દેહ પામે !
હું તો સનાતન સદંતર શાશ્વત પરમ આત્મા !
હું હતો, છું ને રહેવાનો સદા !
પ્રેમ રાખો પણ રાગ કે આસક્તિ ના રાખો.
પ્રેમ સુખ આપે, આસક્તિ છે દુઃખરૂપ...
એમાં પણ નિરપેક્ષ જીવનની મજા તો કઈંક ઓર જ છે. આ શરીર પણ એક દિવસ છોડવું પડશે તો એનાથી જોડાયેલા આ સ્વજનો સાથે આનંદ સાથે સર્વેના ભલા માટે જીવો.
દુનિયામાં સર્વેના કલ્યાણ માટે જ આપણું જીવન હોવું જોઈએ.
જ્યાં હોય લાગણી, ત્યાં ના હોય માગણી.
હું તો લાગણીઓમાં તણાઈને ડૂબી ગ્યો, ને તો પણ તરી ગ્યો !
આપના પ્રેમને તરસતો હું એક માટીનો માણસ, માટીમાં મળી જવાનો ! પણ માટીનો માણસ માટીપગો ના થાય તેમાં જ છે તેની ખરી માણસાઈ !
તમે સદા ખુશ રહો તેવી શુભેચ્છા.
મારા સહિત સૌનું સદા શુભ જ થશે તેવો દ્રઢ વિશ્વાસ રાખો.
દીર્ઘ તંદુરસ્ત ને સુખી જીવનની સર્વને શુભકામનાઓ.
પ્રતિલિપિનો ખૂબ ખૂબ આભાર કે આપણા વિચારોને વાચા આપી શકીએ એ માટે ઉત્તમ સગવડ આપી... સર્વને જ્ઞાન તરફ અભિમુખ કર્યા.
આપનું સ્વાગત છે, શબ્દોની જ્ઞાનવર્ધક મહેફિલમાં...
Jagdish Vadher
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય