હું,કૃતિ શાહ.અમદાવાદ માં જ ઉછરેલી ને અમદાવાદ મા જ મોટી થઈ છું. મને કઈ જ ખબર નથી પડી રહી કે શું લખું મારા વિશે.બસ હું મારી જિંદગી મા જીવવા વળી છું,family values મા માનવા વાળી છું.હું સપના ઓ મા જીવવા વાળી ને મહત્વકાંક્ષી છું.હા એ બીજી વસ્તુ છે કે મારા બહુ ઓછાં સપના પુરા થયા છે,તો પણ મે ક્યારેય હાર નથી માની,હા ક્યારેક અફસોસ થાય પણ જીવન છે ચાલ્યા કરે.
લખવાનો શોખ મને પેહલેથી જ હતો,પણ ક્યારેય હિંમત ના કરી શકી.પછી છેલ્લા ૬ મહિના થી પ્રતિલિપિ એપ જોવા લાગી ને એવું થયું કે લાવ હું પણ લખું.મને લખવા માટે પ્રોત્સાહન મારા પપ્પા એ આપ્યું હતું,હા દુઃખ ની વાત એ છે કે અને એ અમારી વચ્ચે નથી.પણ હા એમને ગર્વ તો થાતોજ હશે કે મે લખવાનું ચાલુ રાખ્યું.
મને અત્યાર સુધી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે ને આશા રાખીશ કે આગળ પણ આજ રીતે મળતો રહે.હું હજુ સારી રીતે તમારી સમક્ષ રજુ કરી શકું જેથી તમને વાંચવા મા રસ પડે. ધન્યવાદ મિત્રો મને પ્રોત્સાહન આપવા બદલ.ધન્યવાદ પ્રતિલિપિ,અમારા જેવા નાના લોકો ને આટલું સારું પ્લેટફોર્મ આપવા બદલ.🙏🙏
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય