કોલેજમાં હતો ત્યારથી કવિતાઓ લખવાનો શોખ હતો, થોડી ઘણી લખી પણ છે, એમાની થોડીક કોલેજ મેગેઝીનમાં, ગુજરાત સમાચારમાં આવતી સ્ત્રી પૂર્તિમાં, સમાંતર-પ્રવાહમાં પ્રકાશિત થઇ છે, ને બીજી બધી ઘરના એક ખૂણામાં દબાઇને પડી છે. એ કવિતાઓ અછાંદસ લયમાં લખાઈ છે, જેને જુવાનીના જોશમાં ઊર્મિઓની અભિવ્યક્તિ જ કહી શકાય, એટલે પોતાને હું કવિ માનવાની કે મનાવવાની કોશિશ નથી કરી રહ્યો. પણ હા કવિતા લખવા મેં એને શીખવાની જેહમત જરૂર કરી હતી, થોડાક છંદો ને ગઝલ ના મીટર શીખવા હાથ જરૂર અજમાવ્યો હતો. અત્યારે મારી કવિતા અભરાઈ પર ચઢી ગઈ છે એના બે કારણ છે, એક તો કવિતા લખવા માટે બહુ ઋજુ હૃદય હોવું જરૂરી છે(એવું મને લાગે છે) અને બીજું આ પ્રેક્ટિકલ રોજ બરોજ ના જીવનમાં સુંવાળા હૃદય સાથે જીવવું બહુ અઘરું લાગે છે. મારી અછાંદસ કવિતાઓ વાંચવાનું મન થાય તો અહીંયા ક્લિક કરો.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય