મારું નામ શાહ જય છે. ભરૂચનો રહેવાસી છું. એન્જીનીયરીંગ પૂરું કર્યા પછી પ્રાઇવેટ કંપનીમાં જોબ કરીને હાલમાં વડોદરા ખાતે ગુજરાત સરકારમાં ફરજ નિભાવી રહ્યો છું.
વાંચવાનો શોખ નાનપણથી જ હતો પણ ઘણો મોડો સમજાયો. અત્યારે તો જાણે એક નશો છે. લખવાની સૌથી પહેલી ઈચ્છા બહુ નાની ઉમરે થઇ પણ એનું બાળમરણ થયું. જોબ શરુ કરી ત્યારે એકલતાએ મને લખવાની પ્રેરણા આપી અને એ જ સમય દરમિયાન પ્રતિલિપિ સાથે પણ જોડાયો. ત્યાર પછી લખવાની સફર શરુ થઇ. અત્યાર સુધી કરેલું વાંચન મને લખવામાં ઘણી જ મદદ કરી રહ્યું છે. નવા-નવા વિષય પર લખવાની ઘણી મઝા આવે છે. અત્યાર સુધી ‘દોસ્ત સાથે દુશ્મની’ – મિત્રતા ઉપર, ’૨૨ સિંગલ’ – ૨૨ વર્ષના છોકરાની સિંગલ લાઈફ ઉપર એક એપીસોડીક હાસ્યકથા રૂપે – ‘જાસ્મીનનો પહેલો પ્રેમ’ – પ્રેમકથા, ‘કાચી ઉમરે પાકો પ્રેમ’ – સત્યઘટના ઉપર પ્રેમકથા, ‘લગ્નનું માંગું’ - પ્રેમકથા લખી ચુક્યો છું. આ ઉપરાંત પણ ઘણી શોર્ટ સ્ટોરી આ પ્લેટફોર્મ ઉપર પ્રકાશિત કરી ચૂક્યો છું.
જે સ્ટેજ પર શીખ્યા હોય એ જ સ્ટેજ પર તમારી આવડત બતાવવાનો મોકો મળવો એ નસીબદાર કહેવાય. પ્રતિલિપિ પર વાંચતા વાંચતા લખવાનું શરુ થયું અને પુરઝડપે ચાલ્યું એના માટે પ્રતિલિપિ નો ખુબ આભારી છું અને સાથે ખુબ પ્રેમ આપનાર વાંચક મિત્રોનો પણ જેમના સાથ વગર આ સફર શરુ જ ના થઇ હોત.
મને રીડર્સ સાથે સીધી વાર્તાલાપ કરવી ખુબ ગમે છે. માટે મારો સંપર્ક – [email protected] પર કરી શકો છો.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય